વિભાગ

સુચના

આજે ગુજરાત દિવસના પાવન અવસર પર આપને જણાવતા આનંદ થાય છે કે ઝાઝી.કોમ હવે યુનીકોડ ફોન્ટ માં ઉપલબ્ધ છે.

જુના વેબપેજ માટે અહીં કલીલ કરો….. (હિતાથૅ ફોન્ટ હોવા જરુરી છે.)

અતિથી દેવો ભવ:

We have 70 guests and no members online

મદદ

 


 રમુજ

મારી પત્નીની યાદદાજીત બહુ ખરાબ છે.
બધું ભૂલી જયા છે ?
ના, બધુ યાદ રાખે છે.

Star InactiveStar InactiveStar InactiveStar InactiveStar Inactive
 

આજે મારા પપ્પાની ઉંમર ૭૨ વર્ષની છે. અઠવાડિયામાં બે વાર તો ફરસાણ ખાય છે, મીઠુ તો લગભગ રોજ થાળીમાં છુટુ લઈને આંગળી આંગળીએ ખાવાની ટેવ ધરાવે છે. એમનું વજન મારા કરતા ઓછું છે, બ્લડપ્રેશર તો આજે પણ ૧૨૦-૭૦ mm/Hg છે. પથારીમાં પડે તો ૧૫ સેકંડમાં નસકોરા બોલાવી શકે છે. બ્લડસુગર તો ઘણીવાર ઓછી થઈ જાય છે.

તો મારા પપ્પાના દાદા વિશે તો એવું કહેવાય છે કે એમને કોઈ જમવા બોલાવતા તો એંસી (૮૦) લાડવા તો ખાય જ. તો મારા પડોશી કાકા છે, ૮૦ વર્ષની ઉંમર છે. રોજ ૩૦ સિગારેટ પીએ છે, ફરસાણ રોજ ૫૦ગ્રામ ખાય છે, રાત્રે બે વાગ્યા સુધી ટી.વી. જુએ છે, મોડેથી ઊઠે છે. અને સૌથી અગત્યની વાત કે એમના નખમાં કોઈ રોગ નથી.

આ પાત્રો આપણા ભૂતકાળના પ્રતિનિધિઓ છે. આપણને ઈર્ષ્યા આવે એવું શારીરિક સ્વાસ્થય સૌંદર્ય ધરાવે છે. અને આપણી આજ અને આવતીકાલ શું કહે છે?હમણા એક બેન મને મળવા આવી. એના પિતાજી અમારા કલાસમાં આવતા હતા. એ બેન મને કહેવા માંડી, ડોકટર સાહેબ, મારુ એક કામ કરી આપો. મને એની ખૂબ ચિંતા થાય છે.

મેં પૂછયું, શું તકલીફ થાય છે?

મારા વાળ સફેદ થઈ રહ્યા છે. યોગ દ્વારા મારા વાળ વધારે સફેદ થતા અટકાવી શકાય?

તમે કદાચ કલ્પના પણ નહિ કરશો કે એ બેનની ઊંમર ફકત સાત વર્ષની હતી.

આજે તો લગભગ બધા જ ભારતીયો અમેરીકાના મેડીકલ એસોશીએશનની એ વાતથી પરિચિત થઈ ગયા છે. અમેરિકન મેડીકલ એસોશીયશને દુનિયાની બધી જ પ્રજાના જીન્સનો અભ્યાસ કર્યા પછી એ ચેતવણી આપી છે કે સમગ્ર દુનિયામાં સૌથી વધારે હ્યદયરોગો દક્ષિણ એશિયાનાં દેશોમાં થશે અને ભારતનો નંબર પહેલો હશે.

તોે........

ડાયાબિટીસ માટે તો ભારત દુનિયાનું કેપીટલ હશે. ડાયાબિટીસના સૌથી વધારે દર્દીઓ ભારતમાં હશે.

ઈન્ડીયન મેડીકલ કાઉન્સીલનો રીપોર્ટ જાણવા જેવો છે. સતત ત્રણ વર્ષ સુધી ૮૦૦ બાળકો માટે સર્વે કરવામાં આવ્યો. એમનો રીપોર્ટ વાંચશો તો તમારી ઉંઘ ઊડી જશે.

૧૩% બાળકોનું વજન વધારે છે.

૨૫% બાળકોનું લોહી જાડું છે.

૩૫% બાળકો હાઈબ્લડપ્રેશરથી પીડાઈ છે.

૩૩% બાળકોને ડાયાબિટીશ થવાની તૈયારીમાં છે.

આજથી ૫૦ વર્ષ પહેલાં જે રોગો સામાન્ય રીતે ૫૦ વર્ષની ઉંમર પછી દેખાતા તે રોગો આજે બાળકોમાં પણ કૂદકે ને ભૂસકે વધી રહ્યા છે.

આ છે આપણી આજ અને આવતીકાલ.

વળી, ૨૧મી સદી તો આપણી પાસેથી કંઈક જુદું જ માંગે છે. આ સદીની અપેક્ષા તો ઐક જ તમારી આજની દોડ ગઈકાલ કરતા વધારે હોવી જોઈએ, અને આવતીકાલની દોડ આજના કરતા વધારે હોવી જોઈએ. બસ દોડો - વધુ દોડો - હજુ વધારે દોડો. - સ્પીડ વધારો, કામ વધારો, સુખ વધારો - સ્વપ્ના વધારો.

પણ.....

કોના ભોગે આ બધું?

આ દોડ કોના ભોગે?

છેવટે શું મળશે, આ સદીના અંતે?

- ડીપ્રેશન

- હતાશા

- નિરાશા

- ઉતાવળીયો સ્વભાવ

- ભય

- કાલ્પનિક ભય

- ચિંતા

- રોગ

- દુઃખ

- અશાંતિ

- અસ્થિરતા

- કે બીજુ કંઈ?

તો સદીની આ અપેક્ષા પુરી કરવા માટે અને આ દોડને અંતે પ્રાપ્ત થનારા પરિણામોથી દુર રહેવા માટે એક જ ઉપાય છે.

- BE HEALTHY

(૧) સ્વસ્થ બનો - સુખી બનો.

(૨) તમારે સ્વસ્થ રહેવા માટે પાંચ કામ કરવા જોઈએ.

(૧) આહાર વિશે સ્પષ્ટ જાણકારી મેળવવી જોઈએ. (Diet)

(૨) નિયમિત - કસરત કરવી જોઈએ. (Exercise)

(૩) ઊંઘની ગુણવત્તા વધારવી જોઈએ. (Quality of sleep)

(૪) એવું કંઈક શીખવું જોઈએ જેનાથી પાંચ-દશ મિનિટમાં

શરીરનો થાક શૂન્ય થઈ જાય. (Relaxation Technique)

(૫) શરીરની બહારથી અને અંદરથી શુદ્ધિ કરવી જોઈએ (Physical Hygiene)

 

Aa puStkma

આ પુસ્તીકમાં ફકત આહારની જાણકારી વિશે જ વાતો કરવાની છીએ. એક બીજી વાત પણ જણાવી દઉં.

ફકત એકવીસમી સદીની જરિયાતને પૂરી પાડવા માટે નહિ પરંતુ તમારા ભવિષ્યના વ્યકિતગત જીવનને આનંદથી ભરવા માટે પણ, આપણે જે આહારની વાતો કરવા માટે જઇ રા છીએ, તેનુ શકય એટલું વધારે પાલન કરવું જોઇએ.

એવું તો કયું કારણ છે જે જીવનને આનંદથી ભરવા માટે જરી છે.

આજકાલ દરેક કુટુંબમાં સામાન્ય રીતે ફકત એક કે બે જ સંતાન જોવા મળે છે. એક દિકરો અને એક દિકરી તો પરણીને સાસરે જશે પરંતુ દિકરો પણ, આપણે એની ઊંમરે જેટલા મહત્વાકાંક્ષી હતા, તેના કરતા તેઓ આજે જે આ ઊંમરે સો ગણા વધારે મહત્વાકાંક્ષી છે. વર્ષની ઉંમરે કયાં તો અમેરીકા ભણવા જશે કે ઓસ્ટ્રેલિયા નોકરી ને છોકરી શોધી લીધી હશે.

અને. . . . . . . .

વર્ષના આપણે કાકાકાકી એકલા બંગલામાં દિકરાવહુને ફોટામાં જોઇને સુખ માણતા હશું. હવે, તમે વિચારોે કે જો તમારી પાસે રહેવા માટે બંગલો, ફરવા માટે ગાડી, સાં બેંકબેલેન્સ હશે.

પરંતુ . . . . . .

તમારી પાસે સાસ્વીસ્થી શરીર નહિ હશે તો? કોણ સાથ આપશે? તમારા પગ કોણ દબાવશે? તમને પે/મથી કોણ માથે હાથ ફેરવશે? કોણ સેવા કરશે?

સાૈથી અગત્યની વાત ત્યારે તમે એટલા ભાંગી પડશો કે તમને થશે કે જમીન રસ્તીો આપે તો સમાઇ જાઉ.

મારી ઇંઞ્લેન્ડની વિદેશયાત્રાનો એક પ/સંગ યાદ આવે છે. હું લંડનની એક ખૂબ જાણીતી હોસ્પીિટલમાં મારા યજમાન પરિવારના એક કાકાને હોસ્પીિટલમાં સતત પાંચ કલાક સુધી એમની સાથે બેસવા માટે જતો હતો. તમને જાણીને આચર્ય થશે કે મારા યજમાન પરિવારનાં દિકરાદિકરીએ જ મને વિનંતી કરી કે ડોકટરસાહેબ, તમે પપ્પા સાથે રહો તો સા. જેથી અમારે રજા લેવી ના પડે. એમના વર્ષના પિતા એમની જીંદગીમાં પહેલી જ વાર હોસ્પીિટલમાં દાખલ થયા હતા કાકા વાતોડિયા માણસ, હું લગભગ પાંચ દિવસ રોજ હોસ્પીિટલમાં બેસવા જાઉં મોટા વોર્ડમાં લગભગ છ દર્દીઓ હતા. સાંજ પડે એટલે દરેક દર્દીઓ પાસે કોઇ સુંદર છોકરી આવે, જે તે દર્દીને કીસ કરે ભેટે અને ફૂલ આપે, સાથે રંગબેરંગી કાર્ડ આપે અને મારા આચર્યની વચ્ચે પાંચ જ મિનિટમાં બાય પપ્પા, બાય મમ્મા કહીને જતી રહે. છેક ચોવીસ કલાક પછી બીજા દિવસે સાંજે આવે. આપણે ત્યાં પણ ઘરડાઘરની સંખ્યા કૂદકે ને ભૂસકે વધી જ રી જ છે ને! મારો કહેવાનો આશય એ નથી કે બધા પરિવારોમાં જ આવુ થવાનું છે, પણ જો કદાચ તમારે ઘટના જોવી પડે તો એ શકયતાનો વિચાર તો કરી તો જુઓ! એટલે હવે, તમને ખ્યાલ આવશે કે ભવિષ્યમાં હેલ્થ સાચવવાની કેટલી અગત્યતા છે અને હેલ્થ સાચવવી હોય તો આહાર વિશે પુનર્વિચાર કરવો જ પડશે.

મને એ લખાણ બરાબર યાદ છે કે ભારત દેશ જયારે સ્વીતંત્ર થયો ત્યારે ઇંઞ્લેન્ડા વડાપ/ધાન ચર્ચિલે લખાણ ટીકા કરી હતી કે ભારતદેશ સ્વીતંત્રતાને લાયક નથી. ચર્ચિલને આ અંગે કારણ પુછવામાં આવ્યું ત્યારે તેમણે કું કે, ભારતના રાજકીય નેતાઓમાં દૂરદર્શીપણુંનો સખ્ત અભાવ છે. કમનસીબે, ચર્ચિલની એ વાત આઝાદીના આટલાં બધા વર્ષો પછી સાચી પડી છે. આપણા નેતાઓ એવી કોઇ યોજના ન બનાવી શકયા કે જેમના પરિણામે ગામડામાં રહેતા માણસને પણ સા અનાજચોખ્ખું પાણી ભણવા માટે સારી સ્કીૂલ અને જર પડે તો ડોકટરની સેવા ઉપલબ્ધ હોય. દુ:ખ તો એ વાતનું છે કે જે નેતાઓ સ્વસ્થ નથી તે સ્વાસ્થ મંત્રી  છે.

એનો અર્થ એ નથી કે ફકત આહાર સંબંધી ાન મેળવવાથી જ બધા રોગો મટી જશે અથવા ભવિષ્યમાં કોઇ રોગ થશે જ નહિ. આ બધી વાતનો સૂર એક જ છે કે જો આહાર લેવાની ખોટી ટેવ સુધારવામાં આવે તો રોગો થવાની શકયતા એકદમ ઘટી જાય છે અથવા તમે જે રોગથી પીડાઓ છો અને માટે જે દવા કરો છો, તે દવાથી સા પરિણામ મળશે. તો, ચાલો ચર્ચિલનાં ભારતીય માનસ માટેના ભવિષ્યકથનને જૂઠા પાડવા માટે કમર કસીએ.


 

 

Zazi.com © 2009 . All right reserved