વિભાગ

સુચના

આજે ગુજરાત દિવસના પાવન અવસર પર આપને જણાવતા આનંદ થાય છે કે ઝાઝી.કોમ હવે યુનીકોડ ફોન્ટ માં ઉપલબ્ધ છે.

જુના વેબપેજ માટે અહીં કલીલ કરો….. (હિતાથૅ ફોન્ટ હોવા જરુરી છે.)

અતિથી દેવો ભવ:

We have 29 guests and no members online

મદદ

 


 



રમુજ

મારી પત્ની સાથે મારે કદી વાદવિવાદ થતો નથી.
કદી નહિ ? એ કેવી રીતે બને ?
તે હંમેશાં એનું ધાર્યું કરે છે. અને હું પણ . . .
તમારું ધાર્યું ?
ના એનું ધાર્યું.

Star InactiveStar InactiveStar InactiveStar InactiveStar Inactive
 

સામાન્ય પટાવાળાથી માંડી પ્રાઈમ મિનિસ્ટર સુધીની કક્ષાનાં માણસોમાં હ્યદયરોગનું પ્રમાણ જે ઝડપથી વધે એ જોતાં અને અમેરિકામાં થયેલા સર્વેક્ષણ મુજબ દુનિયામાં સૌથી વધુ હ્યદયરોગ થવાની શકયતા એશીયન ઈન્ડીયન છે એ જાણ્યા પછી વિચારશીલ માનવને ચિંતા થાય એ સ્વાભાવિક છે.

હ્યદયરોગ થવાનાં કારણો અને તેમાંથી મુકિત મેળવવા અંગે વિપુલ સાહિત્ય ઉપલબ્ધ હોવાં છતાં દેશ અને દુનિયામાં હ્યદયરોગ કેમ ઓછા થતા નથી? શું યોગ ખરેખર હ્યદયરોગમાંથી મુકિત અપાવી નહિ શકે?



આધુનિક વિજ્ઞાનનો એ મત હતો કે કેન્સર જેવા રોગો થવામાં મનની સ્થિતિ કોઈ ભાગ ભજવતી નથી, પણ હવે આ જ વિજ્ઞાન રોગનાં ઉપચારમાં મનની સ્થિતિ બદલવા પર ભાર આપે છે. હ્યદયરોગ માટે પણ આ જ વાત સ્વીકારવામાં આવી છે. એનો અર્થ એ થયો કે જો મનને તાલીમ આપવામાં આવે તો હ્યદયરોગમાંથી મુકિત સરળતાથી મેળવી શકાય. આ મુદ્વાને આધુનિક વિજ્ઞાને પણ સ્વીકારી છે, પરંતુ કમનસીબે જે શિક્ષણ શાળા કોલેજમાં આપવામાં આવી રહ્યું છે. તેનાથી માનવમનની અંદર માહિતીઓનો સંગ્રહ પુષ્કળ પ્રમાણમાં થયો પણ મનને કેળવણી પાયાનું કામ કરવામાં નિષ્ફળ ગયુ છે.

મનની તાલીમ એટલે જ યોગ અને યોગ એટલે જ મનની તાલીમ સ્થિર અને એકાગ્ર મન જ શાંત હોય છે. શાંત મન બળવાન અને સમતોલ અવસ્થામાં રહે છે. મનની આવી સ્થિતિનું નિર્માણ કરવા માટે જ આસન કરવામાં આવે છે. આસન એ શારીરિક કસરત નથી. એની વાત કયારેક કરીશું. પણ આજે હ્યદયરોગમાંથી મુકિત આપનારા એક સરળ આસન વિશે જોઈએ.

આસનનું નામ છે સુખાસન.

સાદડી પર પલાઠી વાળીને ટટ્ટાર બેસો. બંને પગનાં ઘુંટણ અને જમીન વચ્ચેનું અંતર એક સરખું રાખો. હાથનાં પંજાને જે-તે ઘૂંટણ પર રાખો. બંને હાથના પંજા જે - તે ઘંૂટણ પર રાખો. બંને હાથની કોણી રીલેકસ રાખો.

હવે શું કરશો?

આજનાં માનવની સૌથી મોટી મૂંઝવણ એક જ છે કે જયાં શરીર છે ત્યાં મન રહેતું નથી અને એટલે જ જયારે ડાઈનીંગ ટેબલ પર જમતા પતિને પત્ની પૂછે છે કે શાક કેવું છે? પતિ કહે છે કે બહું સરસ છે. ત્યારે પત્નીએ કહેવું પડે છે કે મારા સાહેબ,તમે શાક નહિ સૂપ પીઓ છો.

ખૂબ ઝડપથી ગતિ કરતાં મનની ગતિ થોડીક પણ ઓછી થાય તો માનવને શાંતિનો અનુભવ થાય.

મનની આ ગતિને ઓછી કરવા માટે સુખાસનની પ્રેકટીશ દરમ્યાન મન પાસે એક ફોકસ નિશ્ચિત હોવું જોઈએ. ફોકસ તરીકે ઈશ્વરનું નામ-જપ, ઈશ્વરનું રૂપ, મનગમતો દરિયાકિનારો કે પ્રકૃતિનું અન્ય કોઈરૂપ પણ રાખી શકાય પણ અનુભવે એવું સમજાયુ છે કે પોતાની સામાન્ય શ્વાસોશ્વાસની પ્રક્રિયાને જોવી એ ઉત્તમ ફોકસ છે. જે હવા અંદર જાય છે અને જે હવા બહાર નીકળે છે એ પ્રક્રિયાને જોવી એ જ ઉત્તમ ફોકસ સાબિત થશે.

ટૂંકમાં ઉપર બતાવેલ સુખાસનની સ્થિતિમાં પોતાનાં જ શ્વાસોશ્વાસની ગતિને જોવી.

રોજ એક મિનિટ સવારે અને રાત્રે સૂતાં પહેલાં સુખાસનની પ્રેકટીશની શરૂઆત કરવી. દર બે-ત્રણ દિવસે એક મિનિટનો સમય વધારીને ૧૫-૨૦ મિનિટ પ્રેકટીશ કરવી.

 

Zazi.com © 2009 . All right reserved