આજે ગુજરાત દિવસના પાવન અવસર પર આપને જણાવતા આનંદ થાય છે કે ઝાઝી.કોમ હવે યુનીકોડ ફોન્ટ માં ઉપલબ્ધ છે.
જુના વેબપેજ માટે અહીં કલીલ કરો….. (હિતાથૅ ફોન્ટ હોવા જરુરી છે.)
પ્રશ્ન,
શવાસન સૌથી સહેલામાં સહેલું આસન છે? એ વાત કેટલે અંશે સાચીછે.
ઉત્તર,
શવાસન અંગે આ જ પ્રકારની સર્વસામાન્ય ખોટી સમજ સૌ કોઇનાં મનમાં છે. લગભગ બધાજ માનવો એવું માને છે કે મૃત શરીરની માફક જમીન પર પડી રહેવું અને એટલે જ યોગવર્ગમાં વિધ્યાર્થીને મનપસંદ આસન કરવાનું કહેવામાં આવે એટલે સૌ કોઇ સૌ પ્રથમ શવાસન જ પસંદ કરે છે. પણ તમને જાણીને આશ્ર્ચર્ય થશે કે શવાસન યોગસાઘનાનું સૌથીઅઘરાંમાં અઘરુ આસન છે ઘણા લાંબા સમયની પ્રેકટીશથી શવાસન સિદ્ધ થાય છે.
પ્રશ્ન,
તો પછી શવાસન એટલે શૂં?
ઉત્તર,
બાહય દ્રષ્ટીએ વિચારીયે તો અર્થ તો એ જ થાય છે કે શવાસનમાં તમારા શરીરની સ્થિતિ એટલે મૃત શરીરની સ્થિતિ જે રીતે કોઇ પણ વ્યકિતનાં મૃત્યુ બાદ એમું શરીર જમીન પર નિશ્ર્ચેત અવસ્થામાં પડી રહે છે. તે જ રીતે શવાસનમાં આપણું શરીર પણ નિશ્ર્ચેત અવસ્થામાં જ રહે છે. પણ આ તો શવાસનની અધુરી સમજ થઇ શવાસનમાં હજુ એક પગથિયું આગળ ભરવાનું હોય છે. આપણને સતત આપણા શરીરનો ભ ાર લાગે છે. આપણને આપણા શરીરનું ભાન રહે છે કે આ મારો હાથ છે. આ મારો પગ છે . આ મારું માથું છે. વિગેરે જે રીતે મત શરીરનાં કોઇ પણ ભાગને જો તમે જમીનથી ઉપર ઉઠાવો અને જો તમે એ અવયવને છોડી દો તો એ અવયવ તરત જ જમીન પર પડી જાય છે. જાણે આપણા હાથમાંથી છુટી ગયેલો ગ્લાસ જમીન પર પડે છે. શરીરનાં વજનને પુરેપુરુ જમીન પર છોડી દેવાની પ્રક્રિયા એ શવાસનનો પ્રાણ છે. જે સામાન્ય રીતે આપણે કરી શકતા નથી. એટલા જ માટે કહેવાયું કે શવાસન અઘરામાં અઘરું આસન છે.
પ્રશ્ન,
શવાસનની પઘ્ઘતી બતાવશો?
ઉત્તર,
બંને પગ વચ્ચે દોઢ થી બે ફુટનું અંતર રાખો બંને હાથ શરીરથી છ આઠ ઇંચ દુર રાખો બંને હાથની હથેળી આકાશ તરફ અને હાથની આંગળીઓ થોડી વળેલી સ્થિતિમાં રાખો. માથું જમણી કે ડાબી બાજુએ ઢાળી રાખો. આંખો બંધ કરી મનની આંખોથી તમારા બંને પગનાં પંજા જુઓ અને વિચારો કરો કે તમારા બંને પગના પંજા નથી એટલેકે તમે તમારા બંને પગના પંજાનાં વજનને જમીન પર છોડી દો છો. ત્યાર બાદ તમારી નજર બંને ઘુંટણ પર સ્થિર થાય છે અને ફરીથી એ જ વિચાર કરો છો કે તમારા બંને ઘુંટણ અને ઘુંટણથી નીચેનાં પગ નથી અર્થાત બંને ઘુંટણ અને ઘુંટણથી નીચેના પગનાં વજનને જમીન પર છોડી દો. એજ રીતે ક્રમશઃ તમારી સાથળ, ગુપ્તાંગો, કમર, નાભિપ્રદેશ. હદયપ્રદેશ,ગરદન, દાઢી, હોઠ, નાકનૂં ટેરવું, બન્ને આંખો વચ્ચેનો ભાગ જેને આજ્ઞાચક્ર કહેવામાં આવે છે, કપાળપ્રદેશ અને છેવટે માથાનો સૌથી ઉપરના ભાગનાં ભારને જમીન પર છોડી દેવો અને છેવટે તમારા સામાન્ય શ્ર્વાસોશ્ર્વાસને જુઓ છો આમ, શરીરનો સંપુર્ણ પ્રયત્ન કરવામાં આવે છે.
પ્રશ્ન,
શવાસનની પ્રેકટીશ કેટલીવાર કરવી જોઇએ અથવા કેટલો સમય થઇ શકે?
ઉત્તર,
શરુઆતના વિધ્યાર્થીએ પાંચ મિનિટથી શરુ કરીવીસ મિનિટ સુધી પે્રકટીશ કરવી જોઇએ પણ યૌગીક દષ્ટીથી વિચારીએ તો શવાસન તો સાધન છે. સાઘ્ય તો મનને સતત રીલેકસ રાખવાનું છે. કારણ રીલેકસશન શવાસનમાંથી આવતું નથી. રીલેકસેશન તો મનમાંથી આવવું જોઇએ. આમ મન સતત કોઇપણ કામ કરતાં કરતાં રીલેકસેશનનો અનુભવ કરે તો જ શવાસન સાચું થયેલું કહેવાય જેમ કોઇ ઇમારતમાં સ્લેબ ભરતી વખતે ટેકા રાખવા જરુરી છે, પણ એકવાર સ્લેબ મજબુત થઇ જાય પછી ટેકા કાઢી લેવામાં આવે છે. તેમ શરુઆતમાં શરીરનું શવાસન કરવું જોઇએ પણ શવાસનથી શરીરનાં શવાસનરુપી ટેકાની જરુર રહેતી નથી.
પ્રશ્ન,
આઘુનિક વિનયાનેપણ એવું સ્વીકર્યુ છે કે શવાસન કરવાથી હાઇબ્લડપે્રશર ઓછું થાય છે. અને હદયરોગ સારા થવામાં સિંહફાળો આપે છે. એ વાત સાથે આપ સહમત થા ઓ છો? કેમ?
ઉત્તર,
તમને ભૂખ લાગે તો તમારે રસોડામાં જઈને ડબ્બો ખોલીને જે તે વસ્તુ ખાવી પડે તો જ તમારી ભૂખ મટે. એમ એકવાર શવાસન શીખી લો એટલે તમારા પ્રશ્ર્નોનો જવાબ મળી જશે.
પ્રશ્ન,
શવાસનની પ્રેકટીશ કરતાં કરતાં ઉંઘી જઈએ તો કોઈ નુકશાન થાય ખરુ?
ઉત્તર,
શવાસન ઉંઘાસન નથી પણ શવાસનની પે્રકટીશ કરતાં ઉંઘી જવાથી કોઈપણ પ્રકારનું નુકશાન થતુ નથી. ઉલટુ તમારી ઊંઘની ગુણવત્તા સારી થાય છે પણ આદર્શ વાત એ છે કે શવાસનની પ્રેકટીશ કરતાં કરતાં તમે કદી ઉંઘી જતા નથી.
-
ચાણક્યZazi.com © 2009 . All right reserved |
Read more...