આજે ગુજરાત દિવસના પાવન અવસર પર આપને જણાવતા આનંદ થાય છે કે ઝાઝી.કોમ હવે યુનીકોડ ફોન્ટ માં ઉપલબ્ધ છે.
જુના વેબપેજ માટે અહીં કલીલ કરો….. (હિતાથૅ ફોન્ટ હોવા જરુરી છે.)
વિધાર્થી જીવનમાં સ્મરણશકિત કઇ રીતે વધી શકે? એ મુદની ચર્ચા કરીએ છીએ.
જો વાંચનની પ્રક્રિયા દરમ્યાન પુસ્તક, આંખ મન વચ્ચે સતત અનુસંધાન રહે તો સ્મરણ શકિત સહજ બની હોય છે. પણ આજના વિધ્યાર્થીનો સૌથીમોટો પ્રશ્ન એક જ છે કે હાથમાં પુસ્તક છે, માથા પર પરીક્ષા ઉભી હોય, આંખો પુસ્તકનાં શબ્દો પર હોય, પરંતુ મન ત્યાં નથી, મન કયાંક બીજા વિષયનો વિચાર કરે છે. પરિણામે દિવસમાં ઘણાં કલાકો વાંચવા છતાં માકર્સ ઓછા આવે છે. એનો અર્થ એ થયો કે જો મનને વાંચનની પ્રક્રિયામાં જોડી દેવામાં યોગ સાઘના દ્વારા મનની આ સ્થિતિ સહજતાથી મેળવી શકાય.
મન ને આ રીતે કેળવવા માટે બે મુખ્ય માર્ગ છે.
એવા જુદા જુદા સાધનોનો પ્રયોગ કરવો જોઇએ જયાં અંાખો બંધ કરવામાં આવે છે. જેમકે સુખાસન, પદમાસન, વજ્રાસન, યોગમુદ્રા વિગેરે.
એની ટેકનીક સાધનનો ઉપયોગ કરવામાં આવે છે, જયાં આંખો ખુલ્લી રાખીને પ્રેકટીશ કરવામાં આવેછે.
આજે જે સાધન ટેકનીકની વાત કરીએ છીએ એનું નામ છે કેન્ડલ ગેઝીંગ.
તમારી અંાખોથી એક થીદોઢ ફુટના અંતરે, હવા વિનાનાં સ્થાનમાં, આંખોની બરાબર સામે મીણબત્તીની જયોત સ્થિર રહે એ રીતે ગોઠવો સામાન્ય સ્વાછોશ્વાસની પ્રક્રિયા સાથે મીણબત્તી જયોત જોયા કરો
એક વાત ખાસ યાદ રાખવી કે આંખોનિષ્પલક અવસ્થામાં રહેવી જોઇએ નિષ્પલક અવસ્થા એટલે જયારે તમારી નજર મીણબત્તીની જયોત પર સ્થિર રહે છે ત્યારે આંખોનાં પલકારા ન મારવા.
-
શ્રી.અરવિન્દZazi.com © 2009 . All right reserved |
Read more...