આજે ગુજરાત દિવસના પાવન અવસર પર આપને જણાવતા આનંદ થાય છે કે ઝાઝી.કોમ હવે યુનીકોડ ફોન્ટ માં ઉપલબ્ધ છે.
જુના વેબપેજ માટે અહીં કલીલ કરો….. (હિતાથૅ ફોન્ટ હોવા જરુરી છે.)
હદયરોગથી મત્યુ પામનાર ઘણા માનવ શરીરનું મૃત્યુ પછી પોસ્ટમોર્ટમ કરવામાં આવ્યું ત્યારે એક આશ્ચર્ય પમાડે તેવું તારણ વૈજ્ઞાનિકો દ્વારા જણાવવામાં આવ્યુ કે હદયરોગથી મૃત્યુ પામનાર દર્દીનાં હદયની બધી જ ધમનીઓ પ્રાયઃ ખુલ્લી જ રહી છે. આ તારણની ચર્ચા કરતાં એ નિષ્કર્ષ નીકળે છે કે જેનાથી ઇમોશનલ ડીસ્ટર્બન્સ ઉત્પન્ન થાય છે, જે હદયરોગમાં પરિણમે છે.
આપણે જે કાંઇ ચર્ચા કરી રહયા છીએ તે સંદર્ભ આ હદયરોગમાંથી મુકિત અપાવવામાં સિંહફાળો આપે છે.
દૈનિક જીવનમાં બનતી નાની નાની જેવી કે પપ્પા મમ્મી તરફથી ઠપકો મળે છે, પરિક્ષામાં પેપર સારુ જતું નથી, ઓફિસમાં ભૂલ ન હોવા છતાં બોસ તરફથી મેમો મળે છે, દુકાનમંા ગ્રાહક ઘણી વસ્તુઓ કઢાવે છે, પણ બિલકુલ ખરીદી કરતો નથી પેશન્ટ પાંચ દશ સવાલ વધારે પૂછે છે, દૂઘવાળો વધારે પાણીવાળુ દૂઘ આપી જાય છે કે દૂધ ગરમ કરતાં ફાટી જાય છે, વેકેશનમાં હિલ સ્ટેશનની હોટેલનું બુકીંગ કરાવ્યું હોવા છતાં જયારે તમે હોટેલ પર પહોંચો છો ત્યારે તમને કહેવામાં આવે છે કે તમારુ તો બુકીંગ જ નથી, સાત વાગ્યાની એપોઇન્ટમેંટ હોવા છતાં ડોકટરને ત્યાં વધારે બેસવું પડે છે, જયારે બ્રશ કરતી વખતે ખબર પડે છે કે ટૂથપેસ્ટ તો ખલાસ થઇ ગઈ છે, ઓફીસ જવાનું મોડું થાય છે ત્યારે ફોન આવે છે, બોર્ડની પરીક્ષા આપતા તમારા બાળકને મેલેરીયા થાય છે, તમે કહેશો કે ડોકટર સાહેબ, અમે તો આ બધું સ્વીકારીએ જ છીએ. તમે વળી યોગમાં નવું શું શીખવવાનાં અમે તો વર્ષોથી યોગને પચાવી જાણ્યો છે પણ મિત્રો હું તમારું જે ઘ્યાન દોરવા માંગુ છું તે મુદદો પણ સમજીલેવાની જરૂરછે.
તમે જે રીતે ઘટના સ્વીકારો છો અને યોગ રીતે ઘટનાનો સ્વીકાર કરવાનંુ શીખવે છે. તેમાં આસમાન જમીનનો તફાવત છે. જીવનમાં બનતી નાની ઘટનાને તમે સ્વીકારો તો છો જ, પણ એ સ્વીકારવામાં અંદર અકળામણ અનુભવો છો, તમારે એ ઘટના ને સ્વીકારવી જ પડે છે કારણ તમારી પાસે બીજો કોઇ વિકલ્પ નથી અને અથવા અકળામણ વ્યકત કરવી તમને પોષાતી નથી.
જયારે યોગનો અભ્યાસુ વિધ્યાર્થી પોતાનાં જીવનમાં બનતી બધી જ ઘટનાનો સ્વીકાર સમજણપુર્વક કરે છે. પરિણામે અંદરની અકળામણ શૂન્ય થઇ જાય છે. પરિણામે સ્થિરતા અને આનંદનો અનુભવ કરે છે. નિસ્પંદભાવનો અનુભવ એટલે સ્થિતપ્રજ્ઞતાનો અનુભવ.
જો કોઇ ઘટના બને ત્યારે સૌ પ્રથમ તો તેને સ્વીકારી લેવાનો બીજો અગત્યનો ફાયદો પણ જાણી લેવા જેવો છે. દા. ત. તમારી ઓફીસમાં તમારી હાથ નીચે કામ કરતો સ્ટાફ તમે ઇચ્છો છો એ રીતે કામ કરતો નથી એવી એક ઘટના બને છે.
સામાન્ય રીતે સામાન્ય માનવ જે તે સ્ટાફ જવાબદાર હશે તેને ઓફીસમાં બોલાવીને ગુસ્સામાં ને ગુસ્સામાં સખત શબ્દોમાં ખીજવાય છે. અને કદાચ ન બોલવાનાં શબ્દો પણ બોલે છે. સ્ટાફ ભલે તમારા હાથ નીચે કામ કરે છે પણ એ ગુલામ નથી એને પોતાનુ સ્વાભિમાન છે. એને પણ પોતાનો અહમ છે. જો ભુલેચુકે એનાં અહમને ઠેસ પહોંચે તો કોઇ પણ સ્ટાફ સ્વાભિમાનનાં ભોગે કામ કરતો નથી અને કદાચ કરે તો પણ એ સ્ટાફની તમારા પ્રત્યેની લોયલટી ઓછી થઇ શકે છે. એકવાર નિષ્ઠા લોયલટી ઓછી થઇ એટલે વસ્તુઓની ઉઠાંતરી, કામચોરી, અગત્યની માહિતી બહાર પહોંચાડવી, ભ્રષ્ટાચાર શરુ થશે. જે આજનાં આધુનિક યુગમાં કોઇપણ બુદ્ધિશાળી માણસને પોષાય નહિ.
જયારે આ જ ઘટનાને સૌ પ્રથમ તો સ્વીકાર કરવાથી તમારુ મન શાંત રહે છે અને શાંત મનથી જયારે તમે એ ભુલ કરનાર સ્ટાફને એટલા અને એવા જ શબ્દોમાં ઠપકો આપશો જેનાથી બંને કામ થશે. એક ગુસ્સાને કારણે તમારા શરીર પર કોઇ આડઅસર થશે નહિ અને બે સ્ટાફની લોયલટી સચવાય રહેશે અને તમારી ઇચ્છા પ્રમાણે કામ લઇ શકશો.
-
સ્વામી શિવાનંદZazi.com © 2009 . All right reserved |
Read more...