વિભાગ

સુચના

આજે ગુજરાત દિવસના પાવન અવસર પર આપને જણાવતા આનંદ થાય છે કે ઝાઝી.કોમ હવે યુનીકોડ ફોન્ટ માં ઉપલબ્ધ છે.

જુના વેબપેજ માટે અહીં કલીલ કરો….. (હિતાથૅ ફોન્ટ હોવા જરુરી છે.)

અતિથી દેવો ભવ:

We have 74 guests and no members online

મદદ

 


 



રમુજ

તારી પત્ની બોલકણી છે, જાણે સાંભળ્યા જ કરીએ.

હું પણ સાંભળ્યા જ કરું છું, પતિએ જવાબ આપ્યો.

Star InactiveStar InactiveStar InactiveStar InactiveStar Inactive
 

સમાગમ દરમિયાન સ્ત્રી-પુરુષ અધવચ્ચે (અધૂરા સ્ખલનની થોડીક ક્ષણો પૂર્વે) અટકી જાય અને એકમેકને અળગા થઈ જાય એને ‘કોઈપ્સ ઈન્ટરપ્ટસ્ટ’ ઊર્ફે ‘સ્ખલન વિક્ષેપ’ કહેવાય છે.

પહેલા પ્રકારના ‘સમાગમવિક્ષેપ’માં યુગલ રતિક્રીડાથી અળગા થયા બાદ પુરુષ સ્ખલન સુધી અચૂક પહોંચે છે પણ વીર્યનું વહન બહાર કરી દે છે.

જયારે બીજા પ્રકારના ‘કોઈટસ ઈન્ટરપ્ટસ’માં અલગ થયેલા સ્ત્રીપુરુષ રતિક્રીડા જ નહીં બલ્કે તમામ કામપ્રવૃત્તિઓ અટકાવી દે છે અને બેમાંથી કોઈ ચરમસીમા સુધી પહોંચતું નથી.

જો યુગલ ચાલુ સંભોગે વચ્ચે થોડીવાર માટે અટકી જાય અને ત્યારબાદ ફરીવાર સમાગમ થાય તો તેને ‘કોઈટસ ઈન્ટરપ્ટસ’ નહીં કહેવાય. આવા ક્ષણિક વિક્ષેપ પ્રાકૃતિક યા ઊપજાવેલા હોઈ શકે છે. થાક, ડીસ્કમ્ફર્ટ,પોઝીશન ચેઈન્જ, કોન્ડોમ પહેરવાની ક્રિયા વગેરે કારણે ઘણા યુગલો પલભર માટે સમાગમ અટકાવી દે છે. અને ફરીપાછા કામક્રીડામાં પરોવાઈ જાય છે. આવા અકારણ અને સાહજિક સમાગમભંગને ‘ઈન્ટરપ્શન’ તરીકે નથી જોવાતું.



ક્ષણિક સમગામભંગ તો કેટલાક યુગલો આનંદને બેવડાવવા યા સ્ખલનને દૂર ઠેલવા માટે ય પ્રયોજે છે. વચ્ચે પલભર અટકવાથી ચરમસીમા દૂર હડસેલાય છે.

સમાગમ દરમિયાન ખલેલ બે રીતે પાડી શકાય. કોઈટસ મુવમેન્ટસ અટકાવીને એ જ સમાગમરત સ્થિતિમાં યુગલ કાયમ રહે. અથવા તો જનનાંગો પણ અળગા કરી દે. આ બેઉ રીતો ઘણા યુગલો જાણે-અજાણે કયારેક અજમાવતા હોય છે.

સામાન્ય સંજોગોમાં ‘કોઈટસ ઈન્ટરપ્ટસ’ બહોળો ઊપયોગ ગર્ભ (કોન્ટ્રાસેપ્શન) માટે થાય છે. અપરિણિત પાર્ટનર્સ અથવા વિવાહિત યા લગ્નોતર સંબંધ બાંધનાર પાર્ટનર્સ પે્રગનન્સથી બચવા કોઈટસ ઈન્ટરપ્ટસનો ઊપયોગ કરે છે. આવા કેટલાક યુગલોને નિરોધની કે પીલ્સની જાણ જ નથી હોતી. અથવા હોય છે પણ કોન્ડોમ ફાવતા ન હોવાથી આ રસ્તો અપનાવે છે.

કેટલાક યુગલો અણધારી રીતે સમાગમની તક સાંપડવાથી અનપ્રીપેર્ડ હોવાથી ‘કોઈટસ ઈન્ટરપ્ટસ’ પ્રયોજી લે છે.

વાસ્તવમાં આ તદન સલામત પદ્ધતિ નથી. ઈન્ટરપ્શન પહેલાના સમાગમ દરમિયાન, કયારેક પુરુષની જાણ બહાર, એકાદ બે ટીપા જેટલો પાતળો સ્ત્રાવ સ્ત્રીના યોનિમાર્ગમાં જઈ શકે છે. ‘પ્રી ઈજેકયુલેટરી ફલ્યુઈડ’ તરીકે પ્રચલિત આ સ્ત્રાવમાં ‘લાઈવ-મોટાઈલ’ની હાજરી કે ઈ શકે છે. જે સ્ત્રીને ગર્ભવતી બનાવી શકે છે. આમ કેઈટસ ઈન્ટરપ્ટસ એક કાલ્પનિક સલામતિ પૂરી પાડીને કપલને મુશ્કેલીમાં મૂકી શકે છે.

વળી ‘સમાગમ અવરોધ’થી સ્ત્રી-પુરુષના કામાનંદમાં પણ ઘટાડો થાય છે. સમાગમ અધૂરો રહી જવાથી સ્ત્રીને ચરમસીમા આવતી નથી. આથી તેને સમાગમ બાદ પેઢુમાં લોહી ભરાઈ રહેવાથી દુખાવાની ફરિયાદ રહી શકે છે. વળી સમયસર ‘ઈન્ટરપ્શન’ કરવાની એન્કઝાઈટીમાં બેઉ જણા જેટલો સમાગમ ભોગવે તેમાં ય પૂરતો આનંદ લઈ શકતા નથી.

લેબોરેટરીમાં પરિક્ષણ માટે વીર્ય બોટલમાં એકત્રિત કરીને આપવાનું હોય ત્યારે, સંભોગ અટકાવી દઈ સ્ખલનની એકાદ-બે ક્ષણ પૂર્વે અળગા થઈ, બહિરવહન થયેલ વીર્ય કલેકટ કરાય એ કોઈટસ ઈન્ટરપ્શનનો એક વૈજ્ઞાનિક ઊપયોગ છે.

બીજો એક ઉપયોગ શીઘ્રસ્ખલનની સારવારમાં છે. તેમાં સ્ખલનની આગલી ક્ષણ સુધી શિશ્નને ઉત્તેજિત કરી છેવટે શિશ્નને ટોચ આગળથી જોરથી દબાણ આપી શિથિલ કરી લાંબાગાળે અપેક્ષિત સ્ખલન નિયંત્રણ હાંસલ કરી શકાય છે. અલબત્ત આ ખૂબ ચોકસાઈપૂર્વક કરવું પડે છે.

હસ્તમૈથુન કરતાં ઘણા છોકરાઓ ડરથી, ગીષ્ટથી, ખોટી માન્યતાથી યા અન્ય કોઈ ગભરાટથી કયારેક ચાલુ હસ્તમૈથુને જોરથી શિશ્નને દબાણ આપી, સ્ખલન અટકાવી દે છે. જેને ‘હસ્તમૈથુન વિક્ષેપ’ કહી શકાય. આનો કોઈ ઝાઝો ફાયદો યા ગેરફાયદો નથી.

સમાગમવિક્ષેપથી એઈડ્સનું પ્રસારણ અટકી શકતું નથી.

 

Zazi.com © 2009 . All right reserved