આજે ગુજરાત દિવસના પાવન અવસર પર આપને જણાવતા આનંદ થાય છે કે ઝાઝી.કોમ હવે યુનીકોડ ફોન્ટ માં ઉપલબ્ધ છે.
જુના વેબપેજ માટે અહીં કલીલ કરો….. (હિતાથૅ ફોન્ટ હોવા જરુરી છે.)
‘મોનોગેમી’ તથા ‘પોલીગેમી’ (એકગામીત્વ તથા બહુગામીત્વ) એ સદીઓથી ચર્ચાતી આવતી અને તેમ છતાંય બહુ ન સમજી શકાયેલી જાતીય રીતભાતો છે.
જો કોઈ વ્યકિત એક જ વ્યકિત પ્રત્યે કામાભિમુખ થઈ શકે અને એક જ વ્યકિત સાથે શરીર સંબંધ બાંધે તો તેને ‘મોનોગેમસ’ કહેવાય છે. આથી ઊલટું એકથી વધુ પ્રત્યે કામાભિમુખ થનારને તથા અનેક સાથે કામ સંબંધ રાખનારને ‘પોલીગેમસ’ કહેવાય છે.
પુરુષો સામાન્ય રીતે પોલીગેમસ હોય છે. અને સ્ત્રીઓ સામાન્ય રીતે મોનોગેમસ હોય છે. પરંતુ આ નિયમ નથી. અનેક મોનોગેમસ પુરુષો તથા કેટલીક પોલીગેમસ સ્ત્રીઓ સંસારમાં અચૂક જોવા મળશે.
મોનોગેમી તથા પોલીગેમી એ ટેન્ડન્સી છે, મનોવલણ છે. કેવળ વર્તણૂક નથી. આથી શકય છે કે આંતરિક રીતે તીવ્ર બહુગામી લાગણીઓ ધરાવનાર પુરુષ વર્તનમાં તદન મોનોગેમસ હોય.
મોનોગોમી અને પોલીગેમી સાથે નૈતિકતા, મોરાલીટી, વેલ્યુઝ-એથિકસ તથા લગ્નજીવનના મૂલ્યો જોડાયેલા હોવાથી આ બહુ ગંભીર, જવાબદારી વાળી, ઈમોશનલી ચાર્જડ બાબત બની રહે છે.
પોલીગેમી એ સોશિયલ ટેબુ છે. સામાજિક છોછ છે. પોલીગેમસ વ્યકિતઓ ટીકા, હાંસી તેમજ સોશિયલ ક્રીટીસીઝમને પાત્ર બને છે. તેઓ નીમ્ન સ્તરના ગણાય છે.
આથી વિપરીત મોનોગેમી એ કોઈ પણ સમાજ માટે આજની તારીખે પણ સર્વસ્વીકૃત, અપેક્ષિત, ઉચ્ચ કક્ષાની, આદર્શ તથા મૂલ્યવાન વર્તણૂક ગણાય છે.
કુટુંબએ સમાજનો તથા લગ્નજીવન એ કુટુંબનો પાયો હોવાથી લગ્નજીવન ટકાઉ હોવું જરૂરી છે. મોનોગેમી જ લગ્નજીવનને દીર્ઘાયુ આપી શકે છે.
પોલીગેમી એ લગ્નબાદ સંબંધો, પ્રોમીસ્કયુટી, પેઈડ સેકસ.... વગેરે સંજોગોમાં જોવા મળે છે.
એક વ્યકિત કોઈકના પ્રેમમાં પડે છે તેની સાથે શરીર સંબંધ પામે છે, પણ તેને કાયમી ધોરણે પામી નથી શકતો. હવે જો કેટલાક સમય બાદ અન્ય વ્યકિતના પ્રેમમાં પડે અને શરીરયુગ્મ રચે તો આ ઘટનાને પોલીગેમી નહીં બલકે ‘સીરીયલ મોનોગેમી’ (શ્રેણી બદ્ધ એકગામીત્વ) કહેવાય છે. અર્થાત વ્યકિત એકસાથે તો એકને જ ચાહે તથા ભોગવે છે. આમ ‘પોલીગેમી’ શબ્દના મૂળમાં ‘એટ એ ટાઈમ’ અનેક સંબંધો એવું અપેક્ષિત છે.
મોનોગેમી બે પ્રકારની હોય છે, નેચરલ અને એન્ફોર્સ્ડ અર્થાત સ્વાભાવિક અને પ્રયત્નપૂર્વકની ‘લદાયેલા એકગામીત્વથી ઘણા લોકો દબાઈને બેવડ વળી જાય છે.
વળી મોનોગેમી તથા પોલીગેમી એ ફીકસ પરમેનન્ટ બાબતો નથી. અનેકગામી હોઈ શકે છે. કોઈ તરૂણવયથી અનેક છોકરીઓમાં રસ લેનાર છોકરો એકવીસ વર્ષે અચાનક પ્રેમમાં પડે અને લાગણીની ઉચ્ચત્તમ અવસ્થા અનુભવે તો તે તબકકે તે અભૂતપૂર્વ એકગામી ધરાવે છે. પણ લગ્નબાદના ખટરાગો તથા નિભ્રાન્તિ બાદ ફરી પાછો પોલીગેમસ થઈ જઈ શકે છે.
વ્યકિતને પોલીગેમીમાંથી વાળીને મોનોગેમી બનાવે એવી કોઈ દવા નથી. હા મનોવિમર્શ તેમજ કાઉન્સેલિંગ એને મદદ કરી શકે.
પોલીગેમસ લોકો પણ બે પ્રકારના હોય છે. પહેલા એવા લોકો જેઓ પોતાના બહુગામીત્વથી ખુશ, તૃપ્ત તથા સંતુષ્ટ છે. તેમને અનેક પાર્ટનર સાથે મજા આવે છે. અને લોકમતની તેમને કંઈ પડી નથી. ટુ હેલ વીથ ધ વર્લ્ડ અને ‘એક નહીં ઓર સહી’ એ તેમના કામમંત્રો છે. આ લોકોની પોલીગેમી ને ‘ઈગો સિન્ટોનિક પોલીગેમી’ તરીકે ઓળખવી. આ લોકો જીવનભર આવા જ રહેશે. તેમને લીધે અનેક જણના હ્યદયભંગ થતાં રહેશે.
બીજા પ્રકારની પોલીગેમીમાં વ્યકિત સ્વભાવે મૂળથી પોલીગેમસ છે, પણ એને પોતાનું આ કામવલણ મંજૂર નથી. તે તેમાંથી છૂટવા પ્રયત્નશીલ બને છે. આ ઈગોડિસ્ટોનિક પોલીગેમી છે. આવા લોકો સમાજને માટે સારા પણ ખુદ પોતાને માટે ભારરૂપ હોય છે. તેઓ આત્મપીડન, ગીલ્ટ, લો સેલ્ફ એસ્ટીન તથા ડિપ્રેશનથી પીડાઈ શકે છે. તોલ્સતોયની વાર્તાના નાટકો જેવા આ લોકો અકથ્ય સંઘર્ષ અનુભવે છે.
‘એકસ્ટ્રીમ પોલીગેમી’ માટે નીમ્ફોમેનિયાક, સેટીરીયાસીસ, કાસાનોવા સીન્ડ્રોમ, ડોન જુઆનિઝમ જેવા શબ્દો પણ વપરાય છે. પોલીગેમીમાં એક પેટર્ન એવી હોય છે જેમાં વ્યકિત અજાણ્યા સાથે પણ સેકસ ભોગવે છે.
વ્યકિતનું જૈવ બંધારણ બાળપણના ઊછેરલક્ષી પરિબળો, બાળવયે જાતીય શોષણ, તરૂણાવસ્થામાં કંપની, માનસિક બિમારીઓ, સબકલ્ચરનો પ્રભાવ, ફીલોસોફીકલ રીડીંગ વગેરે વ્યકિતની એકલક્ષી યા ‘અનેકલક્ષી’ સેકસયુઅલ પેટર્નસ ઘડવામાં મદદરૂપ થાય છે.
હીપ્પી કલ્ચર, કેટલાક ઉત્કૃષ્ટ કવિઓના જીવન કવન, કલબના મેમ્બર્સ વગેરે આ જ સમાજના એવા અંગો છે જે મોનોગેમસ સોસાયટીની સામે પોતાના અસ્તિત્વ દ્વારા એક છૂપો સૂક્ષ્મ વિદ્ભોહ નોંધાવે છે.
લગ્નજીવનમાં પતિપત્ની બેઉ મોનોગેમસ હોય એ અપેક્ષિત છે. ગ્રાહક તેમજ સેકસ વર્કરના સંબંધો બેઉ તરફથી પોલીગેમસ જ હોય એ ય સમજી શકાય છે. પણ અસલમાં રાજાઓના જે જનાના ખાનાઓ હતાં તે આ સંદર્ભે બહુ આશ્ચર્ય પ્રેરક હતાં. એમાં રાજા પક્ષે પોલીગેમની તથા જનાનખાનાની પ્રત્યેક સ્ત્રીઓ પક્ષે મોનોગેમીની અપેક્ષા રખાતી આમ આ પેટર્નને ‘એકસ્પ્લોઈટીવ પેટર્ન’ કહી શકાય.
બાળપણમાં માતપિતાનો નિસ્વાર્થ, સ્થિર, પરિપકવ, સંયત, સાહજિક અને કાળજીભર્યો પ્રેમ બાળકને સ્વાભાવિક મોનોગેમી બક્ષે છે.
-
શ્રી અરવિંદZazi.com © 2009 . All right reserved |
Read more...