વિભાગ

સુચના

આજે ગુજરાત દિવસના પાવન અવસર પર આપને જણાવતા આનંદ થાય છે કે ઝાઝી.કોમ હવે યુનીકોડ ફોન્ટ માં ઉપલબ્ધ છે.

જુના વેબપેજ માટે અહીં કલીલ કરો….. (હિતાથૅ ફોન્ટ હોવા જરુરી છે.)

અતિથી દેવો ભવ:

We have 315 guests and no members online

મદદ

 


 



રમુજ

મારી પત્ની બહુ કરકસરવાળી છે ! તેના ડ્રેસમાંથી મારું શટૅ બનાવ્યું .

મારી પત્ની એથીય કરકસરવાળી છે. મારા શટૅમાં થી તેણે નાઈટી બનાવી.

Star InactiveStar InactiveStar InactiveStar InactiveStar Inactive
 

* એકચ્યુઅલી સ્પીકીંગ, હોમોસેકસ એ કંઇ ખૂન કે બળાત્કાર જેવો ક્રાઇમ નથી કે જેને પુરવાર કરવાનીજરુર પડે. તેમ છતાં ‘સજાતીયતા’ એ આજની તારીખે પણ ટેબુ, છોછ અને અસ્વીકાર્ય વલણ હોવાથીઘણીવાર તેને ‘પુરવાર’ કરવી પડે એવી પરિસ્થિતિ ઉદ્ભવે છે. વળી એને કાયદાકીય માન્યતા પણ મળેલ નથી જ.

* હોમોસેકસનંુ નિદાન યા ખાતરી કરવા માટે કોઇ મેડીકલ કે સાઇકોલોજીકલ ટેસ્ટ આજની તારીખે ઉપલબ્ધ નથી. કોઇ લેબોરેટરી પરિક્ષણ કે ચકાસણી શકય નથી.

* જયારે નવપરિણીત યુવક તેની પત્ની સાથે શારીરિક કામસંબંધ નથી બાંધી શકતો અને તેની પુરુષો સાથેની વર્તણુક શંકાસ્પદ જણાય ત્યારે તે સજાતીય હોવાની ધારણા કરાય છે.

* વ્યકિત જો જાતે સ્વીકારે તો જ તે ‘સજાતીય’ હોવાનુ સાબિત થઇ શકે છે અન્યથા એ મુશ્કેલ બની રહે



* ઘણીવાર પુરુષ પત્ની સાથે શરુઆતથીજ કામવ્યહવાર નથી આચરી શકતો તેની નપુંસકતાને કારણે તેમના લગ્ન અનકન્ઝુમેટેડ (વણસ્થપાયેલા) રહી જાય છે. સ્ત્રી કાયદાકીય રાહે ફરીયાદ કરે છે પુરુષ નપુંસક હોવાનુ નકારે છે એટલંુ જ નહી, જેને શક પડે તે સંબંધી સ્વજન સમક્ષ ઉત્તેજિત શીશ્ન ‘ડેમોન્સ્ટેટ’ પણ કરે છે. આવા વખતે તેની ‘સંભવિત’ સજાતીયતાને પુરવાર કરવાની જરુર પડે છે.

* ભવિષ્યમાં આવી ‘કિલનિકલ ટેસ્ટ’ ઉપલબ્ધ થશે. જેમાં પુરુષના શીશ્ન ઉપર પાતળી ‘સેન્સર્સ’ લગાડેલી રીંગ પહેરાવાશે. અને બાદ પુરુષને એકસ્કલુઝીવલી સ્ત્રીના ઉત્તેજક દ્રશ્યો બતાવાશે. જો આ દશ્યો નિહાળતી વખતે પુરુષનુ શિશ્ન સેન્સર્સ ઉપર ઉત્થાન દર્શાવશે તો તેની ‘વિજાતીયતા’ ને (હેટેરોસેકસ્યુઆલીટી) ને પુરવાર કરી શકાશે. તે જ રીતે જો તેને કેવળ પુરુષોના ઇરોટીક દ્રશ્યો બતાવતી વખતે જો તેનુ શિશ્ન ઉત્થાન દર્શાવે તો સજાતીયતા પુરવાર કરી શકાશે.

* આવી તપાસોની જરુર સવિશેષ, એટલા માટે પડે છે કે લગ્નજીવન નિષ્ફળ જાય ત્યારે ઘણી છોકરીઓ પતિ નપંુસક હોવાની ફરિયાદ કરે છે. અને છોકરાઓ એ વાત નકારી કાઢે છે. વળી ઘણીવાર છોકરીઓ તરફથી ખોટી બદનક્ષી ભરી ફરિયાદો પણ થાય છે. એ જ રીતે છોકરાની ચાલચલગત પરથી પણઘણા વાલીઓને દિકરો સજાતીય હોવાનો વહેમ પડે છે, પણ દિકરો સતત આ વાત નકાર્યા કરે છે. આપણા દેશમાં ફ્રેન્કનેસ, નિખાલસતા ઓછા હોવાથી આવા કિસ્સાઓ બન્યા જ કરે છે.

* સ્ત્રી સજાતીયતા ઉર્ફે ‘લેસ્બીયાનિઝમ’ ને પણ આજ રીતે પુરવાર (કે રુલઆઉટ) કરવાની જરુર કયારેક પડી જાય છે. નવપરિણિત છોકરી જયારે પતિના સ્પર્શ માત્ર થી અકળાઇ જાય ત્યારે આ સંભાવના વિચારાય છે.

* જો કે પુરુષનુ શીશ્નોત્થાન જે રીતે તેના આંતરિક કામાવેગોનું સ્પષ્ટ બાહય પ્રગટીકરણ ગણાય છે. એ રીતે સ્ત્રીનું કોઈ બાહય મેઝરેબલ (માપનક્ષમ) પ્રગટીકરણ નથી. આથી તેના વજાઇનલ લ્યુબ્રીકેશન (યોનિસા્રવ) ને માપવો પડે. અને તે પણ છોકરી જયારે એકસ્કલુઝીવલી છોકરીના જ ઉત્તેજક દ્રશ્યો જોતી હોય ત્યારે. તે જ તેનો ‘લેસ્બીયાનીઝમ’ ની સાબિતી મળી શકે. ‘યોનિસા્રવ’ ને માપવાનુ અધરું છે.

* અલબત, આ બધી ય સંભવિત તપાસોના પરિણામોમાં એંશીથી નેવું ટકા જેટલી જ એકયુરસી શકય હશે. કયારેક ખોટા - ભુલભર્યા - ક્ષતિપુર્ણ રીઝલ્ટ પણ આવી શક શે (ફોલ્સ પોઝીટીવ યા ફોલ્સ નેગેટીવ) જો ટેસ્ટ દરમિયાન છોકરો બહુ ચિંતાતુર હોય તો ગમે તેવા દ્રશ્યો જોઇને ય ઉત્તેજીત નથી થઇ શકતો અને જો કોઇ સજાતીય પુરુષ સ્ત્રીના ઉત્તેજક દ્રશ્યો જોતાં જોતાં ય મનમાં પુરુષની કલ્પના કરીલે તે પણ ખોટા ટેસ્ટ રીઝલ્ટ લાવી શકે છે. આમ કેવળ ટેસ્ટ પર આધાર રાખવો અધરું બની જશે.

* વળી મનમાં વ્યાપતી ઉત્તેજક ભાવના કેવળ શિશ્નોત્થાન કે યોનિસા્રવ જ નથી કરાવતી. ભાવનાથી શરીરમાં આ ઉપરાંત ધબકારામાં વધારો, પરસેવો, મસલ્સ ટોનમાં વધારો, પેલ્વીક બ્લડ ફલોમાં વધારો, બ્લ્ડ પે્રશર તથા શ્વસનમાં ફેરફાર વગેરે પણ થાય છે. આ બધા ફેરફારો જે રીતે ‘લાઇ ડિટેકશન’ ટેસ્ટમાં પોલિગા્રફિક રીતે મપાય છે તે જ રીતે સેકસ ‘ઓરિએન્ટેશન ડિટેકશન’ ટેસ્ટમાં પણ માપી શકાશે.

Zazi.com © 2009 . All right reserved