આજે ગુજરાત દિવસના પાવન અવસર પર આપને જણાવતા આનંદ થાય છે કે ઝાઝી.કોમ હવે યુનીકોડ ફોન્ટ માં ઉપલબ્ધ છે.
જુના વેબપેજ માટે અહીં કલીલ કરો….. (હિતાથૅ ફોન્ટ હોવા જરુરી છે.)
આપણને એવું ઘણી વાર સાંભળવા મળે છે, કોઇ ચાૈદ વર્ષની તરુણી રિક્ષાવાળા સાથે ભાગી ગઇ અથવા કોઇ શાકભાજીવાળા સાથે ભાગી ગઇ. એ જ રીતે ચાૈદપંદર વર્ષના યુવાનો સિગારેટ પીતાં કે બ્લ્યૂ ફિલ્મ જોતાં પકડાય છે. આવી ઘટનાઓ વારંવાર બનતી રહે છે.
આવી ઘટના બનવાનાં મૂળ જે તે બાળકના ઉછેરમાં જ હોય છે, એવું કહીએ તો કશું ખોટું નથી. જોકે, આવું ન બને તે માટે માબાપે કડકાઇ રાખવી જોઇએ એવું કહેનારો અને માનનારો ઐક મોટો વર્ગ છે. પરંતુ હકીકત એ છે કે કડકાઇ રાખવાથી આવા બનાવો નિવારી શકાતા નથી, એથી વિપરીત આવું બનવાની શકયતા વધી જાય છે.
કોઇ તરુણ કે તરુણી આવું પગલું ભરે એનો અર્થ એવો ઘટાવી શકાય કે એની સુખની વ્યાખ્યા અને એના ઘરના વડીલોની સુખની વ્યાખ્યા અલગ છે. પોતાના અને વડીલોના વિચાર બિલકુલ અલગ છે, એવી ગ્રંથિ બાળકના મનમાં ખૂબ નાનપણથી બંધાયેલી હોય તો જ એની પરાકાષ્ઠા પે ચાૈદ કે પંદર વર્ષની ઉંમરે તે તરુણ આવું પગલું ભરે છે.
આવા કિસ્સીા જે કુટુંબોમાં બને છે, એનું વાતાવરણ તપાસીએ તો ખ્યાલ આવે છે કે આવાં કુટુંબોમાં વાલીઓનું વર્તન કોઇ ને કોઇ રીતે અસામાન્ય હોય છે અથવા તો બાળક માટે કોઇને સમય હોતો જ નથી. નાનપણથી બાળકના વર્તનનું ઝીણવટભર્યુ અવલોકન કરી એમાં શું સારું અને શું ખરાબ છે, તે વડીલે પ્રેમપૂર્વક બતાવવાનું હોય છે, તેથી બાળકના મનમાં સારાં અને ખરાબ તત્વો વચ્ચેનો ભેદ સ્થીાપિત થાય છે. માબાપનું વર્તન જો આદરપૂર્ણ અને ભરોસાપાત્ર હશે તો બાળક હંમેશાં સારાં તત્વો જ પસંદ કરશે, પરંતુ કેટલાંક કુટુંબોમાં બિનજવાબદાર રીતે બાળઉછેર કરવામાં આવે છે. નાની ઉંમરે કેટલીક વાર બાળકોના વર્તનમાં અહમૂ અભિમાન, લોભલાલચ, દંભનાટકીયતા વગેરે તત્વો જોવા મળે છે. આવું વર્તન બાળક એકાદબે વાર કરે ત્યારે જ ચેતીને, પરંતુ પ્રેમપૂર્વક બાળકને એ તરફથી વાળી લેવું જોઇએ, પરંતુ અમુક વાલીઓ આ ફરજ ચૂકી જાય છે. "હશે! એ તો બાળક છે". કહી આંખ આડા કાન કરે છે, અને બાળકના મનમાં અહમૂ અભિમાન, લોભલાલચ, દંભનાટકીયતા જેવાં ત]વો પોષાવા માંડે છે. આવી વ;]ાઓ વિકસવાથી વ્યકિતત્વ ખામીયુકત રહેવાની સંભાવના રહે છે.
કેટલીક વાર માબાપ બાળકની બહુ નાનકડી ભૂલ પર બહુ કડકાઇ ભરેલું વલણ અખત્યાર કરે છે. જેથી બાળક ને ભૂલ કર્યાનો પસ્તીાવો થવાને બદલે, ભૂલ કરતાં પકડાયાનો પસ્તીાવો થાય છે. અનુભવોને આધારે બાળક શીખી લે છે કે ભૂલ કે ગેરવર્તન કરવામાં વાંધો નથી. ઘણી વાર માબાપને ખબર ન પડે તો કંઇ થતું નથી, પરંતુ પકડાઇ ગયા તો તકલીફ! તેથી બાળક હકીકત છુપાવવાનું, જૂઠું બોલવાનું કે નાટકીય વર્તન કરવાનું શીખી લે છે.
ખરેખર બાળકમાં એવો વિવાસ ઉત્પન્ન થવો જોઇએ કે મા બાપ મારી પૂરી વાત સાંભળશે, સમજશે, મારી ભૂલ કયાં થઇ, કેવી રીતે થઇ તે મને શાંતિથી પ્રેમપૂર્વક સમજાવશે અને પછી, ધારો કે, કંઇ શિક્ષા પણ કરે તો તે મારા હિતમાં જ હશે. જો માબાપ પોતાના શાંતિ, ધૈર્યપૂર્ણ અને પ્રેમભર્યા વર્તન ારા બાળકમાં આટલો વિવાસ ઉત્પન્ન કરી શકે, તો તે બાળક માબાપથી કદી કોઇ વાત છુપાવશે નહીં.
બાળકને આપણે સતત સલામત, સુરક્ષિત વાતાવરણમાં રાખી શકવાના નથી. બાળક શાળાએથી, મિત્રો પાસેથી, ટીવીફિલ્મો જોઇને, સામાયિકો વાંચીને અમુક પ્રકારનાં અનિષ્ટો શીખવાનું જ છે. આ વખતે કસોટી થાય છે, માબાપનો પ્રેમ બળવાન છે કે અનિષ્ટોનું આકર્ષણ? જો માબાપનો પ્રેમ બળવાન હશે, જો માબાપ અને સંતાન વચ્ચે સ્નીેહપૂર્ણ સંવાદનો સેતુ હશે તો બાળક ગમે તે અનિષ્ટને એકાદવાર ચકાસીને છોડી દેશે. માબાપને અંધારામાં રાખી અનિષ્ટની ગર્તામાં નહીં ધકેલાય. પોતે કરેલી ભૂલનો માબાપ પાસે નિખાલસ એકરાર કરશે અને માબાપ પણ એને પ્રેમથી સાચા માર્ગે વાળી લેશે.
સમાજમાં તમે જોશો તો માલૂમ પડશે કે એંશી ટકા જેટલાં માબાપ અને સંતાનો વચ્ચે આઠદસ વર્ષની ઉંમર પછી જ સંવાદનો સેતુ તૂટી જાય છે. આમ, બનવાનું કારણ માબાપની વધુ પડતી કડકાઇ,વધુ પડતી રોકટોક, વિસંગત વર્તન, બિનલાગણીપૂર્ણ વ્યવહાર અથવા બિનજવાબદારીપૂર્ણ ઉછેર જ હોય છે. બાળકને માથે એનો દોષ નાખી શકાય નહીં. કેમ કે બાળક તો જન્મ્યું ત્યારે ભોળું અને નાદાન હતું, એ આજે જેવું બન્યું છે તે ઉછેરના કારણે જ બન્યું છે. વળી, બાળક તો સ્વીતંત્ર મિજાજનું હોય છે, એની નજર ભવિષ્ય સામે હોય છે. જયારે માતાપિતા પોતે બાળકના જીવનમાં અંશપ બનવા માગતા હોય છે. પોતાની આશા અપેક્ષાઓ બાળકમાં કેન્ર્દિત કરીને બેઠાં હોય છે આ માબાપની ફરજ અને ગરજ છે કે બાળક સાથે સંવાદનો સેતુ કાયમ રાખે.
-
એંજલ.Zazi.com © 2009 . All right reserved |
Read more...