વિભાગ

સુચના

આજે ગુજરાત દિવસના પાવન અવસર પર આપને જણાવતા આનંદ થાય છે કે ઝાઝી.કોમ હવે યુનીકોડ ફોન્ટ માં ઉપલબ્ધ છે.

જુના વેબપેજ માટે અહીં કલીલ કરો….. (હિતાથૅ ફોન્ટ હોવા જરુરી છે.)

અતિથી દેવો ભવ:

We have 164 guests and no members online

મદદ

 


 



રમુજ

બાળક (માતાને) : મમ્મી, હું દરિયામાં નહાવા જાઉ?

માતા : ના ડૂબી જવાય.

બાળક : પણ ડેડી તો ગયા છે!

માતા : હા, પણ એનો તો વીમો ઉતરાવેલ છે.

Star InactiveStar InactiveStar InactiveStar InactiveStar Inactive
 

બાળકનો માતા પરનો વિશ્વાસ અને પ્રેમ તેમજ એ દ્વારા ઉત્પન્ન થયેલી સુરક્ષિતતાની લાગણી, એ બાળકના વિકસી રહેલા લાગણી તંત્રની મહામુલી મૂડી છે.

બાળકમાં વિશ્વાસ, પ્રેમ અને સલામતીની લાગણીનો ઉદભવ થાય એ જેટલું જરુરી છે, એટલું જ જરુરી એ પણ છે કે આ લાગણીઓને ઠેસ ન પહોંચે.

માતા ઘણી વાર પોતે સમસ્યાગ્રસ્ત હોય છે. પતિ સાથે કે સાસુ સાથેના સંબંધોમાં તણાવ હોય તો માતા માનસિક રીતે અસ્વસ્થ રહે છે. આવી માતા પોતાના બાળક સાથે કયારેક કઠોર વ્યહવાર કરી બેસે છે. માતાનો બદલાતો મૂડ બાળક પામી તો શકે છે, પરંતુ બાળક એ જીરવી શકતું નથી. સદા પ્રેમ અને હુંફ આપનારી માતા, એકાએક અનપેક્ષિત, રીતે પોતાની સાથે કઠોર રીતે વર્તે તો બાળક મૂંઝાઇ જાય છે. બાળકને સતત પ્રેમ અને સલામતીની અપેક્ષા હોય છે. એવામાં માતા તરફથી રુક્ષતાનો અનુભવ થાય તો બાળક એ સ્વીકારી શકતું નથી.



માતાની કઠોરતા ઘણી વાર દેખીતી ન હોય. બાળક પ્રત્યેની બધી જવાબદારી માતા બરાબર અદા કરતી હોય, પરંતુ માત્ર એમાં થોડા પ્રેમભર્યા સ્પર્શની કે હુંફની કમી હોય, માત્ર થોડા પ્રેમભર્યા અવાજો કે મમતાભર્યા હાવભાવની કમી હોય તો પણ બાળકને મન અપેક્ષાભંગ થાય છે.

ઘણી વાર, માતા સામાન્ય સંજોગોમાં તો બાળકને પ્રેમ, હુંફ અને કાળજી આપી શકે છે. પરંતુ દાંપત્ય જીવનની કેટલીક તણાવભરેલી ક્ષણોમાં એને પોતાનું સમગ્ર લગ્નજીવન નિષ્ફળ લાગે છે. અને બાળક એ નિષ્ફળ લગ્નજીવનની પેદાશ હોવાથી બાળક બોજારુપ લાગવા માંડે છે. માતાના મનમાં આ ભ ાવ થોડા સમય માટે પણ રહે તો બાળક પ્રત્યેના વર્તનમાં એ દેખાઇ આવે છે. સદા પ્રેમાળ રહેનારી માતા આજે પોતાની ઉપેક્ષા કેમ કરે છે, એવી દ્વિધા બાળકના મનમાં ઉત્પન્ન થાય છે.

બાળક પ્રત્યેના વાત્સલ્યમાં સાતત્યનો અભાવક્ષણિક ઉપેક્ષા ઘણી માતાઓના વર્તનમાં જોવા મળે છે. આ સાતત્યના અભાવને પરિણામે, ક્ષણિક ઉપેક્ષા ને કારણે જે દ્વિધા બાળકના મગજમાં ઉત્પન્ન થાય છે. તેના કારણે બાળકને પ્રથમવાર અવિશ્વાસ અને અસલામતીની લાગણીનો અનુભવ થાય છે આ લાગણીનો મુકાબલો કઇ રીતે કરવો તે બાળક સમજી શકતું નથી. પોતાના કયા વાંકને કારણે આમ બન્યું તે બાળક સમજી શકતંુ નથી. ભવિષ્યમાં આવું ન થાય તે માટે શું કરવાનું તે બાળક સમજી શકતું નથી. એટલે બાળક માનસીક રીતે અસ્વસ્થ રહે છે.

પતિ પત્ની વચ્ચે વિખવાદ હોય, સાસુ વહુ વચ્ચે વિખવાદ હોય વહુ પુરેપુરી રીતે ઘરમાં પ્રસન્ન નહોય તો નવજાત શિશુના ઉછેર પર ચોકકસ અસર પડે છે આ પરિસ્થિતિમાં બાળકના વ્યકિતત્વમાં દ્વિધા અસુરક્ષા અને અવિશ્વાસની ભાવના ઘર કરી જાય છે ને બાળક જીવનભર આ લાગણીથી પીછો છોડવી શકતું નથી.

 

Zazi.com © 2009 . All right reserved