આજે ગુજરાત દિવસના પાવન અવસર પર આપને જણાવતા આનંદ થાય છે કે ઝાઝી.કોમ હવે યુનીકોડ ફોન્ટ માં ઉપલબ્ધ છે.
જુના વેબપેજ માટે અહીં કલીલ કરો….. (હિતાથૅ ફોન્ટ હોવા જરુરી છે.)
જન્મેલું બાળક મહદંશે ના સમજ હોય છે. પોતાની જૈવિક ક્રિયાઓ સિવાય બીજી કોઇ સમજ એનામાં હોતી નથી. ભૂખ, તરસ, ઠંડી, ગરમી અને પીડા સિવાય બીજી વિશેષ અનુભુતિઓ એને થઇ શકતી નથી. જેમ જેમ બાળક મોટું થાય છે, તેમ તેમ એ પોતાની આજુ બાજુના વાતાવરણથી અનુભવી ગ્રહણ કરતું રહે છે. નવું જન્મેલું બાળક જોઇને, સાંભળીને, ર્સ્પશીને, સંૂઘીને, ચાખીને પોતાના અનુભવોનું ભાથું એકઠું કરે છે. વિશ્વમાં બે મહિના ગાળ્યા બાદ માતાના ચહેરા સાથે એનું અનુસંધાન સંધાઇ જાય છે. એ ચહેરાને બાળક ઓળખી શકે છે. આ સમયે પોતાની આસપાસના વિશ્વના મૈત્રી સભર વાતાવરણથી પ્રસન્ન થયેલું બાળક અજાણી વ્યકિત સામે પણ સ્મિત ફરકાવવા જેટલુ ઉત્સાહિત હોય છે.
જન્મ સમયે બાળક બિલકુલ પરાવલંબી હોય છે. દર બે ત્રણ કલાકે દૂધ માટે બાળકને માતાનો આધાર લેવો પડે છે. ઝાડો પેશાબ થાય ત્યારે પણ સ્વચ્છ થવા માટે માતાનો આધાર લેવો પડે છે. ઠંડી કે ગરમી અનુસાર કપડાં ઓઢાડવાં કે દૂર કરવાં માટે પણ બાળકે બીજા પર આશ્રિત રહેવુૂં પડે છે.
બાળક માટે આ કામ માતા કરે છે. આ કામ માતા ચોકસાઇથી, ખંતથી, નિયમિતતાથી કરે છે. એટલે નવજાત શિશૂ મનમાં એવો વિશ્વાસ બંધાય છે કે આ વિશ્વમાં કોઇ મારી કાળજી લેનારું છે. મને ભૂ ખ, તરસ કે ઠંડી ગરમી લાગે ત્યારે મારી સૂવિધાનો ખ્યાલ રાખનારું કોઇક છે. આમ નિસહાય દશામાં જીવન શરુ કરનાર બાળકને માતાનો આધાર સાંપડતા એના મનમાં વિશ્વાસની પ્રબળ લાગણી બંઘાય છે.
વળી, માતા બાળક પ્રત્યેની આ ફરજો માત્ર યાંત્રિકતાથી બજાવતી નથી. એ પ્રેમ અને ઉમળકાથી આ બધાં કામ કરે છે. માતાના સ્પર્શની હુંફ દ્વારા બાળક એ પામી શકે છે. માતાના પે્રમભર્યા અવાજ અને વાત્સલ્ય ભર્યા ચહેરા પરથી બાળક એ પારખી શકે છે. આમ જન્મ પછી થોડા સમયમાં જ બાળકના મનમાં પ્રેમની પ્રબળ લાગણી પણ જન્મ લે છે.
માતા પ્રત્યેના આ વિશ્વાસ અને આ પ્રેમની લાગણીને કારણે બાળકમાં સલામતીની લાગણી જન્મે છે. બાળકને શ્રધ્ધા રહે છે કે મને કંઇ પણ તકલીફ થશે, કોઇ પણ પ્રકારનો ભય ઊભો થશે, તો મારી માતા મારી પડખે મારી સૂરક્ષા માટે તૈયાર રહેશે.
નાની ઉંમરમાં બાળકનાં મનમાં વિશ્વાસ, પ્રેમ અને સલામતીની લાગણીઓ બંધાય એ બાળકના સ્વસ્થ માનસિક વિકાસ માટે અનિવાર્ય છે.
જે નવજાત બાળક નાની વયમાં માતાના પે્રમથી વંચિત રહે છે, એનું વ્યકિતત્વ ખામી ભરેલું હોવાની વિશેષ શકયતા રહે છે. નાની વયમાં માતા તરફથી પુરતાં પ્રેમ અને કાળજી ન મેળવનાર બાળક ભય, અધૂરપ અને અસુરક્ષાની લાગણીથી પીડાય છે. આ ભય, અધૂરપ અને અસુરક્ષાની લાગણી એના મનમાં ઊડેં સુધી ઘર કરી જાય છે અને જીવનભર એ વ્યકિત એનાથી પીડા ભોગવે છે.
અનાથ બાળકો, અનૌરસ બાળકો, માનસિક સમસ્યાનો શિકાર બનવાની વધુ શકયતા હોય છે. માતાનંુ અવસાન થવાથી અથવા બીજા કારણથી જો કોઇ અન્ય વ્યકિત (ફોઇ, માસી, દાદી) બાળકને મમતાપૂર્વક ઉછેરી શકે તો બાળકને વિશેષ તકલીફ થતી નથી. બાળક એ વ્યકિતને માતૃસર્દશ આકૃતિ (મેટરનલ ફિગર) તરીકે સ્વીકારી શકે છે.
માતા ઉપસ્થિત હોય, પરંતુ એનામાં માતૃત્વના ગુણ પૂરતા પ્રમાણમાં ન હોય, બાળકને લગતી વિવિઘ જવાબદારી અદા કરવાનો કંટાળો આવતો હોય, તેના કાર્યમાં ખંત, ચોકસાઇ. પ્રેમ કે ઉમળકાનો અભાવ હોય તોપણ એ પામી જાય છે અને આ અભાવની લાગણી પણ જીવનભર બાળકના વ્યકિતત્વનો ભાગ બની જાય છે.
-
નેપોલિયન બોનાપાર્ટZazi.com © 2009 . All right reserved |
Read more...