વિભાગ

સુચના

આજે ગુજરાત દિવસના પાવન અવસર પર આપને જણાવતા આનંદ થાય છે કે ઝાઝી.કોમ હવે યુનીકોડ ફોન્ટ માં ઉપલબ્ધ છે.

જુના વેબપેજ માટે અહીં કલીલ કરો….. (હિતાથૅ ફોન્ટ હોવા જરુરી છે.)

અતિથી દેવો ભવ:

We have 70 guests and no members online

મદદ

 


 



રમુજ

દર્દી :ડોકટર સાહેબ, ઓપરેશન પહેલાં તો તમે કહ્યું હતું કે દસ હજારનો ખર્ચ થશે. હવે બાર હજાર કેમ માંગો છો?

ડોકટર :વાસ્તવમાં વાત એમ છે કે તમારું ઓપરેશન કરતી વખતે મારું પાકીટ તમારા પેટમાં રહી ગયું છે. એમાં બે હજાર રૂપિયા હતા.

Star InactiveStar InactiveStar InactiveStar InactiveStar Inactive
 

તમે કોઈવાર નવાં જન્મેલાં બાળકની આંખો માં તાકીને જોયુ છે? નવુ જન્મેલું બાળક બધાએ જોયું હોય. એની આખોમાંથી શું ડોકાય છે? જો બે જ શબ્દોમાં એ રજૂ કરવાનું હોય તો કહી શકાય કે નવજાત બાળકની આંખોમાં ભારોભાર વિસ્મય અને નિર્દોષતા ડોકાય છે. પોતે જે સંસારમાં આવી પડયું છે, આ શું છે કેવું છે ? એ જાણવામાણવા અને પ્રમાણવા માટે એની આંખોમાં વિસ્મય છે. જે સમયસર કુતુહલ અને જિજ્ઞાસાનું રુપ લે છે. આ વિસ્મય, આ કુતુહલ અને આ જિજ્ઞાસા જ જ્ઞાનનો પાયો છે. આ વિસ્મયની મુડીના આધાર પર જ બાળક જ્ઞાન મેળવે છે. શિક્ષણ મેળવે છે. બોદ્ધિક રીતે સંપન્ન થાય છેે. વિસ્મયનો યોગ્ય વિકાસ બાળકને જ્ઞાની, વિદ્વાન કે પ્રબુદ્ધ બનાવે છે અને વિસ્મયનો નાશ કે અભાવ બાળકને નીરસતા, કંટાળો, આળસ અને સ્થગિતતાનો અનુુભવ કરાવે છે.

બાળકની બીજી મુડી છે એની નિર્દોષતા, એનુ ભોળપણ. દરેક વ્યકિત જન્મે છે ત્યારે નિર્દોષતા કે ભોળપણનો ભંડાર લઇ ને જન્મે છે. ચાલાકી, ખટપટ, અભિનય, લુચ્ચાઇ, સ્વાર્થ, સકીર્ણતા કે મલિનતા જન્મજાત હોતા નથી. જીવનભર બાળક ભોળપણ અને નિર્દોષતાના ભોગે આ બધા ગુણો? શીખતું રહે છે. આજે આપણે જે પ્રકારનું જીવન જીવીએ છીએ એમાં કોનું ભોળપણ અક્ષુણ્ણ રહી શકે? કોની નિર્દોષતા અખંડ રહી શકે?



તાત્પર્ય એ છે કે દરેક બાળક પાસે વિસ્મય અને નિર્દોષતાની એવી મુડી હોય છે કે જે સરળ અને સત્વશીલ જીવન જીવવા માટે ખુબ જરુરી હોય છે. કમભાગ્યે મોટા ભાગના બાળકો એમના માબાપની અને સમાજની અસર અને દોરવણી હેઠળ આ વિસ્મય અને આ નિર્દોષતા ગુમાવી બેસે છે અને આપણા બાળકો આપણા જેવાં જ નઠોર, નકામા, રીઢાં અને બીબાંઢાળ બની જાય છે.

આપણા મનમાં સતત એવો ભાાવ હોય છે કે આપણે બાળકોને કંઇક આપવાનું છે. કંઇક શીખવવાનું છે, એમને કંઇક બનાવવાના છે.

આ વડીલપણાનો ભાવ આ ગુરુતાગં્રથિ બાળકના મુકત વિકાસમાં અવરોધરુપ બને છે.

ખરેખર તો બાળકને આપી શકાય એવું શંુ હોય છે આપણી પાસે? આપણી પાસે એવી કઇ મુડી છે જે આપણે બાળકને આપી શકવાના હતા?

બાળક પાસે જે છે, તે આપણી પાસે નથી, તેથી બાળક પાસેથી વાસ્તવમાં આપણે ઘણંુ શીખવાનંુ છે. બાળકને આપણે કંઇ આપવાનું છે એવો ભાર આપણે મગજ પરથી વહેલી તકે કાઢી નાખવો જોઇએ.

બાળક પાસેથી એના વિસ્મયનો કે એની નિર્દોષતાનો અંશ પણ આપણને મળી જાય તો જીવન ધન્ય થઇ જાય. એય શકય ન હોય તો, ઓછામાં ઓછું, માબાપ તરીકે, વડીલ તરીકે આપણે બાળકને એવંુ વાતાવરણ પુરંુ પાડવાનું છે, જેમાં બાળકનુ વિસ્મય અખંડ રહે, બાળકની નિર્દોષતા સચવાઇ રહે.

દરેક બાળક પોતાની આગવી રીતે આપણાં હસ્તક્ષેપ વગર જીવનનો અખુટ પ્રવાહ માણે એ બહુ જરુરી છે.

 

Zazi.com © 2009 . All right reserved