વિભાગ

સુચના

આજે ગુજરાત દિવસના પાવન અવસર પર આપને જણાવતા આનંદ થાય છે કે ઝાઝી.કોમ હવે યુનીકોડ ફોન્ટ માં ઉપલબ્ધ છે.

જુના વેબપેજ માટે અહીં કલીલ કરો….. (હિતાથૅ ફોન્ટ હોવા જરુરી છે.)

અતિથી દેવો ભવ:

We have 115 guests and no members online

મદદ

 


 



રમુજ

સરલાએ તેની બહેનપણી કમલાને પૂછયું, અરે કમલા, આ હાર તને કેટલામાં મળ્યો?

કમલાએ જવાબ આપ્યો, ખાસ કંઈ વધુ નહિ. એક દિવસ રડવામાં અને બે ટંક નહિ જમવામાં.

Star InactiveStar InactiveStar InactiveStar InactiveStar Inactive
 

પતિ પત્ની વચ્ચે વધુ બોલાચાલી થતા હોય તો વડીલો કહેતાં હોય છે, તમારાં બાળકો મોટાં થયા, હવે તો ઝઘડવાનું બંધ કરો!

મા બાપના વણસેલા સંબંધોની બાળકના માનસિક વિકાસ પર ખરાબ અસર થાય, એવું તો સૌ કોઈ સ્વીકારે છે. પરંતુ આપણી ભૂલ ભરેલી માન્યતા એ છે કે બાળકો થોડા મોટાં થાય, પછી આ માનસિક અસર થાય છે. નાનાં બાળકને તો માબાપના સંબંધોની ખબર ન પડે. સત્ય હકીકત જરા જુદી છે.

બાળક જન્મે છે ત્યારથી સંપૂર્ણ પણે માતા પર આધારિત હોય છે, પરાવલંબી હોય છે. બાળકની ભૂખ, તરસ, ટાઢ, ગરમી, પીડા જેવી તકલીફ માતા સાથે આત્મીયતા બંધાય છે અને માતાના સ્પર્શમાં રહેલી હૂંફ, હાવભાવમાં રહેલું વ્હાલ અને અવાજમાં રહેલી ઊર્મિને બાળક ઓળખતું થાય છે. હવે જયારે જયારે આ બાળકના માબાપ વચ્ચે ઝઘડો થાય છે ત્યારે માતા બાળકને સ્પર્શ, હાવભાવ અને અવાજ દ્વારા પૂરક ઉમળકાથી પ્રેમ આપી શકતી નથી.

દંપતિ વચ્ચે સંબંધો વણસેલા હોય તો માતાના મૂડ પ્રમાણે બાળકને મળતો પ્રેમ ઓછોવત્તો થાય છે. છ મહિનાનું બાળક પણ પોતાને મળતાં પ્રેમમાં થતી આ વધઘટ સમજી શકે છે. પોતાના કયા વાંકને કારણે આમ બને છે, એનો એને ખ્યાલ આવતો નથી. પ્રેમ, હૂંફ, વ્હાલની આ લાગણીમાં સાતત્યના અભાવને કારણે બાળક મૂંઝાય છે, વ્યગ્ર થાય છે, ચીડિયું બને છે, રડે છે અને જિદ્દી થાય છે. આમ, બાળકો મોટાં અને સમજદાર થાય પછી જ માબાપના વણસેલા સંબંધોની બાળક પર ખરાબ અસર પડે એવું નથી. છ મહિનાનું બાળક પણ માબાપના ઝઘડાને કારણે અપાર પીડા ભોગવે છે.

માબાપ વચ્ચેના સંબંધોની કક્ષા બાળકના માનસિક વિકાસ પર, બાળકના વ્યકિતત્વ ઘડતર પર મોટી અસર કરે છે. બાળકને મન માબાપના રોલમોડેલ જેવા હોય છે. એમના કેવા વર્તનનું કેવું કેવું ફળ મળે છે એનું બાળકો કાળજીપૂર્વક નિરીક્ષણ કરતાં હોય છે. ઘરમાં સતત કચ-કચ કરીને પોતાનું ધાર્યુ કરાવતી માતા પાસેથી બાળક જીદ શીખે છે. કચ-કચ કરતી પત્નીને ચૂપ કરવા માટે બરાડા પાડતા કે હાથ ઉગામી દેતા પિતા પાસેથી બાળક ગુસ્સો

શીખે છે. બાળકની હાજરીમાં, જીવન પ્રત્યે સતત અસંતોષ વ્યકત કરતી માતા પાસેથી બાળક અસંતોષી રહેવાનું શીખે છે. પત્નીની ફરિયાદોને બિલકુલ ધ્યાન પર ન લેનાર પતિ પાસેથી બાળક નફફટાઈ અને નઠોરતા શીખે છે.

મમ્મી જયારે બાળકને ભણવા અથવા જમવા બેસાડે અને ત્યારે થોડું દબાણ કરે તે વખતે બાળક, મમ્મીને ચૂપ કરવા માટે પોતાના પપ્પા જે પ્રકારનું વર્તન કરે છે, એ પ્રકારનંુ વર્તન અમલમાં મૂકી જુએ છે. પપ્પા જયારે બાળકને ફરવા લઈ જાય છે ત્યારે આઈસ્ક્રીમ માટે જીદ કરતી વખતે બાળક, મમ્મીની સાડી અથવા ઘરેણાં કેવી રીતે મેળવીને જ જંપે છે તે વર્તનનું અનુકરણ કરવાની કોશિષ કરે છે.

જે પતિ-પત્નિ વચ્ચે સંવાદિતા હોય, એક બીજાને જેઓ સન્માન આપતા હોય, એકબીજાના સ્વમાનની જેઓ રક્ષા કરતાં હોય તેમનાં બાળકો નમ્ર અને વિવેકી બને છે. એટલું જ નહીં, એમના સ્વભાવમાં હઠ, જિદ, લાલસા અને અસંતોષ ન હોવાથી એમની સફળ થવાની શકયતા પણ વધી જાય છે. જીવનની નાની-મોટી મુશ્કેલીનો સામનો તેઓ સરળતાથી કરી શકે છે.

બાળકને મન માબાપ એમની જિંદગીની ઈમારતના પાયા સમાન હોય છે. બાળક એ બંનેના કારણને જ દુનિયામાં આવ્યું છે, અને એમના વિનાના જીવનની એ કલ્પના પણ કરી શકતું નથી. સતત ઝઘડો કરતાં માબાપ એ કેટલાંક બાળકના બાળપણની સૌથી દુઃખદ અને કમનસીબ અવસ્થા છે. કેટલાંક બાળકો અભ્યાસમાં કે એમના અન્ય કાર્યમાં એકાગ્રતા નથી કેળવી શકતાં, એનું મુખ્ય કારણ માબાપના વણસેલા સંબંધોને કારણે બાળકના મનમાં ઉજેલી હતાશા જ હોય છે.

બાળકોને નાની ઉંમરે સાયકલ, વીડીયો ગેઈમ્સ કે કોમ્પ્યુટર અપાવીને ખુશ કરવા મથતા મા-બાપને ખ્યાલ હોવો જોઈએ કે માબાપ વચ્ચેના સુમેળભર્યા સંબંધો એ જ બાળકને મન બાળપણની સૌથી મોટી ભેર હોય છે.

 

Zazi.com © 2009 . All right reserved