આજે ગુજરાત દિવસના પાવન અવસર પર આપને જણાવતા આનંદ થાય છે કે ઝાઝી.કોમ હવે યુનીકોડ ફોન્ટ માં ઉપલબ્ધ છે.
જુના વેબપેજ માટે અહીં કલીલ કરો….. (હિતાથૅ ફોન્ટ હોવા જરુરી છે.)
દરેક વ્યકિત જીવનમાં આગળ વધવા માગે છે. એ વાત જો પોતાની ક્ષમતાનો શ્રેષ્ઠ ઉપયોગ કરીને સારાં પરિણામો મેળવવા સુધી સીમિત હોય તો એ આવકારદાયક જ ગણાય, પરંતુ બીજાઓ કેમ આગળ નીકળી ગયા? મારે એમનાથી આગળ નીકળવું છે. જેવા વિચારો તીવ્ર સ્પર્ધાત્મકતા સૂચવે છે. જે ઈર્ષા અને દેખાદેખીના પાયા પર ટકેલી હોય છે.
સ્વ-વિકાસને કેન્દ્ભમાં રાખીને આગળ વધવાની ઈચ્છામાં વ્યકિતની ગરિમાનો સ્વીકાર છે. ઈર્ષાપ્રેરિત સ્પર્ધાત્મકતાની ભાવના વ્યકિતની ગરિમા નથી.
વળી, સ્પર્ધાત્મકતાની ભાવના વ્યકિતની અંદરથી ઉદ્ભવેલી છે કે બહારથી થોપવામાં આવી છે કે એ પણ મહત્ત્વનું છે. ખાસ કરીને બાળકોના કિસ્સામાં આવી તીવ્ર સ્પર્ધાત્મકતા માબાપ દ્વારા બાળકો પર થોપવામાં આવે છે.
આપણે સ્પર્ધાત્મકતાની વાત કરવી નથી. આપણે એવા એક વિષયની વાત કરવી છે, જે વિષય સ્પર્ધાત્મકતાની સાથે અનિવાર્યપણે સંકળાયેલો છે. એ વિષય છે. નિષ્ફળતા વિષે માબાપનો અને બાળકનો અભિગમ.
બાળક પર ભણતરનો ભાર વધી જાય બાળકને થોડો ચેઇન્જ મળે, થોડું મનોરંજન મળી રહે, તે માટે શાણા માણસોએ "ઇત્તરપ્રવૃતિ" વગેરેનું (એકસ્ટ્રા કરિકયુલર એકિટવિટીનું) મહત્વ માબાપને સમજાવ્યું.
આજકાલનાં માબાપ ઇત્તરપ્રવૃતિનું મહત્વ સમજે છે. પોતાનાં બાળકો નૃત્ય સંગીત, ચિત્રકામ, તરણ, જિમ્નેસ્ટિકસ, કરાટે. અન્ય સ્પોર્ટસ શી‘ે તે માટે તેઓ પ્રયાસ પણ કરે છે. તો પણ કયાંક કશુંક સમસ્યાકારક છે.
રાજવીના મમ્મીએ ડાન્સીંગ કલાસની આખા વર્ષની ફી ભરી દીધી છે, પણ રાજવી હવે પહેલા દિવસે જ કલાસમાં જવાની ના પાડે છે. અર્જૂને આ‘ું વર્ષ ચિત્રકામના વર્ગ ઉત્સાહથી ભર્યા, ચિત્રકામની પરીક્ષા માટેની ફી ભરાઇ ગઇ, હવે એ પરીક્ષા આપવાની ના પાડે છે. માબાપના આગ્રહથી સૌમ્ય સંગીત, તરણ અને ચિત્રકળા શી‘વા તો જાય છે પરંતુ એનામાં ઉત્સાહ કે આનંદવર્તાતો નથી. ઘકકા મારીને મોકલવો પડે છે. સંગીત શી‘નાર નિરાલીને કોમ્પિટિશનમાં ભાગ લેવડાવવા માટે બળજબરી કરવીપડે છે. છેલ્લા દિવસે એ પાણીમાં બેસી જાય છે.
આજનો યુગ સ્પર્ધાત્મક યુગ છે. નાના મોટા સહુ નંબર ગેઇમનો શિકાર છે. બધાંએ પોતાની જાતને બીજાની નજરોમાં સાબિત કરવી છે.
"પોતે શું છીએ?" એના કરતાં બીજા આપણે માટે શું માને છે, એનું આપણે વધારે મહત્વ આંકીએ છીએ. આપણે આપણી શકિત, ક્ષમતા, પરિસ્થિતિ કે જરુરીઆતનો વિચાર કર્યા વગર બીજાઓ આપણી પાસે શી અપેક્ષા રાખે છે, તેનો વિચાર કરીએ છીએ, આપણે ઘણી વાર આપણું ધ્યેય નકકી કરવા માટે અથવા આયોજન નકકી કરવા માટે બીજાઓની અપેક્ષા શી છે તે વિચારીએ છીએ. સમાજના માપદંડો શા છે તે વિચારીએ છીએ. આપણી ક્ષમતા કે આપણી ઇચ્છા શી છે તે વિચારતાં નથી. કેટલીક વાર તો માત્ર દેખાદેખી અને ઇર્ષાથી મારે પણ આમ કરવું જોઇએ એને આટલી પ્રસિદ્ધિ મળી તા મને પણ મળવી જોઇએ જેવા વિચારોથી આપણે પીડાતા હોઇએ છીએ. આવા વિચારો આપણાં દુખનું એક મહત્વનું કારણ છે. આપણાં આયોજન, ધ્યેય અને મહત્વાકાંક્ષાઓ ઉંચાં અને આપણી ક્ષમતાઓ અને સવલતો ઓછી હોવાને કારણે જે નિષ્ફળતા મળે છે, એની તાણ આપણે જીવનભર ભોગવીએ છીએ.
બાળક્નાં જન્મથી લોભી કે લાલચુ હોતું નથી. એના ઉછેર દરમિયાન એ લોભી કે લાલચુ બને છે. નાની ઉંમરથી જ બાળકો સાથે આપણે શરત મૂકતા થઈ જઈએ છીએ. આમ કરશે તો ચોકલેટ આપીશું, આમ કરશે તો આઈસક્રીમ આપીશું, આમ કરશે તો ફરવા લઈ જઈશ.આપણું ઈચ્છીત કાર્ય બાળક પાસે કરાવવા માટે અથવા અનિચ્છીત કાર્યથી બાળકને દુર રાખવા માટે આપણે આવી લાલચ આપતાં હોઈએ છીએ. મોટે ભાગે ભણવા માટે, જમી લેવા માટે અને તોફાન ન કરવા માટે આવી લાલચો આપવામાં આવતી હોય છે. બાળક નાદાન હોવાથી આવી લાલચોનો ભોગ બને છે. બાળક મનમાં આવો બોધપાઠ ગ્રહણ કરે છે કે કશુંક મનગમતું મેળવવા માટે કશુંક અણગમતું કરવું પડતું હોય છે. આમ, આઈસક્રીમ, ચોકલેટ કે બહાર ફરવા જવાનું બાળકના મનગમતી વસ્તુ તરીકે અને ભણવું, જમવું અને તોફાન ન કરવું એ અણગમતી વસ્તુ તરીકે સ્થીાપિત થાય છે. બાળક આ કાર્ય દિલથી કરતું નથી માત્ર મનગમતી વસ્તુ મેળવવાના લોભથી કરે છે. કાર્ય કરતી વખતે એનું ચિત્ર મનગમતી વસ્તુની લાલચમાં જ હોવાથી, જે તે કાર્યને બાળક યોઞ્ય ન્યાય આપી શકતું નથી. મનગમતી વસ્તુ મેળવવા માટે બાળક જુઠું બોલતાં, નાટક કરતાં પણ શીખે છે. બ્ળાાક અધીરું અને અસંયમી બને છે.
બાળકો મોટાં થઈ નવો અવતાર પામતાં નથી. બાળપણમાં જે બાળક જે કંઈ શીખે છે, ગ્રહણ કરે છે, એના પુખ્ત વ્યકિતત્વનું નિર્માણ થાય છે. બાળપણમાં ઘર કરી ગયેલ દુર્વૃત્તિઓ, દુર્ગુણો સ્વભાવનો હિસ્સો બની જાય છે. વ્યકિતના વ્યકિતત્વમાંથી એના બાળપણમાં એણે કેળવણી વૃત્તિઓ સરળતાથી દૂર કરી શકાતી નથી.
તેથી જ બાળક નાનું હોય ત્યારે બાળકના દુર્ગુણો અને દુર્વૃત્તિને જાણ્યે અજાણ્યે પ્રોત્સાહન ન અપાઈ જાય તેનું ધ્યાન રાખવું જોઈએ. બાળકનાં તોફાન, જીદ ગેરવર્તન, અસભ્યતા વગેરે ચલાવી લઈને માબાપ એ નાદાન બાળકનું મોટું અહિત કરે છે. એટલું જ નહીં, કેટલાંક કુટુંબોમાં તો બાળકને આવું કરવા માટે પ્રોત્સાહન મળે એવું વાતાવરણ ઊભું કરવામાં આવે છે.
બાળક આઠ મહિનાનું થાય ત્યારથી જ આપણે ત્યાં, "ચાલ, હત્તા કરી દે!" શીખવવામાં આવે છે. બાળક મા-બાપ, દાદા-દાદી ગમે તેની ઉપર હાથ ઉપાડે છે અને બધાં ખુશ થાય છે. બાળકને હાથ ઉપાડવાનું શીખવવામાં માબાપ તો ઠીક છે, કોઈ કાકા, પિતરાઈઓ, અડોશી-પડોશી, બધાં યથાશકિત ફાળો આપે છે. બાળકને "વીરતા"ના પાઠ શીખવી આ બધાં તો છૂ થઈ જાય છે, પછી ચાર-પાંચ કે સાત વર્ષે જયારે બાળક આ વીરતાનો પ્રયોગ કરવા જાય છે ત્યારે એને માર પડે છે, ઠપકો મળે છે.
-
કનૈયાલાલ મુનશીZazi.com © 2009 . All right reserved | Feed Entries |