વિભાગ

સુચના

આજે ગુજરાત દિવસના પાવન અવસર પર આપને જણાવતા આનંદ થાય છે કે ઝાઝી.કોમ હવે યુનીકોડ ફોન્ટ માં ઉપલબ્ધ છે.

જુના વેબપેજ માટે અહીં કલીલ કરો….. (હિતાથૅ ફોન્ટ હોવા જરુરી છે.)

અતિથી દેવો ભવ:

We have 385 guests and no members online

મદદ

 


 



રમુજ

પત્રકાર : અગર વિપક્ષમાંથી કોઈ નેતા તમારી પાર્ટીમાં સામેલ થઈ જાય તો તમે એને શું કહેશો?

નેતાજી : હ્યદય પરિવર્તન.

Star InactiveStar InactiveStar InactiveStar InactiveStar Inactive
 

આપણું મોટું મગજ અને નાનું મગજ અને જ્ઞાનતંતુઓની ક્રિયાનાં સમન્વયથી આપણાં શરીરની હલનચલન પર આપણો કાબૂ જળવાઈ રહે છે. આ સમન્વયમાં તકલીફ ઊભી થાય ત્યારે ધ્રૂજારી,લથડીયા,કે બેકાબૂ હલનચલનની ફરિયાદ ઊભી થાય છે.ભય ચિંતા કે ગુસ્સાને કારણે શરીર ક્ષણિક ધ્રૂજારી અનુભવે છે. વ્રધ્ધાવસ્થામાં લોહીનું પરિભ્રમણ ધીમું પડવાથી મગજનાં કોષોને ઓછું પોષણ મળે છે,જેથી વ્રધ્ધોનાં આંગળા, હોઠ, જડબું,કે માથુ હલ્યા કરે છે.થાઇરોઈડ ગ્રંથિની અતિકાર્યશીલતાથી પણ ધ્રૂજારી થાય છે. દારુ, તમાકુના વ્યસનીઓ પણ પોતાના હાથ સ્થિર રાખી શકતા નથી. વારંવાર અને વધુ પડતી કોફી પીનારાને પણ ધ્રૂજારી અનુભવાય છે. કેટલાક રોગ જેવાકે મેનેન્જાઇટીસ, મગજમાં ગાંઠ કે રકતસ્ત્રાવને લીધે ત્યાંના કોષો નિષ્ક્રીય થઈ જાય ત્યારે રોગી સતત ધ્રૂજારી અનુભવે છે. પારકીન્સન્સ ડીસીઝને નામે જાણીતા કંપવાતમાં રોગી જાણૈ માળા ફેરવતો હોય તેવી ક્રિયામાં તેના આંગળા ધ્રૂજતા દેખાય છે.

આયુર્વેદ આ તકલીફને વાયુનો રોગ ગણે છે.શરીરની બધી તંદુરસ્ત ક્રિયાશીલતા વાયુને આભારી છે. વાયુ બગડવાથી કંપવાત નામનો રોગ થાય છે. બહુ લાંબા વખતનો ન હોય તેવો, યુવાન વ્યકિતને થયેલો આરોગ આયુર્વેદિક સારવારથી સારો થઈ શકે
છે. વધુ પડતા વાયડા ખોરાક ખાવાથી,ઉંમર વધવાથી,ખૂબ ઉપવાસો કરવાથી, વધૂ પડતો પરિશ્રમ કરવાથી, લાંબી બિમારીથી, અતિરકતસ્ત્રાવથી, ઝાડા પેશાબનેરોકી રાખવાની આદતથી શરીરમાં વાયુનો પ્રકોપ થાય છે.

ધ્રૂજારીની શરુઆત થઈ હોય તેવા દર્દીઓને આયુર્વેદિક શેક, માલિશ બસ્તિના પ્રયોગો, ઘી તેલના અૌષધ પ્રયોગોથી સારા કરી શકાય છે. બલાતેલનું માલિશ કર્યા પછી નગોળનાં પાનનો વરાળિયો શેક લેવાથી ધ્રૂજારીમાં ગણતરીના દિવસોમાં ગણનાપાત્ર સુધારો દેખાય છે. ધ્રૂજારીના દર્દીઓ માટે ખૂબ ઉપયોગી એવા બે અૌષધિ પ્રયોગો છે,જે તદદન નિર્દોષ અને અસરકારક છે.તેમાં પહેલા પ્રયોગમાં રોજ સવારે અન ેરાત્રે એક કપ દૂધ અને એક કપ પા ણીમાં જરુર પૂરતી સાકર અને દશ ગા્રમ કૌંચાબીજનું ચૂર્ણ નાખી,બધું પાણી બળી જાય ત્યાં સુધી ધીમા તાપે ઉકાળી એ દૂધ પીવાથી કંપવાતમાં ઘણો ફાયદો થાય છે. તેજ પ્રમાણે એક ચમચી સૂંઠનો એક કપ પાણીમાં ઉકાળો બનાવીને તે સૂંઠનું પાણી ગાળી લઇને તેમાં એક ચમચી દિવેલ નાખીને પીવાથી પણ કંપવાતમાં ફાયદો થાય છે.
આ સિવાયના પણ ઘણાં અૌષધો કંપવાત માટેના છે પરંતુ તે વૈદની દેખરેખ હેઠળ થઇ શકે તેવા હોવાથી તેનો ઉલ્લેખ કર્યો નથી. છતાં એટલું નકકી કે અતિશય વ્રધ્ધ અને લાંબા સમયથી પીડાતા કંપવાતના દર્દીઓ કદાચ આ પ્રયોગથી સાવ સારા ન થાય તો પણ તેમને થોડો ઘણો લાભ તો થાય જ છે અને તે પણ આડઅસર વગર. આ ઉપાયો થી રોગને આગળ વધતો પણ અટકાવી શકાય છે.

Zazi.com © 2009 . All right reserved