આજે ગુજરાત દિવસના પાવન અવસર પર આપને જણાવતા આનંદ થાય છે કે ઝાઝી.કોમ હવે યુનીકોડ ફોન્ટ માં ઉપલબ્ધ છે.
જુના વેબપેજ માટે અહીં કલીલ કરો….. (હિતાથૅ ફોન્ટ હોવા જરુરી છે.)
ગાઉટમાં પણ ‘સાંધાનો દુખાવો ‘ અને સોજો એ બીજા તમામ પ્રકાર નાં સંધિવાની જેમ સામાન્ય લક્ષણ હોવા છતાં દરેકે દરેક રીતે તે સાવ અલગ જ પડે છે. ગાઉટ નાં દર્દી ને એકવાર જોયો હોય તો કોઇ વેૈદ તેને બીજીવાર ભૂલી શકે નહિ તેવું તેનું સ્વરુપ છે.પગ ના અંગૂઠાના સાંધામાં પાકા ટામેટા જેવો લાલઘૂમ સોજો તે ગાઉટનું સ્વરુપ છે.કવચિત તે સોજો લાલ ના બદલે સહેજ કાળાશ પડતા લાલ વર્ણનો પણ હોઇ શકે. આયુર્વેદમાં આ રોગને આઢય વાત એટલે શ્રીમંત લોકો નો સંધિવા એવું નામ પણ આપ્યું છે.
લોહીમાં યુરિક એસિડનું પ્રમાણ વધી જવાથી આ રોગ થતો જોવા માં આવ્યો છે.યુરિક એસિડનું ઉત્પાદન વધી જાય અને તેટલા પ્રમાણમાં કીડની વ્દારા તેનું વિસર્જન ન થઇ શકે અથવા બંને બાબતો સાથે થાય ત્યારે ગાઉટ થવાની સંભાવના વધી જાય છે. લોહીમાંના રકતકણોનો અત્યધિક નાશ થવો ખોરાકમાં પ્રોટીનવાળા ખાધ્યો વધારે રહેતું હોય કીડનીની કામગીરીમાં અડચણ ઊભી થાય બ્લડપ્રેશર વધારે રહેતું હોય થાઇરોઇડ ગ્રંથિનાં સ્રાવમાં ગરબડ હોય કે કોઇ અંગ્રેજી દવા લાંબા વખતથી ચાલતી હોઇ ત્યારે પેશાબ વ્દારા વિસર્જિત નહિ થતાં યુરિક એસિડનું લોહીમાં પ્રમાણ વધી જઇને તેનાં કણ સાંધામાં જમા થઇ ગાઉટની પીડા ઊભી કરેછે.
આયુર્વેદ આ રોગને આઢયવાત એટલે કે શ્રીમંતોના સંધિવા તરીકે ઓળખે છે.આ રોગ થવાના કારણો આયુર્વેદના મતે વધુ પડતાં ખારા ,ખાટા ,તીખા ક્ષારવાળા પદાર્થો ,ગરમગરમ ઘી, તેલવાળા પદાર્થો ,અજીર્ણમાં ભોજન ,માછલી ,માંસ ,ખોળ ,કળથી,મૂળા,અડદ, વાલ,તલ,શેરડીનાં રસની વિવિધ બનાવટો,દહીં,સરકો,દારુ,ડુંગળી,વિરુધ્ધાહાર,અતિક્રોધ વગેરેને મુખ્ય ગણે છે.તે સિવાય વાગવા પડવાથી,વધુ પડતી વાહનની સવારી કરવા, અતિશય શ્રમ કરવાથી,કુદરતી હાજતોને રોકવા થી ગાઉટ થાય છે. મોટાભાગે બેઠાડંુ જીવનશૈલીના ાને સુકુમાર પ્રકૃતિનાં શ્રીમંત લોકોને થાયછે. સ્વરુપવાન અને પ્રિયદર્શીસ્ત્રી હોય તો તેને મોટાભાગે આમવાત થાય છે અને પુરુષ હોય તો તેને ગાઉટ થાય છે.વધુ પડતાં મિષ્ટાન આ રોગનારા અને આખો દિવસ ગાદી તકીયે બેસી રહેનારને જ આ તકલીફ થાય છે. બાવીસથી પાંત્રીસ વર્ષની વચ્ચેનાં વયજૂથનાં મેદસ્વી લોકોને અચૂક ગાઉટ થાય છે.જે લોકો પાંત્રીસે પહોંંચ્યા પહેલા જાડિયા થયા છે. તેમને ગાઉટ થવાની સંભાવના ખૂબ જ વધી જાય છે.આવા મેદસ્વી લોકો વ્દારા ખવાતા પ્રોટીનયુકત પદાર્થો શરીરની ચયાપચયની ક્રિયા બગડેલી હોવાથી યુરિક એસિડનું પ્રમાણ લોહીમાં વધતું જાયછે,પરિણામે ગાઉટ થાય છે.
-
પ્રેમચંદZazi.com © 2009 . All right reserved |
Read more...