સાહિત્ય સમાચાર
|
|
“લઈને...અગિયારમી દિશા” - (ગઝલસંગ્રહ)-- એહવાલ - |
|
|
|
|
સમાચાર -
સાહિત્ય
|
|
આના લેખક છે ચિરાગ ઝા “ઝાઝી”
|
|
ગુરુવાર, 09 મે 2013 16:13 |
|
 “લઈનેઅગિયારમી દિશા” જેવું લાંબું-લચક નામ અગિયાર નવોદિત ગઝલકારોએપ્રકાશિત કરેલ એમના પ્રથમ ગઝલસંગ્રહનું છે.આજના યુગમાં જ્યાં બે ચાર માણસોને કોઈ સારું કામ કરવા માટે ભેગા કરવા અઘરા પડે છે ત્યાંઅગિયાર જણ એક કામ માટે સહમત થાય અને તે પણ માત્ર ચાર મહિનાનાં ટૂંકા ગાળમાં પુસ્તકપ્રકાશિત થાય એ ગઝલસગ્રહના લાંબા નામની જેમ ગુજરાતી સાહિત્ય જગતમાં એક અનોખો રેકૉર્ડજ કહેવાય.
આ આખી વાત એમ બની કે ગુજરાતના તમામ ખૂણેથી ગઝલના ઉપાસકો ભેગા થયા, અમરેલી, આદિપૂર, ધોળકા, અમદાવાદ,હિંમતનગર, નડિયાદ, ગોધર,સૂરત, વાપી અને મુંબઈ (જ્યાં જ્યાં વસે ગુજરાતીત્યાં સદાકાળ ગુજરાત). આ અલગ અલગ શહેરના કવિઓએક બીજા સાથે જોડાયા “સૉસિયલ નેટર્વક” નાંમાધ્યમથી..એટલે કે “ફેસબુક”. ધોળકાના શિક્ષકશ્રી મગનભાઈ મકવાણા સંચાલિત “ગઝલતો હું લખું” ગ્રૂપના અમે તમામ સભ્યો, અને પોતપોતાની રચનાઓ મૂકીનેએક બીજાની પાસેથી શીખવાનો પ્રયાસ કરતા હતા. ખાસ તો છંદના બંધારણ, તકતી, કાફિયા અને રદ્દિફની ચર્ચા ઉપરાંત જોડણી ,વ્યાકરણ , ગઝલનાં છૂટના નિયમો વિષે તંદુરસ્ત ચર્ચાથતી. ગ્રૂપનો એક વણ લખ્યો નિયમ હતો કે શીખવું અને શિખવાડવું અનેગઝલ સિવાયના કોઈ બીજા વિષય પર ચર્ચા નકરવી.
આ ગ્રૂપ દ્વારા ઘણા નવા મિત્રો થયા કે જેમને ગઝલ છંદ શાસ્ત્રમાં લખવાનોરસ હતો. આમાનાં એક મિત્ર હતા યોગેનદુ જોષી.એમની સાથી ચેટ દ્વારા અવનવા રદ્દિફ અને કાફિયા લઈને ગઝલ લખવાની શરૂઆત કરી. આમ કરતાંકરતાં લગભગ દોઢ વર્ષબાદ પ્રથમવાર હું યોગેન્દુ જોષીને મળ્યો. અમદાવાદના યોગેન્દુભાઈવાપીનાં કાંતિભાઈ સાથે પાછલા ચાર વર્ષથી ગઝલ વિષે ઓર્કુટ, ફેસબુક,ફોન પર ચર્ચા કરતા, શીખતા અને વળી એવી ઈચ્છા પણ હતી કેએક ગઝલસંગ્રહ પ્રગટ કરવો. એક કે બીજા કારણસર ગઝસંગ્રહ નું કામ આગળ વધતું નહોતું, એ વાત યોગેન્દુભાઈએમને કરી. વિજયચાર રસ્તા પાસે બે-ત્રણ કલાકની ચર્ચાને અંતે અમે હાથ મિલાવ્યા ને નક્કીકર્યું કે હવે ગઝલસંગ્રહ પ્રગટ કરીને રહેવું.
આમતો આજકાલ પુસ્તક છાવાનું કામ ઝડપ ભેરથાય છે. પણ એ પુસ્તક છપાવવા પાછળનો અમારો મૂળ હેતુ હતો કે જીવનના અલગ અલગ સ્તરે ઊભેલાઅગિયાર નવોદિત ગઝલકારો ની ગઝલ યાત્રા ક્યાંથી કેવી રીતે શરૂ થઈ અને ગઝલને અમે કેવીરીતે જોઈ ,જાણી અને શીખ્યા.
એક જુની વાર્તા યાદ આવે છે, ચાર માણસો ને આંખે પાટા બાંધીની કિધું કે જરા અડકીનેકહો કે આ શું છે?. એક જણ બોલ્યો કે થાંભલો છે, એક બોલ્યોના આતો પાઈપ છે. એક વળી દોરડું કહીને ખસી ગયો. મને ઘણી વાર થાય કે એ ચાર જણા ગઝલના વિદ્યાર્થીનહિ હોય. બાકી સાચી રીતે ગઝલ લખતો હોય એ તરત વિચારે આ કોની વાસ છે? આટલી ખરબચડી શું વસ્તુ છે? વાળ જેવું લાગે છે બરછટ છે.અને એથીય આગળ વધીને કદાચ એમ પણ વિચારે અનેકરી પણનાખે કે લાવ ને ચૂંટલી ભરી જોઉં!.
બસ કંઈ આવાજ વિચારથી આ ગઝલસંગ્રહના કવર પેજ થી લઈને અંતિમ પાના સુધીનીદરેક બાબત અમે જોઈ, ચકાસી, એકમેક સાથે રૂબરૂમાં ,ફોન પર અને પુસ્તક પ્રકાશિત કરવા માટે બનાવેલા નાનકડા ફોરમમાં તમામ બાબતોનેલખીને અગિયારે અગિયારની સંમતિ અને દલીલોને ધ્યાન પર લઈ નિર્ણય કર્યા. ગઝલને જે રીતેમઠારવી પડે એજ રીતે આખી આ “પ્રોસેસ” નેઅમે અમારી રીતે મઠારી. એ કેવી બની છે એતો તમે જ્યારે સંગ્રહ હાથ પર લેશો ત્યારે જાણીજ જશો.
|
|
|
સમાચાર -
સાહિત્ય
|
|
આના લેખક છે અવસર પરિવાર અમદાવાદ
|
|
શનીવાર, 27 એપ્રીલ 2013 07:37 |
|
"અવસર કાવ્યોત્સવ" - આવો અને જોડાઈ જાઓ આ ઉત્સવમાં.
એક એવો મંચ જ્યાં પ્રસ્થાપિત અને નવોદિતની સાથે સાથે બિલ્કુલ શિખાઉ કવિ પણ પોતાની રચનાઓ રજુ કરી શકે છે અને તેની ઉપર માર્ગદર્શન મેળવી શકે છે.
તો એકમેકનાં કાવ્યો માણવાનો આ ઉત્સવ ફરી આંગણે આવીને ઊભો છે.
"કાવ્યોત્સવ"માં કવિતાનાં કોઈપણ પ્રકારમાં કોઈપણ વિષય ઉપરની રચનાઓ રજુ કરી શકાય છે.
"મારા તમારા લાગણી ને પ્રેમ ભર્યા શબ્દો ને કિવતાઓને માણવાનો ઉત્સવ"
સરનામું : .....
|
|
સમાચાર -
સાહિત્ય
|
|
આના લેખક છે અવસર પરિવાર અમદાવાદ
|
|
સોમવાર, 25 ફેબ્રુઆરી 2013 03:21 |
|
અવસર પરિવાર , આપ સૌ પરિવારજનો ના આશીર્વાદ અને હેત ના સિંચન થી દિવસે દિવસે વિકસતો જાય છે . એ આપણા સમગ્ર પરિવાર માટે હર્ષ ની વાત છે , પણ વધુ હરખ એ વાત નો છે કે આ વસંતે અવસર ના વૃક્ષ પર એક નવી કુંપળ ફુંટશે . એ મ્હોરશે અને આપણને મ્હાલવાનું કારણ આપશે .
મિત્રો , છેલ્લા ઘણા સમય થી આપણે અવસર ના ઓથારે ,કાવ્યો તથા ગઝલ ને "કાવ્યોત્સવ " ના માધ્યમ થી માણતા આવ્યા છીએ . અવસર પરિવાર એ ઉત્સવ ના આનંદ ને બમણો કરવા જઈ રહ્યો છે .
અવસર પરિવાર એક એવા કાર્યક્રમ નું આયોજન કરવા જઈ રહ્યો છે , જ્યાં આપણે દરેક વખતે માણીશું જુદા જુદા કવિઓ ના સાનિધ્યને , કવિ પાસે થી જાણીશું એમની કવિતાઓ વિષે , કવિતા પ્રત્યેના અભિગમ અને એમની જીવની વિષે .
એક સિદ્ધહસ્ત કવિ , અને એમની માંહ્ય નો સામાન્ય માણસ , એ બે વચ્ચે ની સફર ક્યારેક એક કાવ્ય સ્વરૂપે કહી શકાય ,ક્યારેક એક પંક્તિ માં વર્ણવાય તો ક્યારેક એને આખી નવલકથા નું સ્વરૂપ આપવું પડે, અને એ કવિ ના જ સ્વ-મુખે સંભાળવા મળે તો ....! એના થી રૂડું બીજું કઈ ના હોય એમજ ને ? દર બે અથવા ત્રણ મહિના ના અંતરાલે સિદ્ધહસ્ત કવિ ને અવસર ના આંગણે આમંત્રિત કરી , કવિતા ના તમામ ચાહક તથા ઉપાસક વર્ગ ની સમક્ષ રજુ કરવાનો એક અનેરો પ્રસંગ થશે . આ વિચારો નો સમન્વય ,નવોદિત કવિ માટે માર્ગદર્શન બની રહેશે તો કોઈ માટે સ્વયમ ને મઠારવા ની માહિતી . અને હા ... જે તે કવિ ના કાવ્યો નો આસ્વાદ તો માણીશું જ માણીશું . આ ઉપક્રમ નું નામ "અવસર-કાવ્ય ગોષ્ઠી" રાખી શકાય એવો એક પ્રાથમિક વિચાર છે (સૂચનો આવકાર્ય).
|
|
અનિલભાઈનાં ત્રણ 3 પુસ્તકોનો લોકાર્પણ સમારોહ |
|
|
|
|
સમાચાર -
સાહિત્ય
|
|
આના લેખક છે અનિલ ચાવડા
|
|
શુક્રવાર, 08 ફેબ્રુઆરી 2013 16:29 |
|
 AN INVITATION : By Anil Chavda - [ https://www.facebook.com/anil.chavda.39 ]
પ્રિય મિત્રો,
મારાં 3 પુસ્તકો, જેમાં એક પુસ્તક કવિશ્રી હર્ષ બ્રહ્મભટ્ટ સાથે રહીને સંપાદિત કર્યું છે, તેનો લોકાર્પણ સમારોહ પૂજ્ય શ્રી મોરારિબાપુના હસ્તે થવા જઈ રહ્યો છે. આ પ્રસંગે આપ સૌ મિત્રોને હાજર રહેવા નિમંત્રણ પાઠવું છું. આપ સર્વે મિત્રો આવશો તો મારો આ નાનકડો પ્રસંગ પર્વ બની જશે.
આપ પધારશો, મને ખાત્રી છે.
આપની પ્રતીક્ષામાં છું.
|
|
|
|
|
<< શરૂ કરવું < પહેલાનું 1 2 3 4 5 6 7 8 9 10 પાસેનું > અંત >>
|
|
પ્રુષ્ઠ 1 કુલ- 10 |