વિભાગ

સુચના

આજે ગુજરાત દિવસના પાવન અવસર પર આપને જણાવતા આનંદ થાય છે કે ઝાઝી.કોમ હવે યુનીકોડ ફોન્ટ માં ઉપલબ્ધ છે.

જુના વેબપેજ માટે અહીં કલીલ કરો….. (હિતાથૅ ફોન્ટ હોવા જરુરી છે.)

અતિથી દેવો ભવ:

We have 21 guests and no members online

મદદ

 


 



રમુજ

આપણા લગ્નની પહેલી વર્ષગાંઠ આવી રહી છે તો આપણે તંદુરી ચિકન બનાવીને જમીએ? એક બીબીએ ખુશ થતાં થતાં તેના પતિ સરદારજીને પૂછયું.

સરદારજીએ તરત જ જવાબ આપ્યો ‘અરે હોય કંઈ! આપણે કરેલી ભુલ ની સજા બિચારી મરઘી શા માટે ભોગવે?

સહકાર

Star InactiveStar InactiveStar InactiveStar InactiveStar Inactive


http://www.trustpapa.org

અમદાવાદના ખંતિલા નવ્યુવકોએ ઉચ્ચશિક્ષના મત્વના તબક્કામાંથી પસારથતા વિદ્યાર્થીઓને આરપારની સહાય પુરી પાડવા માટે એક નવોજ અભિગમ હાથમાં લિધો છે. ટ્રસ્ટ પા .પા શા માટે ?


આ વિશે વિગતે વાત કરતા સિધ્ધાર્થ ઠાકર જણાવે છે કે  - હકીકત એ છે કે એક મજબુત ,સ્વસ્થ અને ટકાઉ સમાજનું નિર્માણ શિક્ષણ,પર્યાવરણ અને આરોગ્ય જેવા ત્રણ આધાર સ્તંભો દ્વારા થાય છે. આ સેવાઓની ગુણવત્તા અને જરૂરિયાતમંદોને તેની પ્રાપ્તિ હમેશા વિવાદિત અને ચર્ચા ના કેન્દ્રસ્થાને રહેલા છે. આ સેવાઓ ની માંગ નોંધપાત્ર હોવા છતાં ,માંગ અને પુરવઠા વચ્ચે મોટો ગાળો આજેપણ પ્રવર્તમાન છે. આ પરથી તારવી શકાય કે આ ક્ષેત્રોમાં લેવાયેલા પગલા ક્યાંક બિનઅસરકારક તો ક્યાંક અપુરતા છે.

Star InactiveStar InactiveStar InactiveStar InactiveStar Inactive

અમે અખિલટીવી દ્વારા બાળકો, યુવાનો અને મહિલાઓના સર્વાંગી વિકાસ અને સશક્તિકરણને કેન્દ્રમાં રાખી વિવિધ પ્રકારના જીવનપયોગી વિષયો પર માર્ગદર્શન આપતી વિડીયો ફિલ્મનું નિર્માણ કરીએ છીએ અને ફિલ્મ શોનું સંચાલન કરીએ છીએ.

વિવિધ વિષયો પર તજજ્ઞોના અનુભવ સહિત મંતવ્યો વ્યક્ત કરતી આ વિડીયો ફિલ્મ દ્વારા જીવનના મુલ્યોની સાચી સમજ તથા જીવનના લક્ષ્ય નક્કી કરીને પ્રગતિશીલ જીવન જીવવાની પ્રેરણા બાળકોથી માંડીને વડિલો લેતા જણાયા છે

2009 ની 22 નવેમ્બરથી 2010ની 3 જી માર્ચ દરમ્યાન દક્ષિણ ગુજરાતના ઉમરગામથી પંચમહાલ્સના દાહોદ થઇને બનાસકાંઠાના પાલનપૂર સુધી લગભગ 4345 કિ.મીનો પ્રવાસ કરીને અમે અંતરીયાળ અને સરહદી ગ્રામ્ય વિસ્તારમાં રહેતા આશરે 80,000 જેટલા બાળકો, યુવાનો અને મહિલાઓને પ્રેરણાદાયી વિડિયો ફિલ્મ દ્વારા જીવનપયોગી માહિતી અને જાણકારી આપવાના નિ:શુલ્ક અભિયાન દ્વારા પ્રાપ્ત કરેલ અવિસ્મરણીય અનુભવને આધારે હવે અમે તા. 01.05.2011 થી 24.07.2011 દરમ્યાન બાકી રહેલ બનાસકાંઠા અને કચ્છ જીલ્લાની કોલેજોમાં ભણતા યુવાનો માટે માર્ગદર્શન ગુજરાત યાત્રાનું આયોજન કર્યું છે જેનું નામ રાખ્યું છે, ફ્યુચર ઓફ ઇન્ડીયા / Transforming the Nation.

ફ્યુચર ઓફ ઇન્ડીયા / Transforming the Nation એ આધૂનિક પધ્ધતિથી તૈયાર કરવામાં આવેલ અને મલ્ટીમીડીયા તેમજ પ્રેરણાદાયી વિડિયો ફિલ્મ આધારીત આ એવો નિ:શુલ્ક કાર્યક્રમ છે કે જે દ્વારા કોલેજમાં ભણતા યુવાનોનું એવી યુવાશક્તિમાં રૂપાંતર થાય કે જેમના મનમા થનગનાટ, તનમાં તરવરાટ, દિલમાં પ્રેમ અને દિમાગમાં સ્વપ્ના સાકાર કરવાની તમન્ના હોય જેથી ભવિષ્યના ભારતને વર્તમાનની તુલનામાં વધુ સુવ્યવસ્થિત, સલામત, સુરક્ષિત અને સમૃધ્ધ બનાવી શકાય.
પ્રગતિ માટે પ્રેરણા અને પ્રશિક્ષણ દ્વારા પરિવર્તનશીલ બનવું હવે અનિવાર્ય છે. ભારત આપણો દેશ છે. ભારતના ભવિષ્યનો આધાર આપણી આજની વિચારધારા અને વર્તમાન વ્યવસ્થા પર છે. ભૂતકાળના પ્રસંગો અને અનુભવોને આધારે આજની વણસતી જતી પરિસ્થિતિને જો અંકૂશમાં લેવાનું કામ આપણે આજે નહિ કરીએ તો પ્રગતિને આડે આવતા અવરોધો નીચે કચડાઇ જશું. વિકાસશીલ રાષ્ટ્રના નાગરિક તરીકે આપણે પ્રગતિ તો કરવાની જ છે, પણ સાથે સાથે તમામ અવરોધો અને ભ્રષ્ટ વ્યવસ્થાને પણ દુરસ્ત કરવાની છે.

Star InactiveStar InactiveStar InactiveStar InactiveStar Inactive

પ્રિય મિત્રો,
તમને બધાને જાણી ને આશ્ચર્ય થશે કે મહાનગરી મુંબઈ નાકોઇ પણ અગ્રણી ગુજરાતી સમાચાર પત્ર ને વારંવાર  પ્રાર્થના કર્યા છતાં આ સમાચાર પ્રકાશન યોગ્ય ન લગ્યા !!??

કદાચ હીરો,હિરોઇન,બલાત્કાર,અને ત્રાસવાદિઓ ના સમાચાર છાપતા છાપતા એમની કલમ ની શ્યાહી સુકાઈ જતી હશે !

હે ગરીબ આદિવાસીઓ ચિન્તા ના કરો.છાપા ની કાળી શ્યાહી કરતાં તમારા લોહી અને અશ્રૂ થી બનેલી શ્યાહી ના અક્ષરો પર ઉપરવાલા ની નજર જલ્દી પડશે.

લિ. લાયન એસ.કે.પટેલ.

Zazi.com © 2009 . All right reserved feed-image Feed Entries