Print
Parent Category: પ્રત્યંચા
Category: વિજય શાહ
Star InactiveStar InactiveStar InactiveStar InactiveStar Inactive
 

તારો પત્ર મળ્યો તમારી અમેરીકન દ્વીધાઓ માણવાનો એક વધુ મોકો મળ્યો.

કદાચ સાત વર્ષમાં અહીં કેટલુ પરિવર્તન આવ્યું છે તેનાથી તુ કે શીખા એટલા વાકેફ નથી તેથી તુ તારા સંતાનો ની અંગત જિંદગીમાં લાગણીભરી દખલ કરી રહ્યો છે. અહીં ટીવી અને મીડીયાને કારણે પસ્ચિમનાં દરેક દુષણો રોકેટ્ની ઝડપે પ્રસરી રહ્યાં છે. ડેટીંગ, વિવાહો તોડવા, છૂટા છેડા અને સ્વ કેન્દ્રી વિચાર ધારા અહીં પણ ઝડપ ભેર સંસ્કૃતિને મલિન કરી રહ્યા છે. તે બધુ હોવા છતા અહીંનો માણસ ગરીબીને ઝેલી રહ્યો છે સારી તકનીકી વિકાસધારામાં આગળ વધી રહ્યો છે.


આમેય મને ક્યારેક એવુ લાગે છે કે તારુ વિચાર તંત્ર દુ:ખ તરફી વધુ છે અને તેથી ક્યારેક મને થાય છે કે આ ખોટા હોકાયંત્રની સાચી વાત સમજાવવવા મારે તને શું કહેવુ? એક વાત સમજ દરેક હોકાયંત્રની સોય ઉત્તર જ દિશા બતાવે અને તેજ રીતે દરેક જણ પોત પોતાના સુખો કે દુ:ખો પ્રભુ પિતા પાસેથી લખાવીને જ લાવતા હોય છે. તમને તો તે નાના ભુલકાને તાપ અને તડકો ના લાગે ત્યાં સુધી છંયડો આપવામાટે નિરમ્યાં છે. દરેક સંતાનો ને તેના સમયે તેમનું જીવન સાથી મળશે અને તેમનુ જીવન જે રીતે વિધાતાએ નિરમ્યું હશે તે રીતે જશે. ધર્મ આને કર્તા ભાવ કહે છે, જાણે તુ નહીં હોય તો બીજે દિવસે સુરજ નહીં ઉગે.
લાગણીઓને પણ મર્યાદા હોય છે તેને પણ નિયંત્રણમાં રાખવાની હોય છે. હા અહીંનાં નિયમો પ્રમાણે દિકરી મોટી થઇ એટલે  તેના માટે મુરતિયો શોધવાનો તે શીખાનો નિર્ણય સાચો પણ તેની કોઇ સખી પર ધર્મી સાથે નાસી ગઇ તેથી આશ્કા પણ તેવુજ કરશે તેવો ભય એટલે હોકાયંત્રની દિશા ખોટી જોવી. લાગણીનુ કવચ આપણને ભીરુ બનાવે તે ન ચાલે અને સાથે સાથે પ્રભુની કૃપા જોવામાં વિઘ્ન નાખે તે પણ ન ચાલે. ચાલ તને બતાવુ તારા ઉપર પ્રભુ ની કૃપા ક્યાં ક્યાં છે.

 


હા હજી ત્યાં તમને અહીં હતુ તેવુ ઘર નથી. ઘાટી રામલો કે પટાવાળો નથી. કે અહીંનાં જેવા મિત્રો અને સગા વહાલા નથી તો હા તે સ્વિકારવુ રહ્યું કે તે નથી. અને જે નથી તેને ગાયા કરવાને બદલે ત્યાં જે છે તેને માણો અને શક્ય હોય તો ધર્મ અને સમતા કેળવો. કાલે ઉઠીને અંશ સારુ ભણી રહેશે પછી અહી છે તેવુ બધુ મળશે તેવો આશાવાદ રાખો અને એક વાત સો ટચનાં સોના જેવી હંમેશા યાદ રાખો દિકરા અને દિકરીઓ કંઇ કાયમ પૈસાનાં જ હક્ક કરે છે તેવું નથી તેમના માટે માવતરનાં આશિર્વાદો પણ એક મૂડી છે. જ્યારે મારા મનમાંથી તારી સુખાકારી માટે આશિર્વાદ નીકળે તે સમયે બધા જ પૌત્રો અને પૌત્રી માટે તે નીકળે જ.

છેલ્લે એક વાત લખી તારા મનનાં સંવેદનો ને વહેવારુક વાતોનો લેપ લગાવુ?

નિયંતાએ જ્યાં પૂર્ણ વિરામ કર્યુ ત્યાં

શકટની નીચે ચાલે શ્વાન ની જેમ ના વલોપાત કર.
નિયંતાનું સર્વ વિધાન હોયે હરદમ સત્ય માની લે
અને જીવ સંતોષથી આજમાં ને પ્રભુ ધ્યાન ધર.