વિભાગ

અતિથી દેવો ભવ:

અમારે 15 મહેમાનો ઓનલાઈન

રમુજ

મારી પત્ની બહુ કરકસરવાળી છે ! તેના ડ્રેસમાંથી મારું શટૅ બનાવ્યું .

મારી પત્ની એથીય કરકસરવાળી છે. મારા શટૅમાં થી તેણે નાઈટી બનાવી.


સુચના

આજે ગુજરાત દિવસના પાવન અવસર પર આપને જણાવતા આનંદ થાય છે કે ઝાઝી.કોમ હવે યુનીકોડ ફોન્ટ માં ઉપલબ્ધ છે.

જુના વેબપેજ માટે અહીં કલીલ કરો….. (હિતાથૅ ફોન્ટ હોવા જરુરી છે.)

મદદ


 ઘર પ્રત્યંચા ઉમેશ દેશપાંડે
ઉમેશ દેશપાંડે

મારી જાત વિશે શું લખું? કારણ કે શું કરવું હતું એવું હજી સુધી કંઈ ખબર પડી શકી નથી. નાનો હતો ત્યારે ટ્રેન બહુ ગમતી. મોટો થઈને ટ્રેનનાં ડ્રાઇવર બનું તો કેવી મજા આવે, એવી ઇચ્છા રાખતો. એથી જ કદાચ પપ્પા ડિપ્લોમા એન્જિનિયર બને એવું ઘુસાડી શક્યા હશે. આ તો સારું થયું કે ફાઇનલ પરીક્ષામાં ફેલ થયો તેથી જિંદગીમાં સાવ ફેલ થઈ જતાં બચ્યો. સુરતની એમટીબી આર્ટ્સ કૉલેજમાં દાખલ થયો એેથી જ સાહિત્ય તેમ જ નાટકચેટકનો કીડો ઘૂસ્યો. રાજદીપ સરદેસાઈ, પ્રણવ રૉય તથા વિનોદ દુઆને જોઈને ટીવી ઍન્કર બનું એવી એકમાત્ર મહત્ત્વાકાંક્ષા હતી, જે હૈદરાબાદનાં રામોજી રાવની ચૅનલમાં બહુ સરળતાથી સંતોષાઈ, પરંતુ ત્યાર બાદ એક અંગ્રેજી ન્યુઝચૅનલમાં નોકરી મળતાં બકરી ડબ્બામાં આવી ગઈ હતી. અત્યારે મુંબઈના એક ગુજરાતી ટૅબ્લૉઇડમાં કામ કરું છું. વચ્ચે એક વર્ષ અમદાવાદ આંટો મારી આવ્યો હતો.

 

-ઉમેશ દેશપાંડેબિહાર અને ગુજરાત - ભાગ - બે પી.ડી.એફ. છાપો ઇ-મેલ
પ્રત્યંચા - ઉમેશ દેશપાંડે
આના લેખક છે ઉમેશ દેશપાંડે   
ગુરુવાર, 29 નવેમ્બર 2012 08:15

મારી બિહાર વિધાનસભા ચૂંટણી કવરેજનો એક ટીવી જનાર્લીસ્ટ તરીકેના અનુભવનો આ બીજો ભાગ હું લખી રહ્યો છું. ગુજરાતની આ ચૂંટણીમાં વારંવાર કંઈને કંઇ કારણસર ગુજરાત તથા બિહારની વાતો થયા જ કરે છે.બિહાર વિધાનસભાની ચૂંટણી દરમ્યાન પણ ગુજરાતના કોમી રમખાણનો મુદ્દો ઉછાળવામાં આવ્યો હતો. તે સમયે ઘણાં વખતથી હું ગુજરાત તથા બિહારની કોઇ સરખામણી થઈ શકે તેવી સ્ટોરીની ફિરાકમાં હતો ત્યાં તો લાલુ પ્રસાદ યાદવે ગુજરાતમાંથી કેટલાંક મુસ્લિમ ધર્મગુરૂઓને બોલાવ્યા હતા. જેઓ ગુજરાતમાં મુસ્લિમો પર કેવો અત્યાચાર થયો હતો તેની વાત કરવાના હતા. જેથી મુસ્લિમો ડરના માર્યા કે પછી સલામતીનાં નામ પર તેમની પાર્ટીને જ મત આપે. યાદવ તથા મુસ્લિમ વોટના આધારે જ તેમની પાર્ટીને સતત જીત મળતી હતી પરંતુ આ વખતે કદાચ મુસ્લિમ વોટ બેંક નિતિશ કુમારની પાર્ટીની તરફ ઢળે તેવી શક્યતા હતી. તેથી ચૂંટણી જીતવા આવા દાવપેચ આવશ્યક હતા.

ઘર્મગુરૂઓની ફતવા કાઢવાની તાકતને કારણે જ નેતાઓ તમામ બાવાઓ તથા મૌલવીના શરણે જતા હોય છે. આ ફતવો શબ્દ પણ મને બહુ ગમે છે આમ તો તેનો ખરો અર્થ ધાર્મિક આદેશ એમ થાય પરંતુ આપણે તેનો નકારાત્મક અર્થ જ વધુ લઈએ છીએ. સરકારનો કોઈ મનગઢત આદેશ, કે પછી ચૂંટણી દરમ્યાન ફલાણા કે ઠિકણાં પક્ષને પછી ચોક્કસ ઉમેદવારના પક્ષમાં મત આપવાનો આદેશ. શરૂઆતમાં તો આ મોલવીઓના આદેશનું થોડું ઘણું મહત્વ હતું પરંતુ હવે તો કોન્ગ્રેસ વાળા લાવ્યા ન હોય તો પણ બીજેપી વાળા કોઇની પાસે 500 રૂપીયા આપીને લખાવી લાવે અને પેપરોમાં 50,000 રૂપીયા ખર્ચીને જાહેરાત કરે કે જુઓ આ બધા તો કોન્ગ્રેસને જ મત આપશે આમ કરીને હિંદુ મતોનું પણ ઘ્રુવીકરણ થાય અને ફતવોનો લાભ ભલતો જ લઈ જાય. આ બધુ હોવા છતાંય તેનું મહત્વ ઓછું તો નથી જ.

કોઈ પણ ચૂંટણી હિંદુ મુસ્લિમ કે પછી જાતિવાદ વગર જીતી જ ન શકાય. કોલેજમાં હતા ત્યારે ઘણાં સ્વપ્નશીલ હતા આજે પણ છીએ પરંતુ જાણીએ છે આવું જ બધું રાજકારણમાં ચાલતું હોય. અમારો એક મિત્ર જનરલ સેક્રેટરી (જીએસ)ની ચૂંટણીમાં ઉભો રહ્યો. અમારો એક ખાસ મિત્ર મુસ્લિમ હતો. તે એક વખત આવીને કહેવા લાગ્યો કે આપણો હરિફ જીએસ ઉમેદવાર મારે ઘરે આવ્યો અને કહેવા લાગ્યો કે આપણે બંને મુસ્લિમ છીએ તેથી તારે મને સર્પોટ કરવો જોઇએ. અમને બઘાને બહુ જ ગુસ્સો આવ્યો કે કોલેજની ચૂંટણીમાં પણ આવી રીતે હિંદુ મુસ્લિમ લાવવામાં આવે છે તેને હરાવવો જ જોઈએ. યેનકેન પ્રકારે અમારા હરિફને હરાવવાની ગાંઠ વાળી દિધી હતી. કોલેજમાં અમુક સંપ્રદાયના ઘણાં વિદ્યાર્થી હતા. તો તેમનાં જ એક જાણીતા ધાર્મિક ગુરૂનાં પ્રવચનમાં અમે જતા. સ્વામીજીનો જયજયકાર બોલાવતા અને તેમણે ફતવો અમારા ઉમેદવારની તરફેણમાં કાઢ્યો હતો. કોલેજની ચૂંટણીનો ત્રિપાંખીયો જંગ અમે જીતી ગયા હતા. તેમાં ફતવાનો પણ મોટો ફાળો હતો. તે ઉપરાંત અમે કોલેજની આદીવાસી વોટ બેન્ક ગણાતી હોસ્ટેલોમાં દારૂ તથા મટનની પાર્ટીઓ પણ આપી હતી.જો કોલેજના ઇલેકશન જીતવા માટે આ બઘું કરવું પડ્યું હતુ તો આ તો વિધાનસભાનું ઇલેકશન હતું આ જીતવા માટે તો શું ન થાય.

 
આદિવાસીની ખુબ જ વિરલ જાતિ - મથુરા બંજારા પી.ડી.એફ. છાપો ઇ-મેલ
ઉપભોક્તાઓનુ મુલ્યાંકન: / 6
બેકારશ્રેષ્ઠ 
પ્રત્યંચા - ઉમેશ દેશપાંડે
આના લેખક છે ઉમેશ દેશપાંડે/અલ્પેશ પરમાર   
શનીવાર, 08 સપ્ટેમ્બર 2012 17:27

ભારતની મથુરા બંજારા તરીકે ઓળખાતી આદિવાસીની ખુબ જ વિરલ જાતિને શોધવા માટે મારે એક સાહસપૂર્ણ પ્રવાસ ખેડવો પડ્યો હતો. મારો આ પ્રવાસ જ મારી કહાની છે.

મારી શોધની શરૂઆત થઇ 2002થી, જ્યારે મેં ગુજરાતમાં અમદાવાદ ખાતે આદિવાસી કેન્દ્ર ખાતે યોજાયેલા એક પ્રદર્શનમાં આદિવાસીની એક વિરલ જાતિનો ફોટો જોયો. મેં મારા જીવનમાં આવી જાતિ ક્યારેય જોઇ ન હતી. આ આદિવાસી જાતિનું સૌથી અભિન્ન અંગ તેમના માથા પર પહાડ જેવી મોટી ચોટીઓ હતી. હું તે ફોટોગ્રાફ જોઇને ખૂબ જ રોમાંચિત થઇ ગયો હતો અને મેં નક્કી કર્યું કે હું મારી જાતે આ વિરલ જાતિના ફોટોગ્રાફ લઇશ. મને વિરલ વસ્તુઓના ફોટા લેવા ખૂબ જ ગમે છે.

મે ગુજરાત વિદ્યાપીઠના સંગ્રહાલયના વસ્તુપાલ શ્રી અરવિંદ ઘોસાળકરને તે જાતિ વિશે પૂછ્યું. મને જાણવા મળ્યું કે તે ફોટો તેમણે પોતે 1960ના દાયકામાં લીધો હતો, અને 2002માં એવું લાગતું હતું કે આ જાતિ ચોક્કસ લુપ્ત થવાના આરે હશે. શ્રી ઘોસાળકરે જણાવ્યું કે આ જાતિ દક્ષિણ ભારતમાં વસે છે. તેઓ આદિવાસીઓની ફોટોગ્રાફી માટે આખા દેશમાં ફરતા હોવાથી તે ફોટો ચોક્કસ કઇ જગ્યાએ લેવાયેલો હતો તે તેમને તે સમયે યાદ ન હતું. મેં તે જાતિને શોધવાનું મનોમન નક્કી કરી લીધું. બાદમાં મેં શ્રી ઘોસાળકર પાસેથી વધુ માહિતી મેળવવાનો પ્રયાસ કર્યો. મારા સદનસીબે તેમને થોડી માહિતી મળી કે તે મથુરા બંજારા નામની જાતિ છે અને તે આંધ્રપ્રદેશમાં વસે છે. બસ, મારા માટે આટલું કાફી હતું. તે સમયે હું દ્રશ્ય-શ્રાવ્યનો વિદ્યાર્થી હતો અને અમદાવાદમાં અભ્યાસ કરતો હતો.

 
બિહાર અને ગુજરાત - ભાગ એક પી.ડી.એફ. છાપો ઇ-મેલ
ઉપભોક્તાઓનુ મુલ્યાંકન: / 4
બેકારશ્રેષ્ઠ 
પ્રત્યંચા - ઉમેશ દેશપાંડે
આના લેખક છે ઉમેશ દેશપાંડે   
સોમવાર, 30 જુલાઈ 2012 00:09

આમ તો સરખામણી કરવી એ કંઈ સાચી રીત નથી. પરંતુ આપણે આપણો કક્કો ખરો કરવા ઘણી વાર સરખામણી કરી નાંખીએ છીએ. તાજેતરમાં આપણા મુખ્ય પ્રધાન નરેન્દ્ર મોદીએ તેમનાં હરિફ કેશુભાઈને ઉદ્દેશીને  કહ્યું કે બિહાર જાતિવાદનાં રાજકારણને કારણે પાછળ રહ્યું હતું. તો તરજ જ તેની પ્રતિક્રિયા રૂપે બિહારનાં મુખ્ય પ્રધાને કોમવાદનું રાજકારણ ખેલનારને આવું કહેવાનો અધિકાર નથી તેવું નિવેદન આપ્યું હતંુ. આમ મોદી વિરૂદ્ધ નિતિશનાં આ યુદ્ધને કારણે જ મને સાત વર્ષ પહેલા બિહાર વિધાનસભાની ચૂંટણી કવરેજ કરવા માટે મેં વિતાવેલા ત્રણ મહિના કરતા વધુ સમયની યાદ સ્મરણ પટ્ટ પર તાજી થઈ ગઇ.

મુંબઈમાં તો દરરોજ યુપીબિહારનાં લોકો વિરૂદ્ધનાં નિવેદનો સાંભળું છું. ખાસ કોઈ અસર થતી નથી. કારણકે બધુ લોકોને ભરમાવા માટે તેમજ સત્તા મેળવવા માટે જ હોય છે. તેમ છતા લોકોમાં વિવિધ જાતનાં પૂર્વગ્રહો હોય જ છે. હું પણ એમાંથી કંઇ બાકાત નથી. હૈદરાબાદની એક ટીવી ચેનલમાં કામ કરતો ત્યારે પણ બિહારનાં લોકો વિરૂદ્ધ એક અલગ પ્રકારનાં દ્વેષની લાગણી થતી. તેનું કારણ એ પણ હતું કે અમારી એક માત્ર ગુજરાતી ચેનલને બાદ કરતા ત્યાંથી પ્રસારીત થતી લગભગ તમામ યુ,પી, રાજસ્થાન, મધ્ય પ્રદેશ, બિહાર તથા ઉર્દુ ચેનલમાં તમામ જગ્યાઓ પર બિહારથી આવેલા લોકોનો દબદબો હતો. અમારા ગુજરાતીઓ કરતા આ લોકો ઘણાં જ હોંશિયાર તમામ રીતે. તેઓની સાથે પરિચયમાં આવતો તો ઘણીવાર થતું કે આ લોકો આટલા બધાં હોંશિયાર છે તો પણ પ્રદેશ આટલો પછાત કેમ ?

 
નાસ્તીકોની સભામાં ભજન પી.ડી.એફ. છાપો ઇ-મેલ
ઉપભોક્તાઓનુ મુલ્યાંકન: / 3
બેકારશ્રેષ્ઠ 
પ્રત્યંચા - ઉમેશ દેશપાંડે
આના લેખક છે ઉમેશ દેશપાંડે   
શનીવાર, 21 જુલાઈ 2012 22:57

 

સ્વાભાવથી હુ નાસ્તીક છું. કોઈ પણ જાતનાં કર્મકાંડમાં મને શ્રદ્ધા નથી બેસતી. તેમ છતાં સુરતની એક જાણીતી નાસ્તીક અથવા તો એ લોકો જેને રેશનાલિસ્ટ સોસાયટી તરીકે ઓળખાવે છે તેમણે એક સમયે મને તેમની સભામાથી કાઢી મુકવા માટેનો પ્રસ્તાવ મૂક્યો હતો. તેનું કારણ એ હતું કે તેમનો સક્રિય કાર્યકર હોવા છતાંય મે તે નાસ્તીક સભા દ્વારા ડાંગ જીલ્લાના મહાડ ખાતે આયોજીત એક વિજ્ઞાન શિબિર દરમ્યાન ભજનો ગાયા હતા. એક વખત અજાણતાં જ મેં આ સમગ્ર કિસ્સો મારી સાથે કામ કરતા એક ધાર્મિક સંપ્રદા

યનાં અનુયાયી એવા મારા એક સહ કર્મચારીને કહ્યો. જેમનાં સંપ્રદાયની વિવિધ પ્રવૃત્તીઓનો નાસ્તીક સભા ભારે વિરોધ કરતી હતી. તેથી તેમની વચ્ચે ઘણો જ વાદવિવાદ ચાલતો હતો. તેથી મારા તે સહ કર્મચારીએ આ સમગ્ર બીના તેમનાં કોઈ મોટા વ્યકિતને જઈને કરી અને વાત જ્યારે મારી પાસે પાછી આવી તો કટ્ટર વાદી નાસ્તીકો તરીકે આવી. જો કે તેમની વાત સાવ ખોટી નહોતી. આસ્તીકો જેમ કટ્ટર વાદી હોય તેમ આ નાસ્તીકો પણ કંઈ ઓછા તો નહોતા જ. જેમ આસ્તીકોએ વિવિધ જડ નિયમો બનાવ્યા હોય છે. તેવી જ રીતે આ નાસ્તીકોએ પણ આમ નહિ કરવાનું તેમ નહિ કરવાનું એવા નિયમો બનાવ્યા હતા.

 


Zazi.com © 2009 . All right reserved feed-image Feed Entries