વિભાગ

સુચના

આજે ગુજરાત દિવસના પાવન અવસર પર આપને જણાવતા આનંદ થાય છે કે ઝાઝી.કોમ હવે યુનીકોડ ફોન્ટ માં ઉપલબ્ધ છે.

જુના વેબપેજ માટે અહીં કલીલ કરો….. (હિતાથૅ ફોન્ટ હોવા જરુરી છે.)

અતિથી દેવો ભવ:

We have 60 guests and no members online

મદદ

 


 



રમુજ

સરલાએ તેની બહેનપણી કમલાને પૂછયું, અરે કમલા, આ હાર તને કેટલામાં મળ્યો?

કમલાએ જવાબ આપ્યો, ખાસ કંઈ વધુ નહિ. એક દિવસ રડવામાં અને બે ટંક નહિ જમવામાં.

Star InactiveStar InactiveStar InactiveStar InactiveStar Inactive
 

આજની સાંજ તમે સહુએ "ગુર્જર જુથ"ને ફાળવી તે માટે હાર્દિક આભાર. તો તમ સહુ વિદ્વાનોને પ્રશ્નતો થતો જ હશે કે આ ગુર્જર જુથ છે શું? તો આ ગુર્જર જુથ છે આપણાં ગુજરાતી સાહિત્ય જોડે ફરી મેળાપનું સ્થળ. બાળપણનાં જોડકણાં, જુવાનીનાં રંગીન સ્વપ્નાઓ જેવી કવિતાં-વાર્તાઓ, હાસ્ય અને ઉંમર સાથે વધતાં તત્વજ્ઞાનને નવેસરથી અને એકબીજાં સાથે જીવવાનું માણવાનું સમજવાનું સ્થળ. જ્યાં પુસ્તક પરિચય, થોડિક કાવ્યધારાની વાંછટો, ગીતોની રમઝટ અને વચ્ચે વચ્ચે હાસ્યનો ફુવારો, જેથી અને જેમાં સહુને આનંદ થાય. આપણને સહુને સફળ વ્યક્તિ થવું છે, પણ તમે કોઈ પણ સફળ વ્યક્તિની આદતો જોશો તો ખ્યાલ આવશે કે એ સહુ વ્યક્તિઓનાં જીવનમાં પુસ્તકોએ એક અનેરો અને ખુબ જ મહત્વનો ભાગ ભજ્વ્યો હશે. ઘણાંને થશે કે અમને સાહિત્યમાં જરાયે રસ નથી, પણ એ સાચું નથી કારણકે આપણે સહુ ક્યારેક ને ક્યારેક કંઈક તો વાંચતા હોઈએ જ છીએ, દાખલાં તરીકે એક ડોક્ટર મેડિકલ જર્નલ્સ વાંચતો હોય કે એક વેપારી-ઉધ્યોગપતી ફોરચ્યુન મેગેઝિન કે પછી કોઈ ભાગવદ્ વાંચતુ હોય. આ બધાં જ એક રીતે સાહિત્યનો ભાગ જ છે.

વ્લાદિવાર નામના રશિયન ફિલસૂફે કહેલું, “મારે જેટલા મિત્રો છે તેટલા કદાચ કોઈને નહીં હોય. મારા મિત્રો મને દૂર દૂરના પ્રદેશો, પર્વતો, ઉપવનોમાં લઈ જાય છે. મને અવકાશમાં ચંદ્ર, નિહારીકા અને મંગળ બતાવે છે. મારું જીવન હંમેશાં મારા મિત્રોથી પરિપૂર્ણ રહે છે, તે મારા મિત્રોનું નામ પુસ્તકો છે!” આ જ વાત ચિરાગ ઝાઝી બહુ સરસ સમજાવે છે કે “જ્યારે તમે ધાર્મિક થઈ જાવ છો ત્યારે તમે ભજન ગાવ છો. જ્યારે તમે પ્રેમી થઈ જાવ છો ત્યારે તમે ગીત ગાવ છો. જ્યારે તમે દુઃખી થઈ જા છો તો ગણગણો છો. તમારી દરેક અવસ્થામાં તમે એક કવિની સાથે જીવો છો. પણ જ્યારે એ તમારો પ્રિય કવિ તમારી માતૃભાષાનો હોય છે ત્યારે એ જગત જનની સ્વરુપે હોય છે, વિરાટ હોય છે, બાહ્ય નહિં આંતરિક હોય છે.” આનો સીધો મતલબ થયો કે જો આપણું રોજ બરોજનું જીવન આપણી નક્કર ધરતી છે તો સાહિત્ય આપણું આકાશ. અને આપણે સહુ આ દેશમાં આવ્યા છીએ પોત પોતાની મહત્વકાંક્ષાઓ લઈને, આકાશમાં ઉડવાની ધગશ લઈને. જો આપણે ધરતી પર ખોડઈ જઈશું તો શું આપણે આપણી ઇચ્છાઓ ખરેખરા અર્થમાં પુરી કરી શકીશું ખરા? આ જવાબ આપણે સહુએ આપણામાં જ શોધવાનો છે. છેલ્લે યતીશ મહેતાની કવિતા


ગુજરાતી ભાષાઃ


મારી તમારી અને આપણી માતૃભાષા,
જનનીની ભાષા ગુજરાતી ભાષા
ફુલોંની જેમ મહેકતી ભાષા,
ચાંદ સિતારાની જેમ ચમકતી ભાષા,
સરિતાની જેમ સરકતી ભાષા,
સાગરની જેમ ઉછળતી ભાષા
વાદળોની જેમ વહેતી ભાષા,
અલ્લડ નારીની જેમ નાચતી કુદતી ભાષા,
સુતાં ને જાગતાં ધબકતી ભાષા,
મને તમને ને સહુને હેતથી થાબડતી ભાષા
મારી તમારી અને આપણી માતૃભાષા,
જનનીની ભાષા ગુજરાતી ભાષા.

જો તમને અમારી પ્રવૃતિઓમાં રસ પડ્યો હોય તો તમારું નામ અમને આપવાની વિનંતી છે. મને સાંભળવા માટે આપ સહુનો ખુબ ખુબ આભાર.

Zazi.com © 2009 . All right reserved