વિભાગ

અતિથી દેવો ભવ:

અમારે 57 મહેમાનો ઓનલાઈન

રમુજ

તમારા પતિ તો તંદુરસ્ત હતા, એકાએક?

હા, એવું બન્યું કે અમે સૌ જમવા બેઠા હતા, ત્યાં અચાનક એને મરચાં યાદ આવ્યા. પાછળની વાડીમાં તે મરચાં તોડવા ગયા, ત્યાં તેને સર્પ કરડયો.

હેં પછી તમે શું કર્યુ?

મરચાં વિના ચલાવ્યું, બીજું શું થાય?


સુચના

આજે ગુજરાત દિવસના પાવન અવસર પર આપને જણાવતા આનંદ થાય છે કે ઝાઝી.કોમ હવે યુનીકોડ ફોન્ટ માં ઉપલબ્ધ છે.

જુના વેબપેજ માટે અહીં કલીલ કરો….. (હિતાથૅ ફોન્ટ હોવા જરુરી છે.)

મદદ


 
 

ઘર પ્રત્યંચા મગનભાઈ મકવાણા શરતચૂક
શરતચૂક પી.ડી.એફ. છાપો ઇ-મેલ
ઉપભોક્તાઓનુ મુલ્યાંકન: / 2
બેકારશ્રેષ્ઠ 
પ્રત્યંચા - મગનભાઈ મકવાણા "મંગલપંથી"
આના લેખક છે મંગલપંથી   
શુક્રવાર, 25 જાન્યુઆરી 2013 06:06
Share

મંથન આજે ખુશ હતો. વહેલી સવારથી જ તે છાપાની રાહ જોઈ રહ્યો હતો .કોલેજના છેલ્લા વર્ષનું પરિણામ જાહેર થવાનું હતું તેને પૂરેપૂરો વિશ્વાસ હતો કે ફે અચૂક સારા માર્કસે પાસ થશે .

ફેરિયાએ છાપું ઓસરીમાં ફેંક્યું ને તેણે  ઝટપટ પરિણામના નંબર પર નજર ફેરવવા માંડી. ...ફરીવાર નંબર બરાબર ચકાસ્યા.... તેનું હૃદય એક ધબકારો ચૂકી ગયું .....! પાસ થનાર વિદ્યાર્થીઓની યાદીમાં તેનો નંબર નહોતો....!ત્યાં જ મંથનના પિતા રમણીકલાલ આવી ચડ્યા . તેમણૅ પણ નંબર પર નજર ફેરવી લીધી. મંથનનો નંબર ના દેખાતા જ તે તાડૂક્યા : ' મને તો પહેલેથી જ ખબર હતી કે આ હીરો કશું ધોળવાનો નથી .' પછી રસોડા તરફ હાથ લંબાવતા ઉમેર્યું : ' હું તો ના જ પાડતો હતો કે હવે નથી ભણવું , ધંધામાં ધ્યાન આપો .... પણ ...તારી ... આ ..મા... ના... માની ....લ્યો ... હવે ઉતારો આરતી તમારા આ કુળદીપકની ....!

 

પિતાના વાક્યનો એક - એક શબ્દ મંથનના દિલમાં તીરની માફક ઉતરતો જતો હતો. એનું કુમળું હૃદય વીંધાઈ ચૂક્યું હતું .

એજ રાત્રે તેણે  ' કાંકરિયા' માં પડતું મૂક્યું.

બીજા દિવસના છાપામાં સમાચાર હતા : ' એક આશાસ્પદ યુવાનની આત્મહત્યા ...! આ સમાચારની બાજુમાં જ 'શરતચૂક' શીર્ષક હેઠળ લખાણ હતું.: ' ગઈ કાલે જાહેર થયેલા પરિણામમાંના કેટલાક નંબર શરતચૂકથી છાપવાના રહી ગયા હતા , જે આજે છાપવામાં આવ્યા છે. ' - નીચે બાકી રહેલા નંબર છાપવામાં આવ્યા હતા, એમાં મંથનનો નંબર પણ હતો ...!!!

- મંગલપંથી

નોંધ - મિત્રો , આ લઘુકથા લખી ત્યારે નેટ પર કે મેસેજ દ્વારા પરિણામ નહોતું જાણી શકાતું .છાપામાં પાસ થનારના નંબર આવતા.

 

 

Share
 
Zazi.com © 2009 . All right reserved