વિભાગ

અતિથી દેવો ભવ:

અમારે 33 મહેમાનો ઓનલાઈન

રમુજ

પત્રકાર : અગર વિપક્ષમાંથી કોઈ નેતા તમારી પાર્ટીમાં સામેલ થઈ જાય તો તમે એને શું કહેશો?

નેતાજી : હ્યદય પરિવર્તન.


સુચના

આજે ગુજરાત દિવસના પાવન અવસર પર આપને જણાવતા આનંદ થાય છે કે ઝાઝી.કોમ હવે યુનીકોડ ફોન્ટ માં ઉપલબ્ધ છે.

જુના વેબપેજ માટે અહીં કલીલ કરો….. (હિતાથૅ ફોન્ટ હોવા જરુરી છે.)

મદદ


 ઘર પ્રત્યંચા જગત અવાશિયા
જગત અવાશિયા

email : આ ઇ-મેલ સ્પામબોટથી બચવા માટે સુરક્ષીત રાખવામા આવ્યો છે. તેને જોવા માટે જાવાસ્ક્રિપ્ટ ચાલુ કરો
blog : http://vicharjagat88.wordpress.com“જોય ઓફ ગિવિંગ વિક ” – વાય વિક ઓન્લી ?? પી.ડી.એફ. છાપો ઇ-મેલ
ઉપભોક્તાઓનુ મુલ્યાંકન: / 6
બેકારશ્રેષ્ઠ 
પ્રત્યંચા - જગત અવાશિયા
આના લેખક છે જગત અવાશિયા   
ગુરુવાર, 30 સપ્ટેમ્બર 2010 03:51જોય ઓફ ગિવિંગ એટલે કે “આપવામાં આનંદ”..!

“આનંદ”,”ખુશી”,”મઝા”,”સંતોષ”,”ફન” કે પછી “જોય” આ બધું જ જીવન માં કૈક મળ્યાનો ભાવ ઉત્પન્ન કરે છે.જાણે કોઈ મોટી સિદ્ધિ પ્રાપ્ત કર્યાનો ઉન્માદ જગાડે છે.પણ એક વાત નોંધવા જેવી કે પૈસાને તેનાં ચલણમાં (રૂપિયો કે ડોલર....) મોલવી શકાય,ગોલ્ડ ને તોલા માં તોલી શકાય કે પછી ક્વોન્ટીફાયેબલ રાશિઓ(જેવી કે દ્રવ્ય,કદ,વજન,તાપમાન,દબાણ…વગેરે)ને માપી પણ શકાય.પણ તમે “ફન” ને મેઝર કરવાનું “ફનોમીટર” કે પછી આનદ માપવાના “આનંદોમીટર” વિષે સાંભળ્યું છે ?? આ કદાચ શક્ય જ નથી કારણકે આવું “ફનોમીટર” ફન ને માપવા આધાર (બેઇઝ) તરીકે કોને લે ? માણસની સ્માઈલ? – બનાવટી હાસ્ય તો માણસને સરસ આવડે છે. માણસની લાગણીથી ભીની થયેલ આંખો ? – મગરના આંસુ સારવામાં કંઈ મોટી વાત નથી ! હ્રદય ની ધડકન ?- એતો માણસની દુરસ્ત કે નાદુરસ્ત સ્થિતિઓમાં પણ ભિન્ન પરિણામો આપે છે. આમ આવા કોઈ “ફનોમીટર” શોધાઈ શકવાના અણસાર પણ દૂર દૂર સુધી ક્યાય જણાતા નથી !

 
આજે ૧૧ સપ્ટેમ્બર....!! પી.ડી.એફ. છાપો ઇ-મેલ
ઉપભોક્તાઓનુ મુલ્યાંકન: / 5
બેકારશ્રેષ્ઠ 
પ્રત્યંચા - જગત અવાશિયા
આના લેખક છે જગત અવાશિયા   
શનીવાર, 11 સપ્ટેમ્બર 2010 00:00

૧૧ મી સપ્ટેમ્બર નો આ દિવસ ઇતિહાસ ની તવારીખોમાં સંગ્રહાયેલો પડ્યો છે.આ દિવસ વિશ્વફલક પર સારી અને નરસી છાપ પડતો ગયો છે.આ દિવસ મહાત્મા ગાંધી સાથે સંકળાયેલો છે,તો મહમદ અલી જિન્હા ની મૃત્યુતિથી પણ છે.આ દિવસ વિવેકાનંદ થી વલ્ડૅ ટ્રેડ સેન્ટર અને વલ્ડૅ વાઇલ્ડ ફંડ ને યાદ કરવાનો છે.
૧૧ સપ્ટેમ્બર,૧૮૯૩

Swami Vivekanand

આ દિવસે અમેરિકા નાં શિકાગો શહેર માં “વિશ્વ ધર્મ પરિષદ” નું આયોજન કરવામાં આવ્યું હતું. આમ તો આ પ્રકારની ધર્મસભા તે સમયે ઘણી યોજાતી હતી,પરંતુ ૧૧ સપ્ટેમ્બર,૧૮૯૩ ની આ પરિષદ એ વૈશ્વિક સ્તરે ધર્મ અને આસ્થા પરનો સર્વપ્રથમ પરિસંવાદ હતો.
૧૧ સપ્ટેમ્બર થી ૨૭ સપ્ટેમ્બર સુધી ચાલેલી આ સભામાં પૂર્વ અને પશ્ચિમનાં દેશોનાં પંડિતો અને વિદ્વાનો એ હાજરી આપી હતી. જેમના કેટલાક મહત્વનાં ઉમેદવારો આ મુજબ હતાં :


અન્ગારિકા ધર્મપલા (બોદ્ધ ધર્મ નાં પ્રતિનિધિ)
વીરચંદ ગાંધી (જૈન ધર્મ નાં પ્રતિનિધિ)
સ્વામી વિવેકાનંદ (હિંદુ ધર્મ નાં પ્રતિનિધિ)


સ્વામીજી એ “મારા ભાઈઓ અને બહેનો...” થી શરૂ કરેલું એ પ્રવચન વિશ્વનાં ઘણા બધાં મહાન તત્વચિંતકો,વિદ્વાનો અને ધર્મજ્ઞાતાઓ દ્વારા વખાણવામાં આવ્યું હતું.અને પશ્ચિમનાં દેશો ને મહાન હિંદુ સંસ્કૃતિ નો સૌપ્રથમ વાર પરચો થયો.આ પ્રવચન ને અમેરિકાનાં હોલમાં ઉપસ્થિત લગભગ ૭૦૦૦ શ્રોતાઓ દ્વારા ત્રણ મીનીટ “સ્ટેન્ડીગ ઓવેશન” સાથે બિરદાવવામાં આવ્યું.

 
હું અને મારા શિક્ષક પી.ડી.એફ. છાપો ઇ-મેલ
ઉપભોક્તાઓનુ મુલ્યાંકન: / 7
બેકારશ્રેષ્ઠ 
પ્રત્યંચા - જગત અવાશિયા
આના લેખક છે જગત અવાશિયા   
ગુરુવાર, 09 સપ્ટેમ્બર 2010 01:26

હું એટલે કોણ ? હું એટલે હું જ . કવિ 'મીનપિયાસી' એ સુંદર કહ્યું છે :

" પરમેશ્વર તો પહેલું પૂછશે,
કોઈનું સુખ દુઃખ પૂછ્યું 'તુ ?
દર્દ ભરેલી આ દુનિયા માં ,
કોઈનું આંસુ લૂછ્યું ' તુ ?
કબૂતરોનું ઘૂ...ઘૂ...ઘૂ ...,
ઉંદર-ચકલા ચૂ..ચૂ...ચૂ..,
છ્છુન્દરો નું છૂ...છૂ...છૂ...,
ભમરા ગૂંજે ગૂ...ગૂ...ગૂ...,
આ કુંજન માં શી કક્કાવારી ?
હું કુદરત ને પૂછું છું,
ઘુવડ સમા ઘૂઘવાટ કરતો,
માનવ ગરજે હું...હું....હું...! "

તો હું એટલે આ ઘુવડ સમો ઘૂઘવાટ કરતો હું અને અંગ્રેજી નો " I " અને  "I is always capital ".
અને મારા શિક્ષકો એટલે કોણ ? મારા આ હું ને ઓગાળનાર અને હું માંથી મને એક આદર્શ વિદ્યાર્થી - વ્યક્તિ બનવાનો પથ સૂચવનાર વિરલ વ્યક્તિઓ.

 


Zazi.com © 2009 . All right reserved feed-image Feed Entries