અમદાવાદ,ગુજરાત,ભારત
|
વીકીલીકસ્ – સગવડીયા ધર્મનું નવું નામ |
|
|
|
પ્રત્યંચા -
ચિરાગ ઝા “ઝાઝી”
|
આના લેખક છે ચિરાગ ઝા “ઝાઝી”
|
શનીવાર, 26 માર્ચ 2011 08:39 |
લીક, શબ્દ અત્યારસુધી ધાબામાંથી પાણી લીક થાય છે ત્યારે સાંભળ્યો હતો. મોટાભાગે ચોમાસામાં વરસાદ બરાબર જામીને પડે ત્યારે જે લોકો સૌથી ઉપરના માળે રહેતા હોય તે બધા ડોલ , ડબલા ને તબાકડા લઈને ઘરમાં ચોમાસાની સજાવટ કરવા લાગે. લીક , ધાબા લીક થાય, ધાબા ગળે, સામાન્ય માણસ લીક માં ને લીક માં જીવન કાઢી નાખે. લીક છે તો છે શું કરીએ? કોને કહીએ? ક્યાં પેલા મકાન બાંધનાર જોડે ઝપાઝપી કરેએ , ચાલે છે, આમેય આ વરસે આ એક જ મહીનો સારો વરસાદ પડવાનો છે , બાકીના બધા મહિના કોરા છે, આવતા વરસે જોયું જશે.
લીક, છાપામાં વાંચ્યું છે કે અમદાવાદ વડોદરા વચ્ચે એક ટેન્કર અચાનક પલટી ખાઈને ઉંધુ પડી ગયું. પણ પોલીસના જણાવ્યા મુજબ આસપાસ ના ગામનાં વીસ જેટલા લોકોની હાલત ગંભીર છે અને પાંચ જણાએ પોતાનો જીવ ટ્રક પાસેજ આપી ચુક્યા છે. ટ્રક ચાલક અને ક્લિનરનો આબાદ બચાવ, ગામના લોકોને ટ્રક પાસે જતા રોકતાં તેમના પર ટોળાએ હુમલો કરી દીધો , બંન્ને જાણાની હાલત માર ખાઈને ગંભીર છે. ગામના અને ખેતરમાં કામ કરતા મજુરો ટ્રકમાંથી લીક થતા પ્રવાહિને કેરોસીન સમજે બેઠા અને તેને ભરી લેવા માટે બધા ડોલ , ડબલા ને તબાકડા લઈને ઘટના સ્થળે ધસી ગયા. ના પાડવા છતાં જલદ કેમીલક પ્રવાહિની અસર હેઠેળ પાંચ વ્યક્તિઓ ના સ્થળ પર મ્રુત્યુ થયા, તેમાં એક કિશોરી ઉમર લગભગ નવ વરસ છે તેમ પ્રાથમીક તપાસમાં જાણવા મળે છે.
|
|
શું ચુંટણીમાં ક્રિકેટ જેવા નિયમો હોવા જોઈએ? |
|
|
|
પ્રત્યંચા -
ચિરાગ ઝા “ઝાઝી”
|
આના લેખક છે ચિરાગ ઝા “ઝાઝી”
|
રવિવાર, 31 ઓક્ટોબર 2010 00:49 |
ભારત દેશ ના કોઈ એક નાગરીકને પાસે બેસાડીને જો આપણે તેને પુછીએ કે સમય પસાર કરવાનો તમારો સૌથી મનપસંદ વિષય કયો? તો લગભગ એ કહેશે કે રાજકારણ, ક્રિકેટ, બોલીવુડ અને કોઈ એક બાવા, બાવીના અનુયાયી હોવું. જો તમે પુછો અને આ સિવાય કોઈ બીજા વિષય વસ્તુમાં ઈચ્છા રાખતો માણસ મલી જાય તો તેને મારો સંપકૅ કરવા નમ્ર અપિલ છે.
વાત ની હદ તો ત્યાં સુધી આવી ગઈ છે કે આ ચારે વિષયો એક બીજા સાથે હળીમળી ગયા છે. (ગ્રુપ સેકસ નું ઉદાહરણ ના આપી શકાય કેમ કે ચાર માંથી એક બાવા લોકો પણ છે.), બાવો રાજકારણ માં પડ્યો છે. બોલીવુડ ક્રિકટમાં, ક્રિકેટ વાળા બોલીવુડ અને રાજકારણમાં અને રાજકિયનેતા લોકો જ્યાં જે આવે કે બોલાવે બધે પહોંચી જવામાં હમેંશા તલપાપડ રહેતા હોય છે, પછી એ બાવો હોય કે બેબી.
|
બાવળ થોરનાં જંગલ ઉગાડીએ,એવા એ બાગમાં કાંટા ઉગાડીએ |
|
|
|
પ્રત્યંચા -
ચિરાગ ઝા “ઝાઝી”
|
આના લેખક છે ચિરાગ ઝા “ઝાઝી”
|
સોમવાર, 04 ઓક્ટોબર 2010 01:54 |

એવા ફરીએ બાગમાં ફુલો ઉગાડીએ, જેના થકી ખુદ આપણી શોભા વધારીએ
કવિ મેઘબિંન્દુ ની આ લીટીઓ કેટલી સુંદરલાગે છે. જાતને શણગારવાનો સરંજામ, ફુલો, કોઇ કાંટાને સહન કરીને ફુલો વીણી લાવે, માળી સખત મહેનત કરીને બાગને ફુલ, ઝાડ આપે અને કોઇ હાલી મવાલી એને જડ મુળથી હલાવી નાખે. તોફાની આખલો બાગને રફેદફે કરીને ભાગી જાય અને એક ડરને ગમગીનીનો માહોલ સૌ જોયા કરે. પહેલા જયારે મંદિર તોડ્યું હશે ત્યારે અને પછે જ્યારે મસ્જીદ તુટી ત્યારે.
|
રંગ , કેસરી,સફેદ,લીલો અને ભગવો. |
|
|
|
પ્રત્યંચા -
ચિરાગ ઝા “ઝાઝી”
|
આના લેખક છે ચિરાગ ઝા “ઝાઝી”
|
રવિવાર, 05 સપ્ટેમ્બર 2010 02:06 |
લેખની શરુઆત કરતા પહેલા મને જણાવી દેવાની ઇચ્છા છે કે રંગ એ કોઇ એક સંપ્રદાય, જાત, નાત, પ્રાંત, ધમૅ , નેતા , અભિનેતા, દળ કે રાજકીય પક્ષની જાગીર નથી કે નથી એ કોઇના બાપની ગુલામ. રંગ એ કુદરત છે. રંગ એ હું અને તમે, આપણું અસ્તિત્વ છે.
મારી પત્ની જયારે સાડી ના રંગ સાથે બ્લાઉઝનો રંગ મેચ કરે ત્યારે એ અચુક મને સંભળાવે છે કે વિજ્ઞાને પુરવાર કયુૅ છે કે કેટલાક પુરુષોમાં રંગ અંધતા હોય છે. એટલે આપણે સમજી જવાનું કે આપણી હાજીર ત્યાં માત્ર પૈસા આપવાપુરતીજ છે, રંગ, રંગમંચ બંન્નેમાં ખલેલ એટલે લયમાં વહી રહેલા નટ સમ્રાટ નો પ્રલય.
ઉપર ની બંન્ને વાત યાદ રાખજો, આગળ જતા કામ લાગશે. હવે મુળ વાત એટલે કે રંગ વિષય પર આવી જઇએ. કાળા ડિબાંગ અવકાશમાં દુર દેખાતા પેલા પીળા પ્રકાશને આપણે ઇશ્ર્વર સમજી બેઠા અને પછી જેમ જેમ જ્ઞાન વધતું ગયું તેમ તેમ આપણે તેને સુયૅ કહેતા ગયા. હાઇડ્રોજન ને ઓકસીજને અને પરમાણુ ની અસંખ્ય ભાગ દોડ કહેતા ગયા. સમજ રંગથી આગળ વધી ગઇ.
|
|
|
|
<< શરૂ કરવું < પહેલાનું 1 2 3 4 5 6 પાસેનું > અંત >>
|
પ્રુષ્ઠ 1 કુલ- 6 |