વિભાગ

અતિથી દેવો ભવ:

અમારે 33 મહેમાનો ઓનલાઈન

રમુજ

અલ્યા વેઈટર, અહીં આવ આ ચા છે કે કોફી?

વેઈટર : કેમ તમને સ્વાદ પરથી ખબર નથી પડતી?

ના જરાય નહિ.

તો પછી ગમે તે હોય, એમાં તમને શું ફરક પડે છે? વેઈટરે જવાય આપ્યો.


સુચના

આજે ગુજરાત દિવસના પાવન અવસર પર આપને જણાવતા આનંદ થાય છે કે ઝાઝી.કોમ હવે યુનીકોડ ફોન્ટ માં ઉપલબ્ધ છે.

જુના વેબપેજ માટે અહીં કલીલ કરો….. (હિતાથૅ ફોન્ટ હોવા જરુરી છે.)

મદદ


 ઘર પ્રત્યંચા ચિંતન શેલત પોલીસની ગાડી ને કતલની તપાસ
પોલીસની ગાડી ને કતલની તપાસ પી.ડી.એફ. છાપો ઇ-મેલ
ઉપભોક્તાઓનુ મુલ્યાંકન: / 3
બેકારશ્રેષ્ઠ 
પ્રત્યંચા - ચિંતન શેલત
આના લેખક છે ચિંતન શેલત   
રવિવાર, 18 ઓગસ્ટ 2013 02:05
Share


એક દિવસ સવારે ઉઠી ને જોયું તો એ ત્યાં ન'તી, આ ન'તી એટલે શું? ન'તી એટલે કે એને સ્થાને હવે ત્યાં માત્ર અવકાશ છે, એટલે કે એ જગ્યા સાવ ખાલી નથી. આપણું કામ શિલ્પકાર જેવું છે, હવે હાથમાં ટાકણું લઈને આ અવકાશ ને ટાંચી ટાંચીને જગ્યા કરી આપવી પડે, એટલે આ આખાયે શહેરમાં રહેતાં બધાયને બતાવી બતાવી પૂછી શકાય, કે આને ક્યાંય જોઈ છે તમે?.

ઘણાંયે હા પાડી અને મારી છાતી તરફ આંગળીય ચીંધી, અને ઘણાંયે એકદમ કોઈ અદાકારનાં કારુણ્યથી માથું ધુણાંવતા ના પાડી, આ બીજા જે છે એમને હવે બાંધી રાખ્યા છે, સર્ક્યુલર રૂટની બસમાં, મણિનગર થી મણિનગર, ડેટ્રોઈટ થી ડેટ્રોઈટ, બેંગ્લોર થી બેંગ્લોર, મણિનગર- બેંગ્લોર - ડેટ્રોઈટ - આ પલંગ.

હવે મને રોજ રાત્રે સપના આવે છે. આ સપના એટલે એકદમ સાચું, સપના એટલે આ જીવીએ છીએ તે.

"બસ, અહીં જ એકદમ બરાબર, જરા વધુ ફોકસ." મેં બૂમ મારી, લાઈટીંગ વાળાને. સંભળાવું જોશે. સામે મારા બે હાથ, બે પગ, એક માથું, એક ધડ, અને બે જાંઘ, પડ્યા છે. વારાફરતી કાન પહેરે છે. પ્રકાશ સંભળાય. અવાજમાં પ્રકાશ હોઈ શકે.

કાલે શાકમાર્કેટમાં બે બેનો વચ્ચે આ બાબતે જ બબાલ થઈ ગયેલી કે, કોનો વર સૌથી વધારે મૂંગો છે. કાછીયો કોઈકનો વર હતો. આજુ બાજુ બધે સગર્ભાઓ ફરી વળી જોત જોતામાં માથે, મચ્છીનાં ટોપલા, પોમ્ફ્રેટ બુમલા, આ બુમલાની લાંબી બૂમ મારતા જ નવ નવ મહિનાનો ગર્ભ જાણે ત્રાહિત થઈ ને ના પાડી ગયો કે ના હવે નંઈ.

તે તમેય આ પ્રકાશ વાંચો છો ને ભાઈ મારા, હવે તો પછેડી બાંધી બેસી રહ્યા, ઝાડ વગરનાં ઓટલે. જેમ જેમ વધુ બેઠાં એમ એમ વધુ કદ ઘટતું જાય, છેવટે ક્ષણનાં કાણાં માંથી છટકવા જાઓ કે લંબાઈ પડાય મૃત્યુ નામે ભર ઉનાળે વાવનાં પગથિયે જામી ગયેલી લીલ પર. સૂર્યને લલચાવી લલચાવી નજીક લઈ આવી છે આ મેનકા. ધરતી રાંડી રાંડ, આ મારા, તમારા જેવા રોજ રોજ ખોળે જઈ ઢબૂરાય છે તો ય ધરાતી નથી.

છેક સામે પેલી ગલીમાં, મોટા કવિનાં ઘરની બહાર જ, એક બામણ, હાથે અંધ ને બાથે બંધ, ગાયનાં શિંગડામાં ભરાઈ રહેલો ચાલી રહ્યો છે, આ ગાય ને હવે લોહીની ગંધ અડી ગઈ છે. સાંભળ્યું છે બાજુનાં ગામમાં તો મરઘાં ખાઈ ખાઈ ગાયો જીવે છે. હરિહરિરિહહરીરહીહિરરિહિહીહીહીહીહીહીહી, Indeed, this is the most extraordinary findings Mister. "એ ય રિક્ષાવાળા ઉભો રે, અમે ૪ જણાં છીએ, જો આ બે પગ ને મૂકી આવવાનાં પ્રયાગમાં, બે હાથ કાશી, આ માથું સિદ્ધપુર અને આ ધડ ફેંકી આવવાનું વારાણસીમાં, મંજૂર? આ મારી આત્માથી વધારે એક અજન્મ્યું બાળકેય નહીં મળે ભાડા પેટે."

હજી આટલું જ નોંધુ છું કે કોઈએ બૂમ પાડી ને બેકસ્ટેજ પરથી, "હરામખોર, ત્યાં મચકોડાયેલો પગ પડ્યો છે." ને મેં મૂકી દીધું લખવાનું અને માથે મોઢે ઓઢી સૂઈ ગયો. હવે કોઈ જગાડશો નહીં. કારણકે જાગવું એટલે અહીં મરી જવું, અને જીવવું એ જાણે કે શાશ્વત સ્વપ્ન. જો જો આ મચકોડાયેલો પગ કેવો ભેટે છે આપણ ને, મારા વગર ચાલે એને? એની પાછળ પણ એક કાચની બરણીમાં મૂકેલ સગો આવે છે. આરપાર જોવા દેશે પણ છેક સુધી જવા નહીં દે. "અરે યાર જાણે કંઈ થયું જ નથી એમ જ વ્યવહાર કરવાનો." આ બ્રહ્મમંત્ર છે આ કલ્પનાની દુનિયાનો.

આ કલ્પનાની દુનિયામાં હવે કલ્પના કરો.

કલ્પના કરો
કે કાળા એકદમ આંખ જેવા આ ઓરડામાં તમે હાથમાં પ્રકાશની પાટી લઈ ઘૂંટ્યા કરો અને બાજુમાં ચાદર ઓઢી દિલ્હી ઉંઘ્યા કરતું હોય, અને એક જ છીંકે, એક જ છીંકે બધો જ કાળો શિલાલેખ હાથમાં ઉતરી આવે, પણ બતાવવા માટે ત્યાં કોઈ હોય નહીં એમ બને?

કલ્પના કરો
કે જ્વાળાનાં શહેરમાં, જ્વાળાનાં ભગવાન ને પ્રસન્ન કરી ને તમે ધગધગતો લાવા જેવો મહારાસ જોવા પહોંચી જાઓ, અને દિવ્ય પ્રકાશ રૂપે હાથમાં બુઝાયેલી મશાલ પકડાવી દેવામાં આવે અને ધીમે ધીમે તમારો આખોય હાથ બુઝાઈ જાય.

કલ્પના કરો
કે ગળું કાપીને એની જગ્યાએ સાપની ફેણ મૂકી દઈએ તો આપણાંમાંથી કોઈને પણ હવે અભિનય કરવાની જરૂર પડશે નહીં, Touche my friend!


હવે બારણાં પર ટકોરા પડવામાં જ છે. વોરંટ લઈ ઘુસી આવશે જાગી ગયેલાં માણસો, એકદમ અવિશ્વાસ સાથે તાકી રહેશે મને અને મારાં પલંગ ને, જ્યારે પણ આ કલ્પનાઓ એમનાં હાથે ચડશે, મરી જશે. જાણે મેડ્યુસાનાં ચહેરા તરફ તાકી પડાયું હોય, એકદમ ભાન ભુલેલાં ગ્રીક યોદ્ધાની જેમ, અને હું આબાદ છટકી જઈશ.

-ચિંતન શેલત
બેંગલુરુ, કર્ણાટક


 

Share
 

Comments 

 
0 # mahendra posiya 2013-08-18 04:38
આ મારી આત્માથી વધારે એક અજન્મ્યું બાળકેય નહીં મળે ભાડા પેટે."
wahh
 
Zazi.com © 2009 . All right reserved