|
|
પ્રત્યંચા -
મગનભાઈ મકવાણા "મંગલપંથી"
|
|
આના લેખક છે મંગલપંથી
|
|
શુક્રવાર, 25 જાન્યુઆરી 2013 06:06 |
|
મંથન આજે ખુશ હતો. વહેલી સવારથી જ તે છાપાની રાહ જોઈ રહ્યો હતો .કોલેજના છેલ્લા વર્ષનું પરિણામ જાહેર થવાનું હતું તેને પૂરેપૂરો વિશ્વાસ હતો કે ફે અચૂક સારા માર્કસે પાસ થશે .
ફેરિયાએ છાપું ઓસરીમાં ફેંક્યું ને તેણે ઝટપટ પરિણામના નંબર પર નજર ફેરવવા માંડી. ...ફરીવાર નંબર બરાબર ચકાસ્યા.... તેનું હૃદય એક ધબકારો ચૂકી ગયું .....! પાસ થનાર વિદ્યાર્થીઓની યાદીમાં તેનો નંબર નહોતો....!
|
|
પ્રત્યંચા -
મગનભાઈ મકવાણા "મંગલપંથી"
|
|
આના લેખક છે મંગલપંથી
|
|
ગુરુવાર, 03 જાન્યુઆરી 2013 12:35 |
|
' હવે બહુ લાંબુ નહિ ખેંચે ....!' મિહિર મનોમન બબડ્યો . છેલ્લા એક કલાકમાં તે છ- સાત વાર પૂછપરછની બારીએ જઈ આવ્યો હતો. દરેક વખતે એક જ જવાબ મળતો : ' બસ આગળથી આવશે તો જશે .'ત્યાં જ એક બસ આવી પણ તે અન્ય રૂટની હતી. તેણે બસની ઉપર લગાવેલા પટ્ટાનું લખાણ વાંચ્યું : ' હાથ ઉંચો કરો , બસમાં બેસો. 'તેણે સંદર્ભ જોડ્યો : ' નીચે ઉતરો , ધક્કો મારો , બસમાં બેસો. '
મિહિરે પ્લેટફોર્મ પર નજર ફેરવી .ચારે તરફ કાગળના ડૂચાં,પોલીથીનની કોથળીઓ અને ખાદ્ય પદાર્થો વેરાયેલાં પડ્યાં હતાં. બેસવાલાયક જગ્યા તેને ક્યાંય દેખાઈ નહિ .તે બસ સ્ટેન્ડની બહાર આવ્યો . રોડની સામેની બાજુએ વડનું ઘેઘૂર વૃક્ષ હતું . તે ત્યાં જઈને ઉભો રહ્યો. બસ સ્ટેન્ડ કરતાં અહી તેને સારું લાગ્યું.
એવામાં , એક કાળા રંગની કાર તેનાથી થોડે દૂર પાનના ગલ્લા પાસે આવીને થોભી . કારનો દરવાજો ખુલ્યો ને વીસેક વર્ષની એક યુવતી કારમાંથી નીચે ઉતરી. ડ્રાઈવર સીટ પર બેઠેલા આધેડ પુરૂષે હાથ હલાવ્યો. યુવતીએ મોહક સ્મિત સાથે પ્રત્યુત્તર વાળ્યો, કાર ચાલી ગઈ.
મિહિરે યુવતીના ચહેરા પર અછડતી નજર ફેંકી. આછા ગુલાબી રંગનું ટોપ , બ્લેક જીન્સ , બ્લેક ગોગલ્સ અને હાથમાં આધુનિકતાના પ્રતિક સમો મોંઘોદાટ મોબાઈલ હેન્ડસેટ . યુવતીએ ચહેરા પરથી ગોગલ્સ હટાવી , ટોપમાં ભરાવ્યા . મિહિરને યુવતીનો ચહેરો પરિચિત લાગ્યો. તેણે યુવતીના ચહેરા પરની રેખાઓ ઉકેલવા પ્રયત્ન કર્યો. યુવતી એ હેન્ડબેગમાંથી નાનકડો અરીસો કાઢ્યો ને વાળ ઠીકઠાક કરવા લાગી.
|
|
પ્રત્યંચા -
નરેશ કે.ડૉડીયા
|
|
આના લેખક છે નરેશ કે.ડૉડીયા
|
|
ગુરુવાર, 27 ડિસેમ્બર 2012 14:55 |
|
આપણા હિંદુ સમાજમાં ઘણાખરા પરિવારો એમ માને છે કે ઘરમાં ‘મહાભારત’નો ગ્રંથ રાખીયે તો ઘરમાં મહાભારત સર્જાય છે..!..શા માટે આ માન્યતા ઘર કરી ગઇ છે..?આનું કારણ શોધવા બેસીયે તો છેડાઓ છેટ હાલના અફઘાનીસ્તાનના કાંધાર અને તે સમયનું ગાંધાર સુધી પહોંચે છે.
માતા સત્યવતીને કુરુવંસના યુવરાજની લાલશા જાગી હતી.ભીષ્મની પ્રતિજ્ઞાને લીધે સત્યવતી લાચાર હતાં.અતિસય કામવૃતિને કારણે યુવરાજ વિચિત્રવિર્ય નપુંશક બની ગયો હતો.તેને કોઇ રાજા કન્યા આપવા તૈયાર નહોતા.દેવવ્રત ભીષ્મ કાશીનરેશના સ્વયંમવરમાંથી ત્રણ કન્યાઓને એકીસાથે અપહરણ કરી લાવે છે.યુવરાજ વિચિત્રવિર્ય બાળક પેદા કરવાં અસમર્થ હોવાથી અપહરણ કરી લાવેલી ત્રણ પૈકીની બે કન્યા અંબીકા અને અંબાલીકા સાથે મુની દ્રેપાયન સાથે નિયોગ કરે છે.(નિયોગ એટલે પતિ સિવાય અન્ય પુરુષ સાથે સમાગમ કરી અને બાળકો પેદા કરવા).
આ નિયોગના કારણે અંબીકાના કુખે જન્મથી અંધ એવા ધૃતરાષ્ટ્રનો જન્મ થાય છે.જ્યારે અંબાલીકાની કુખે જન્મથી રોગીષ્ટ અને નિર્બળ એવા પાંડુનિ જન્મ થાય છે.
આ બંને યુવરાજો પુખ્ત થતા અંધ એવા ધૃતરાષ્ટ્ર શારીરિક રીતે સક્ષમ અને બાહુબળ ધરાવતો યુવાન બને છે અને જન્મથી દુર્બળ એવા પાંડુ સામાન્ય હતા.
બંને યુવરાજો પુખ્ત થતાં દાદી સત્યવતી બંને યુવરાજો માટે કન્યા શોધવાની તૈયારી આદરે છે.દાદી સત્યવતી વિચારે છે કે જો બંને યુવરાજો પરણીને કુરુવંશનો વેલો આગળ વધારે તો કુરુવંશ ઉપર લાગેલી’નિયોગ’ની ભયાનકતા દુર કરી શકાય.
એક દીવસ કુરુવંશના રાજપૂરોહિત કૃપાચાર્યને બોલાવીને સત્યવતી કહે છે કે.”આચાર્યશ્રી આં બને યુવરાજો માટે હવે કન્યા શોધવાની જવાબદારી આપના શીરે રહેશે.”
ત્યારે આચાર્ય જવાબ આપે છે,”જન્મથી અંધ એવા ધૃતરાષ્ટ્રને કોણ કન્યા આપશે..?”
તો સત્યવતી કહે છે,”તો પાંડુ માટે કન્યા શોધી આપો…!”
આચાર્ય જવાબ આપતા કહે છે,”રાજમાતા ! આપ તો જાણો છો કે પાંડુ પણ વિચિત્રવિર્યનાં માર્ગે છે.તે વ્યભિચારી બની ગયો છે.તે રોગથી પીડાય રહ્યો છે.આ રોગને કારણે તે પણ પુરુષાતન ગુમાવી બેઠો છે.”
કૃપાચાર્યની વાત સાંભળીને સત્યવતી ગુસ્સે થઇને કહે છે,”જાવ આચાર્ય ! રાજા કુંતીભોજની કન્યા છે અને તેના માટે માંગુ નાખો..!
ત્યારે આચાર્ય જવાબ આપે છે,”રાજમાતા ! ક્ષમા ચાહુ છુ ! એ કન્યા કુંતીભોજની નથી.તે એક યાદવ કન્યા છે અર્થાત એ વૃષીણકન્યા છે અને એનું નામ પૃથા છે..અને મહત્વની વાત એ છે કે એ કન્યા કુવાંરી છે છતાં સગર્ભા છે.”
એ વખતે કુંતિના પેટમાં કર્ણનો ઉદર વિકસી રહ્યો હતો.એક એકથી ચડીયાતા અનેક અવનવા અને ના સમજી શકાય એવા કિસ્સાઓ અને આધુનિક જમાનામાં જે વસ્તુઓ શકય નથી તેનો ઉલ્લેખ મહાભારતમાં જોવા મળે છે..
આ સાંભળીને સત્યવતી ખિન્ન બની જાય છે અને આચાર્યને કહે છે,”આ વાત તમારા જીવનના છેલ્લા શ્વાસ સુધી ગોપીત રાખશો અને રાજા કુંતીભોજને મળીને એ કન્યાનું સગપણ પાંડુ સાથે નક્કી કરો.”
|
|
નવી પેઢી સમજે તેવાં સાહિત્યની જરૂર છે. |
|
|
|
|
પ્રત્યંચા -
ચિંતન શેલત
|
|
આના લેખક છે ચિંતન શેલત
|
|
ગુરુવાર, 27 ડિસેમ્બર 2012 13:13 |
|
અનિલ જોશી સરનું એક નવી પેઢી સમજે તેવાં સાહિત્યની જરૂર માટે નું સ્ટેટસ વાંચી ને આ લખવાનું મન થઈ આવ્યું, કહેવું હતું તો ઘણાં સમયથી પણ આજે કવિશ્રી ના સહકાર થી આ તક મળી છે. જો સાચે જ સિનીયર કવિઓ, લેખકો નો આમ જ સાથ હોય તો અમારી પેઢીમાં ઘણાં એવા નામો છે જે સાચે જ ખૂબ સારું કામ કરી શકે છે અને ખરેખર ગુજરાતી સાહિત્યનો સુવર્ણકાળ કહી શકાય એવું કામ કહી શકાય તેમ છે. જેને ખરેખર ૨૧મી સદીનું સાહિત્ય કહી શકાય એમ છે. પણ આપણાં કવિઓ ની અને લેખકોની એક ચોક્કસ સમજણ છે કવિતા વિશે ની અને એનાં સિવાયનું કશુંય કવિતા કહેવાવાને લાયક નથી એમ તેઓ માને છે. સારી ક્રીયેટીવીટી આમ બસ ફેસબૂક સ્ટેટસ અને રેડીયો વગેરેમાં વેડફાઈને રહી જાય છે.
આપણે જો મૂર્તિ બનાવવી હોય તો મૂર્તિનાં કદ અને એમાં બારીકીનાં પ્રમાણે આપણે ઓજારો વાપરીએ, બધી જ મૂર્તિ માટે એકસરખા ઓજાર ન વાપરી શકાય. તો અહીં અમને જેવું સંવેદન સાંપડે એ પ્રમાણે જ ભાષા ઉપયોગમાં લેવાય એ તદ્દન સ્વાભાવિક છે, અમારી પેઢી ગામઠી વાતાવરણ વચ્ચે કે ચારેબાજું ગવાતા ભજનોનાં ઢાળ વચ્ચે નથી ઉછરી. તો અમારી કવિતાઓમાં એ ના હોય એ સ્વાભાવિક છે.
હું મારી અને મારા સ્કૂલ ટાઈમનાં મારા મિત્રોની દ્રષ્ટિ થી વાત કરું તો, અમે ગુજરાતી ને ભાષા તરીકે પછી અને પહેલા એક વિષય તરીકે જોઈ છે, એક એવી પરીક્ષા જેમાં ખાલી પાસ થવાનું છે. અમે ગુજરાતી ભાષા ને પ્રેમ કરતા શીખ્યા જ નથી. આપણે માત્ર પરીક્ષાલક્ષી ભણીયે છીએ. તો અમારા માટે ગુજરાતી એક વિષય માત્ર હતો, એમાં શિક્ષક ને ભણાવતા ના આવડે એ અલગ અને એ પૂરું ના હોય તેમ ગુજરાતીના પેપર માં પૂરા માર્ક્સ કોઈ દિવસ ના મળે, કારણ કે આ ભાષા છે અને એમાં તમે કાયમ વધું સારું લખી શકો. કાવ્યપૂર્તિમાં તમે કાવ્ય બરોબર યાદ રાખીને લખ્યું હોય, જોડણી કે પછી અનુસ્વાર સુધ્ધાની ભૂલ ના હોય તો પણ સાહેબ અડધો માર્ક કાપી લે અને તમે પૂછવા જાઓ તો કહે "અરે ગાંડા! આટલા માર્ક્સ પણ ખુશ થઈ ને આપ્યા છે!"
|
|
|
પ્રત્યંચા -
ચેતન ગજ્જર
|
|
આના લેખક છે ચેતન ગજ્જર
|
|
બુધવાર, 19 ડિસેમ્બર 2012 09:36 |
|
આ સ્ટોરી છે એક સામાન્ય મનુષ્યની, સ્વાર્થી છતાં આદર્શવાદી ભારતીતયની, પ્રેમાળ છતાં હિંસક આર્યની, એ ઉના રકતની જેને સદીઓથી વહેતા અહીંસાના ઠંડા પવનોએ થીજવી નાંખ્યું છે, ભારતમાતાના એ વીરપુત્રની જેની રગેરગનાં માતૃભૂમિ પ્રત્યેનો પ્રેમ નિરંતર વહે છે, આ સ્ટોરી છે દુનિયાની સૌની મોટી લોકશાહીના ગુલામની, કબૂતરના રાજનાં સિંહની, આ સ્ટોરી છે "સંગ્રામ ભાગવત"ની
"૨૦૨૧"
તિહાર જેલની બહાર હજારોની સંખ્યામાં લોકો ઉમટી પળ્યા છે. દરેકની આંખમાં અગન જવાળાઓ છે દરેકની રગેરગમાં અન્યાયથી ભભૂકતો ગુસ્સો વહી રહ્યો છે હૃદયમાં એક પીડા છે. એક જ નારો ગુંજી રહ્યો છે "ઈન્કીલાબ જીંદાબાદ". હજારોના ટોળાનાં કાબુમાં કરવા શાંતિપ્રિય સરકારે ફોજીના જવાનો તૈનાત કરેલા છે જલિયાવાલા બાગની જેમ ગોળીબાર કરવાની સત્તા એમને આપવામાં આવી છે છતાં જવાનો ઉદાસ ચહેરે જનતાને પાછી વાળવા પ્રયત્ન કરી રહ્યા છે. આજે સંગ્રામ ભાગવતની ફાંસી નો દિવસ છે. આટલા ગુસ્સાનું બીજુ પણ એક કારણ છે કે ભારતમાતાને સપૂતને છ જ મહિનામાં ફાંંસીના માંચળે લટકાવી દેવાનો હુકમ ફરમાવવામાં આવ્યો જયારે અજમલ કસાબ જેવા દેશના દુશ્મને ૧૩ વર્ષથી સાચવી રાખવામાં આવ્યો છે, ટોળુ વધારે ને વધારે હિંસક બનતુ જાય છે સેનાના જવાનો દિવાલ બની એમની સાથે અડગ ઉભા છે વાતાવરણ "ઈન્કિલાબ જીન્દાબાદ" સંગ્રામ ભાગવત અમર રહો" ના નારાઓથી ગુંજી ઉઠયું છે. સંગ્રામ ભાગવત મૃત્યુની વાટ જોતા જેલની કોટડીમાં બેઠો છે અને કાગળ પર એનો છેલ્લો સંદેશો લખી રહ્યો છે એની છેલ્લી ઈચ્છા એ જ છે કે એનો છેલ્લો સંદેશો ભારતની જનતા સુધી પહોંચાડવામાં આવે એના ચહેરા પર ભય કે દુઃખ અંશમાત્ર પણ નથી. એનાં ચહેરા પર ખુશી અને ગર્વની રેખાઓ છે. સંગ્રામ ભાગવતનું ભવિષ્ય બહાર જમા થયેલા ટોળા પર નિર્ભર છે વર્ષો પહેલા ૨૩ માર્ચ ૧૯૩૧ ના દિવસે ભારત દેશે એના એક અનમોલ રતન ગુમાવ્યો હતો. શુ ફરીથી એ જ ઘટનાનું પુનરાવર્તન થશે? શું દેશ ફરીથી ભગતસિંહને ગુમાવી દેશે?
|
|
બિહાર અને ગુજરાત - ભાગ - બે |
|
|
|
|
પ્રત્યંચા -
ઉમેશ દેશપાંડે
|
|
આના લેખક છે ઉમેશ દેશપાંડે
|
|
ગુરુવાર, 29 નવેમ્બર 2012 08:15 |
|
મારી બિહાર વિધાનસભા ચૂંટણી કવરેજનો એક ટીવી જનાર્લીસ્ટ તરીકેના અનુભવનો આ બીજો ભાગ હું લખી રહ્યો છું. ગુજરાતની આ ચૂંટણીમાં વારંવાર કંઈને કંઇ કારણસર ગુજરાત તથા બિહારની વાતો થયા જ કરે છે.બિહાર વિધાનસભાની ચૂંટણી દરમ્યાન પણ ગુજરાતના કોમી રમખાણનો મુદ્દો ઉછાળવામાં આવ્યો હતો. તે સમયે ઘણાં વખતથી હું ગુજરાત તથા બિહારની કોઇ સરખામણી થઈ શકે તેવી સ્ટોરીની ફિરાકમાં હતો ત્યાં તો લાલુ પ્રસાદ યાદવે ગુજરાતમાંથી કેટલાંક મુસ્લિમ ધર્મગુરૂઓને બોલાવ્યા હતા. જેઓ ગુજરાતમાં મુસ્લિમો પર કેવો અત્યાચાર થયો હતો તેની વાત કરવાના હતા. જેથી મુસ્લિમો ડરના માર્યા કે પછી સલામતીનાં નામ પર તેમની પાર્ટીને જ મત આપે. યાદવ તથા મુસ્લિમ વોટના આધારે જ તેમની પાર્ટીને સતત જીત મળતી હતી પરંતુ આ વખતે કદાચ મુસ્લિમ વોટ બેંક નિતિશ કુમારની પાર્ટીની તરફ ઢળે તેવી શક્યતા હતી. તેથી ચૂંટણી જીતવા આવા દાવપેચ આવશ્યક હતા.
ઘર્મગુરૂઓની ફતવા કાઢવાની તાકતને કારણે જ નેતાઓ તમામ બાવાઓ તથા મૌલવીના શરણે જતા હોય છે. આ ફતવો શબ્દ પણ મને બહુ ગમે છે આમ તો તેનો ખરો અર્થ ધાર્મિક આદેશ એમ થાય પરંતુ આપણે તેનો નકારાત્મક અર્થ જ વધુ લઈએ છીએ. સરકારનો કોઈ મનગઢત આદેશ, કે પછી ચૂંટણી દરમ્યાન ફલાણા કે ઠિકણાં પક્ષને પછી ચોક્કસ ઉમેદવારના પક્ષમાં મત આપવાનો આદેશ. શરૂઆતમાં તો આ મોલવીઓના આદેશનું થોડું ઘણું મહત્વ હતું પરંતુ હવે તો કોન્ગ્રેસ વાળા લાવ્યા ન હોય તો પણ બીજેપી વાળા કોઇની પાસે 500 રૂપીયા આપીને લખાવી લાવે અને પેપરોમાં 50,000 રૂપીયા ખર્ચીને જાહેરાત કરે કે જુઓ આ બધા તો કોન્ગ્રેસને જ મત આપશે આમ કરીને હિંદુ મતોનું પણ ઘ્રુવીકરણ થાય અને ફતવોનો લાભ ભલતો જ લઈ જાય. આ બધુ હોવા છતાંય તેનું મહત્વ ઓછું તો નથી જ.
કોઈ પણ ચૂંટણી હિંદુ મુસ્લિમ કે પછી જાતિવાદ વગર જીતી જ ન શકાય. કોલેજમાં હતા ત્યારે ઘણાં સ્વપ્નશીલ હતા આજે પણ છીએ પરંતુ જાણીએ છે આવું જ બધું રાજકારણમાં ચાલતું હોય. અમારો એક મિત્ર જનરલ સેક્રેટરી (જીએસ)ની ચૂંટણીમાં ઉભો રહ્યો. અમારો એક ખાસ મિત્ર મુસ્લિમ હતો. તે એક વખત આવીને કહેવા લાગ્યો કે આપણો હરિફ જીએસ ઉમેદવાર મારે ઘરે આવ્યો અને કહેવા લાગ્યો કે આપણે બંને મુસ્લિમ છીએ તેથી તારે મને સર્પોટ કરવો જોઇએ. અમને બઘાને બહુ જ ગુસ્સો આવ્યો કે કોલેજની ચૂંટણીમાં પણ આવી રીતે હિંદુ મુસ્લિમ લાવવામાં આવે છે તેને હરાવવો જ જોઈએ. યેનકેન પ્રકારે અમારા હરિફને હરાવવાની ગાંઠ વાળી દિધી હતી. કોલેજમાં અમુક સંપ્રદાયના ઘણાં વિદ્યાર્થી હતા. તો તેમનાં જ એક જાણીતા ધાર્મિક ગુરૂનાં પ્રવચનમાં અમે જતા. સ્વામીજીનો જયજયકાર બોલાવતા અને તેમણે ફતવો અમારા ઉમેદવારની તરફેણમાં કાઢ્યો હતો. કોલેજની ચૂંટણીનો ત્રિપાંખીયો જંગ અમે જીતી ગયા હતા. તેમાં ફતવાનો પણ મોટો ફાળો હતો. તે ઉપરાંત અમે કોલેજની આદીવાસી વોટ બેન્ક ગણાતી હોસ્ટેલોમાં દારૂ તથા મટનની પાર્ટીઓ પણ આપી હતી.જો કોલેજના ઇલેકશન જીતવા માટે આ બઘું કરવું પડ્યું હતુ તો આ તો વિધાનસભાનું ઇલેકશન હતું આ જીતવા માટે તો શું ન થાય.
|
|
આદિવાસીની ખુબ જ વિરલ જાતિ - મથુરા બંજારા |
|
|
|
|
પ્રત્યંચા -
ઉમેશ દેશપાંડે
|
|
આના લેખક છે ઉમેશ દેશપાંડે/અલ્પેશ પરમાર
|
|
શનીવાર, 08 સપ્ટેમ્બર 2012 17:27 |
|
ભારતની મથુરા બંજારા તરીકે ઓળખાતી આદિવાસીની ખુબ જ વિરલ જાતિને શોધવા માટે મારે એક સાહસપૂર્ણ પ્રવાસ ખેડવો પડ્યો હતો. મારો આ પ્રવાસ જ મારી કહાની છે.
મારી શોધની શરૂઆત થઇ 2002થી, જ્યારે મેં ગુજરાતમાં અમદાવાદ ખાતે આદિવાસી કેન્દ્ર ખાતે યોજાયેલા એક પ્રદર્શનમાં આદિવાસીની એક વિરલ જાતિનો ફોટો જોયો. મેં મારા જીવનમાં આવી જાતિ ક્યારેય જોઇ ન હતી. આ આદિવાસી જાતિનું સૌથી અભિન્ન અંગ તેમના માથા પર પહાડ જેવી મોટી ચોટીઓ હતી. હું તે ફોટોગ્રાફ જોઇને ખૂબ જ રોમાંચિત થઇ ગયો હતો અને મેં નક્કી કર્યું કે હું મારી જાતે આ વિરલ જાતિના ફોટોગ્રાફ લઇશ. મને વિરલ વસ્તુઓના ફોટા લેવા ખૂબ જ ગમે છે.
મે ગુજરાત વિદ્યાપીઠના સંગ્રહાલયના વસ્તુપાલ શ્રી અરવિંદ ઘોસાળકરને તે જાતિ વિશે પૂછ્યું. મને જાણવા મળ્યું કે તે ફોટો તેમણે પોતે 1960ના દાયકામાં લીધો હતો, અને 2002માં એવું લાગતું હતું કે આ જાતિ ચોક્કસ લુપ્ત થવાના આરે હશે. શ્રી ઘોસાળકરે જણાવ્યું કે આ જાતિ દક્ષિણ ભારતમાં વસે છે. તેઓ આદિવાસીઓની ફોટોગ્રાફી માટે આખા દેશમાં ફરતા હોવાથી તે ફોટો ચોક્કસ કઇ જગ્યાએ લેવાયેલો હતો તે તેમને તે સમયે યાદ ન હતું. મેં તે જાતિને શોધવાનું મનોમન નક્કી કરી લીધું. બાદમાં મેં શ્રી ઘોસાળકર પાસેથી વધુ માહિતી મેળવવાનો પ્રયાસ કર્યો. મારા સદનસીબે તેમને થોડી માહિતી મળી કે તે મથુરા બંજારા નામની જાતિ છે અને તે આંધ્રપ્રદેશમાં વસે છે. બસ, મારા માટે આટલું કાફી હતું. તે સમયે હું દ્રશ્ય-શ્રાવ્યનો વિદ્યાર્થી હતો અને અમદાવાદમાં અભ્યાસ કરતો હતો.
|
|
બિહાર અને ગુજરાત - ભાગ એક |
|
|
|
|
પ્રત્યંચા -
ઉમેશ દેશપાંડે
|
|
આના લેખક છે ઉમેશ દેશપાંડે
|
|
સોમવાર, 30 જુલાઈ 2012 00:09 |
|

આમ તો સરખામણી કરવી એ કંઈ સાચી રીત નથી. પરંતુ આપણે આપણો કક્કો ખરો કરવા ઘણી વાર સરખામણી કરી નાંખીએ છીએ. તાજેતરમાં આપણા મુખ્ય પ્રધાન નરેન્દ્ર મોદીએ તેમનાં હરિફ કેશુભાઈને ઉદ્દેશીને કહ્યું કે બિહાર જાતિવાદનાં રાજકારણને કારણે પાછળ રહ્યું હતું. તો તરજ જ તેની પ્રતિક્રિયા રૂપે બિહારનાં મુખ્ય પ્રધાને કોમવાદનું રાજકારણ ખેલનારને આવું કહેવાનો અધિકાર નથી તેવું નિવેદન આપ્યું હતંુ. આમ મોદી વિરૂદ્ધ નિતિશનાં આ યુદ્ધને કારણે જ મને સાત વર્ષ પહેલા બિહાર વિધાનસભાની ચૂંટણી કવરેજ કરવા માટે મેં વિતાવેલા ત્રણ મહિના કરતા વધુ સમયની યાદ સ્મરણ પટ્ટ પર તાજી થઈ ગઇ.
મુંબઈમાં તો દરરોજ યુપીબિહારનાં લોકો વિરૂદ્ધનાં નિવેદનો સાંભળું છું. ખાસ કોઈ અસર થતી નથી. કારણકે બધુ લોકોને ભરમાવા માટે તેમજ સત્તા મેળવવા માટે જ હોય છે. તેમ છતા લોકોમાં વિવિધ જાતનાં પૂર્વગ્રહો હોય જ છે. હું પણ એમાંથી કંઇ બાકાત નથી. હૈદરાબાદની એક ટીવી ચેનલમાં કામ કરતો ત્યારે પણ બિહારનાં લોકો વિરૂદ્ધ એક અલગ પ્રકારનાં દ્વેષની લાગણી થતી. તેનું કારણ એ પણ હતું કે અમારી એક માત્ર ગુજરાતી ચેનલને બાદ કરતા ત્યાંથી પ્રસારીત થતી લગભગ તમામ યુ,પી, રાજસ્થાન, મધ્ય પ્રદેશ, બિહાર તથા ઉર્દુ ચેનલમાં તમામ જગ્યાઓ પર બિહારથી આવેલા લોકોનો દબદબો હતો. અમારા ગુજરાતીઓ કરતા આ લોકો ઘણાં જ હોંશિયાર તમામ રીતે. તેઓની સાથે પરિચયમાં આવતો તો ઘણીવાર થતું કે આ લોકો આટલા બધાં હોંશિયાર છે તો પણ પ્રદેશ આટલો પછાત કેમ ?
|
|
|
|
|
<< શરૂ કરવું < પહેલાનું 1 2 3 4 5 6 7 8 પાસેનું > અંત >>
|
|
પ્રુષ્ઠ 1 કુલ- 8 |