વિભાગ

સુચના

આજે ગુજરાત દિવસના પાવન અવસર પર આપને જણાવતા આનંદ થાય છે કે ઝાઝી.કોમ હવે યુનીકોડ ફોન્ટ માં ઉપલબ્ધ છે.

જુના વેબપેજ માટે અહીં કલીલ કરો….. (હિતાથૅ ફોન્ટ હોવા જરુરી છે.)

અતિથી દેવો ભવ:

We have 46 guests and no members online

મદદ

 


 રમુજ

આપણા લગ્નની પહેલી વર્ષગાંઠ આવી રહી છે તો આપણે તંદુરી ચિકન બનાવીને જમીએ? એક બીબીએ ખુશ થતાં થતાં તેના પતિ સરદારજીને પૂછયું.

સરદારજીએ તરત જ જવાબ આપ્યો ‘અરે હોય કંઈ! આપણે કરેલી ભુલ ની સજા બિચારી મરઘી શા માટે ભોગવે?

Star InactiveStar InactiveStar InactiveStar InactiveStar Inactive
 

"રજનીશભાઈથી મિસ્ટર.ફ્રૉઇડ...કૉમન-મૅન! આ આમ-આદમી છે. રોટી, કપડા 'ને મકાનનાં સ્વપ્ના જોતો આલુ-આદમી નહીં પણ, તેની ખુદની સમસ્યામાં બાથોડા ભરતો! ફ્રૉઇડ માટે ધર્મ વગેરેની મમત એ વાસ્તવિકતાનો સ્વીકાર કરવાની અક્ષમતા હતી, મહાન માનવ જાતની! જયારે ફિટ્ઝ કરંટ-ટ્રેન્ડને-લોક-ધબકારને કે સાંપ્રત-સંસ્કૃતિને વ્યક્તિગત સાધનાનું સાધન ગણતાં નહીં કે સમાજનું! મારા સ્વપ્ના... હું જે તે અન્યત્ર ચાલી રહ્યું છે તેમાંથી ઈંટો પકડી પકડી હું ચણીશ!
ગલ્લા પરની ભાષામાં કહું તો સમયને હું વાપરીશ! ઓહ.... ગાલ્સવર્ધી "મેન ઑફ પ્રૉપર્ટી"માં સ્ત્રીઓની વાત કરતા હતા પણ અહીં તો  સમયને સ્ત્રી બનાવી દીધી! જંગલનો કાનૂન? લૉ ઑફ ઇવોલ્યૂશન?! વ્હૉહોટ ધ હૅક! ફિટ્ઝ અને તેમની પત્ની ઝેલ્ડાના તંગ સંબંધ આપણા આજના આમ-આદમીના પતિ-પત્ની કે પ્રેમી-પ્રેયસીના સંબંધનું વાસ્તવિક-મૅટાફૉર છે! સાર્ત્ર 'ને સિમોન એ પદ્ય છે. આ ગદ્ય છે! ખેર,  ફિટ્ઝ પાસે અર્નેસ્ટ હૅમિંગ્વે હતા ....તેમના કહેવા મુજબ તેમનો "કલાત્મક અંતરાત્મા "! ...અને
આપણે?... આપણી પાસે ? “

ઝિશાન મગજ ...હાથ છૂટાં ના કરે તો કઈ નહીં પગ છૂટાં કર. રેસ્ટ રૂમ ઇન ધ સ્કાય!...ઓત્તારી... આ તો કોઈ ઍબસ્ટ્રેક્ટ કવિતાનું શીર્ષક બની ગયું! ...સેફ્ટિ બેલ્ટ છોડી સ્વયંસંચાલિત રીતે આજુબાજુ જોતો તે આગળ વધ્યો ...વ્હૉટ આ ગેધરિંગ! ધ ગ્રેટ ગૅટ્સબાય નો એક ઓર સંવાદ યાદ આવી ગયો ..." મને મોટી પાર્ટીઓ ગમે છે. એ એકદમ નીજી હોય છે. નાની પાર્ટીઓમાં કશું એકાંતિકતા જેવું હોતું જ નથી! " ...

જૉર્ડન મહાશય અહીં આવો તમને એક બંધ કમરામાં એકદમ પ્રાઇવસી મળશે ...આ સો બંધ બારી અને બે બંધ બારણાના રૂમને જેલની કોટડી કહેવી કે ગ્રીનરૂમ કે કોઈ વિડિઓ ગેમનો કૉમ્પ્યુટરમાં તૈયાર થયેલો સૅટ?! અલબત્ત ! આ પ્લેન તો છે જ, એની ના નહીં !

“ આ વિજ્ઞાન પણ અજીબોગરીબ વસ્તુ છે! એમાંય મેડિકલ સાયન્સ રિસર્ચ કરે ત્યારે ઘણીવાર તે પાંસઠમી કળાનું પ્રદર્શન કરતું હોય છે! જો વિદ્યાર્થીઓનો કેસ-સ્ટડી કે સૅમ્પલ-સ્ટડી થાય તો? નિદાન વલ્દ નિર્ણય આવે કે  માણસનું શરીર ભણવા માટે બનેલું જ નથી! એ નૅચરલિ રિસ્પૉન્ડ જ નથી કરતું! ઊલટું રિવોલ્ટ કરે છે. માનવી તો રમત-ગમત, રખડપટ્ટી 'ને રંગરેલિયા માટે
જ છે...અને વિશેષજ્ઞ પેટા-તારણો રજૂ કરે તે પહેલા બ્રેકમાં એડ આવશે- ફલાણું ખાઓ ઢીકણું કરો ...અને ટૂંકમાં અમને પૈસા આપી તમે ‘જલસા’ કરો! રિઅલ, નેચરલ, સાયન્ટિફિક જ-લ-સા! શું સારું-શું ખોટું એનું બ્રાન્ડીંગ! જીવનમાં ટીવી છે કે ટીવીમાં જીવન કે બધું સેઇમ  ટુ સેઇમ?! તો... શું હસવું એ પ્રૉબ્લેમ છે? વારુ, અભણ, ગામડિયો 'ને ફર્સ્ટ ટાઈમર પણ જ્યારે સેક્સ કરે છે ત્યારે મેઇન-એક્ટ દરમિયાન ગંભીર હોય છે. દાંત કાઢીને કે કાઢ્યા વગર હસતો નથી! હા, પહેલા પછી વાત અલગ છે! ના, પચાસથી વધુ સ્નાયુઓનો ઉપયોગ કરતું હાસ્ય એ ઑરિજિનલ- ઑટોમૅટેડ પ્રક્રિયા નથી. ખુશ રહેવું કે આનંદ કે ‘ઍટ પીસ’ તે હાસ્ય નથી. હસવું એ ફોર સ્યૉર માનવીય...યાંત્રિક પ્રક્રિયા છે.
જંગલમાંથી ઉતારી આવવું અને મેડિસિન-મૅન હોવું!- માણસ જન્મે મૅચ્યૉર છે! એ રડે છે એની જાતે. ‘હસવું’... તેનું પ્રોગ્રામિંગ, ટીચિંગ કે ટ્રેઇનિંગ માત્ર શક્ય નથી પરંતુ ફરજીયાત છે! મા...મધર! અને ત્યાંથી શરૂ થાય છે માણસનો 'હું કશું નથી'થી 'હું શું છું' તે શોધવાનો દોર! મા એને કૉગ્નિશન આપે છે....હોમો સેપિયંસ સેપિયંસ રેસની સર્વાઇવલ-માસ્ટર-કિ! માતૃત્વ! હ્યુમન ઉર્ફે ‘ધ મમલ-મૅન’ શૂન્ય પાસે જઈને વિદ્યાર્થી બને છે. “


ઝિશાનને એક બંધાણ હતું ડ્રાઇવ કરતો હોય કે કોઈ પણ રીતે મુસાફરી કરતો હોય તો તે ક્યાં તો રૂબરૂ કે ફોન ઊપર વાતો કરે અથવા વિચારો કરે... અહીં પ્લેનમાં એક તરફ પૅસેજ- રસ્તો છે ‘ને બીજી બાજુ- તદ્દન અડીને- સતત બંને કાનમાં હેડફોન ભરાવી પોતાનામાં જ વ્યસ્ત રહેતી ગોરી વૃદ્ધ મહિલા! અત: વિચારો... એક ક્લાસિકલ સંગીતકારના રિયાઝની માફક નહીં પણ ચિત્રકારની સ્કૅચબુક સાથેની રમતની જેમ! વિશ્વની કોઈપણ વસાહત કે સમાજથી હજારો માઇલ્સ દૂર ફક્ત મુઠ્ઠીભર અજાણ્યા...રાધર ઝીરો-કૉમ્યુકેશનલ માણસો સાથે, વિવિધ ટાઈમ-ઝૉનમાંથી પસાર થતા વિચારોને ગુરુત્વાકર્ષણબળથી સમજોને સારી એવી છૂટ મળી ગઈ! ઝિશાન એક મર્દાનગીનો અહેસાસ કરતો હતો! હું મારે જેટલું વિચારવું હોય તેટલું વિચારી શકું છું, કોઈ તાકાત મને રોકી નથી શકતી! આઈ એમ ધ મેન! વ્હૉટ? ઇઝ ધિસ બીઇંગ ફૉર મેન રિયલ ? પુરુષપણું શું પુરુષ જાતિ સાથે સંબંધ ધરાવે છે ખરું ? કે પછી સંસ્કૃતમાં જેમ આત્માને એક ઉપમા પુરુષની અપાઈ છે તેમ?  મેસ્કયુલિનિટિ! હું તો કહું છું બંધન તોડવા ...યુટિલાઇઝિંગ મૅક્સિમમ ઇઝ મેસ્કયુલિનિટિ. એન્ડ સબૉર્ડિનેશન મિન્સ ફેમિનિન. બ્રિટીશ એ.કે.એ. વિક્ટોરિયન રીત-રસમને ફગાવવી એ પુરુષત્વ હતું. ચર્ચની વાતો હોય કે શેક્સપિયર, હવે ના ચાલે!

“ ફ્રૉઇડ , હૅમિંગ્વે 'ને ફિટ્ઝગૅરાલ્ડ...ક્રાંતિકારી હતા. એક મનની વાત કરે એક માણસના માણસ હોવાની અને એક ...શક્તિની! બંદૂક, મારી નાખવું અને જીતવું એ અમેરિકન સ્વપ્ન અર્નેસ્ટ સહજતાથી પૂરું પાડે છે. ડિક ચૅની ભલે બીજા વિશ્વ યુદ્ધના તાલે જન્મ્યા પણ લિ હાર્વે ઑસ્વાલ્ડ કે જૅક રૂબીના ગૉડફાધર્સ એટલે કે જ્હૉન કૅનેડીનું મૃત્યુ નક્કી કરનારા પાત્રો આ હૅમિંગ્વેના વખતમાં જ પાઠશાળામાં પાઠ ભણતાં હતા! વિએટનામનું ભાવી શું અર્નેસ્ટની બુલ-ફાઇટ માણનારા મૅટાડૉર-મીર લોકોએ  એ લખ્યું? ઍન્ડ વ્હૉટ ઍબાઉટ અમેરિકન-સેક્સ?!
"ટેન્ડર ઇઝ ધ નાઇટ"માં ફિટ્ઝનું એક પાત્ર છે ...ડિક ડાઇવર્સ! શિશ્નની વિભાવના આ પાત્રમાં અનેરી ઊંચાઈ પામે છે. ગ્રીક ગૉડ “થૉર” હાથમાં વીજળી રાખે તેમ! જોનારને એવું લાગે કે આ ડિક હાથમાં પૅનિસ રાખે છે.

સુપર-ઍક્સાઇટેડ, હ્યુજ એન્ડ ફુલ્લ ઑફ પાવર! 
ફ્રૉઇડ પાર્ટ-ટુ એટલે કે ઝૅક લેકાન હોય કે નિત્શે ...ડિકને બધા સર આંખો પર ચઢાવે છે! નવું જીવન ... નવી દુનિયા શરૂ થાય છે. ‘ધ સન ઑલ્સૉ રાઇઝિઝ’માં હૅમિંગ્વે આધુનિકતાની ચીરફાડ કરી સમયને દોરે છે! કૉલંબસ ભારત શોધતા અમેરિકા પહોંચ્યો પછી ચાલી વણઝાર. લૅન્ડ ઑફ ઇમિગ્રન્ટ્સ! ‘ધ સન ઑલ્સૉ રાઇઝિઝ’માં બાર્ન્સ નામના કૅરિક્ટર પર હૅમિંગ્વે જુઓ પેઢીઓ વચ્ચેનો સાંધો કેવી રીતે બતાવે છે ...

‘ તું એક તડીપાર માણસ છું. તેં જમીન સાથેનો નાતો ખોઈ નાખ્યો છે. તું તો મૂલ્યવાન થઈ
ગયો! બનાવટી યુરોપિયન માપદંડોએ તને બરબાદ કરી નાખ્યો છે...દારુ લાગે છે તને મૃત્યુ સુધી દોરી જશે. સેક્સ તારા મન પર સવાર થઈ ગયું છે. તારો સમય તું વાતો કરવામાં ...કામ ના કરવામાં તું પસાર કરે છે. તું એક તડીપાર છું ..જો ને કેવો આખો દિવસ કાફેની આસપાસ જ તું ભટકતો રહે છે! ‘
...આહા ...અર્નેસ્ટ હૅમિંગ્વે! આ માતૃભૂમિ હીન જૅકની વ્યથા જુઓ- ‘દિવસ દરમિયાન બધી વાતો પર ઊકળતા રહેવું સહેલું છે. પણ, રાત્રે ...વાત બદલાઈ જાય છે! ‘

મારી પોતાની વાત કહું છું ...શબ્દો ભલે તેમના છે- ‘ બીજા દેશમાં સ્થળાંતર કરવાથી કશો ફરક નથી પડતો ...મે એ બધું કરીને જોઈ લીધું છે! એક સ્થળથી બીજા સ્થળ પર જવાથી તમે તમારી જાતથી દૂર નહીં ભાગી શકો...’

હૅમિંગ્વે સ્થળ નહીં ...જાત પણ નહીં તો શું સમય બદલવાની વાત કરે છે? ....
‘યુ આર ઓલ લૉસ્ટ જનરેશન્સ!... ‘

ટર્નિંગ પૉઇન્ટ તો ત્યારે આવ્યો કે જ્યારે લુબ્ના સાથે ઝિશાનનો પ્રથમ આમનો સામનો થયો. રોજ રાત્રે જે કોઈ કોરો કાગળ મળે, બલકે છાપેલા કાગળનો કોરો ભાગ મળે તેમાં ટપકાવેલી નોંધો ઝિશાનના કૉન્ડૉમાં દરેક બાજુએ રખડતી પડેલી હોય. અને એક દિવસ નક્કી કરેલા સમયથી અરધો કલાક પહેલા અમૅરિકન ઇન્ડિયન સોસાઇટીમાંથી રેફરન્સ લઈને લુબ્ના આવી પહોંચે છે. પહેલી મુલાકાત! માર્કેટ-
રિસર્ચ તો બાજુમાં રહી જાય છે પણ લુબ્ના કાગળ પરના લખાણમાં રહેલા ઝિશાનનું રિસર્ચ કરી લે
છે. લુબ્ના માત્ર લેખક ઝિશાનને બહાર નથી લાવતી પણ તદ્દન નવા..દ્વિજ- ઝિશાનને જન્મ આપે છે.
અને ઝિશાનની પ્રથમ કૃતિ "આન, અંદાજ 'ને આઝાદ"ને પણ. ઝિશાનના મનનું માઈલોમીટર ચલચિત્રની રીલની ઝડપે દોડ્યા જ કરે છે...કાળા આંકડા અને સફેદ પટ્ટી...ધુમાડાનાં વાદળો ઉડાઉડ કરતાં જાય છે અને વિચારો કશું ને કશું કહેતા જાય છે.
“ શું અર્નેસ્ટ અને ફિટ્ઝ વચ્ચે ગે-રિલેશનશિપ હતી? ઍઝ એ મૅટાફૉર... ? રિયલમાં જે હોય તે છોડો. શક્યત: સ્ત્રી હોવું કે પુરુષ હોવું તે પ્રેમ અને વાસનાનો વિચાર-યોગ બને છે. વિશ્વયુદ્ધ સ્ત્રીઓને ઘરકામમાંથી બહાર કાઢી પુરુષ-કામમાં લગાડે છે. મત આપી શકવાની સમાનતાની અધિકૃતતાની ખરી જનની આ ગ્લોબલ-વૉર જ બને છે. સ્ત્રીની પરિભાષા બદલાય છે. સ્ત્રી અને પુરુષ એ એક તત્વ તરીકે ટેકનિકલિ રહે છે. અથવા તો અર્થ સરખો રહે છે પણ... ફક્ત શબ્દ બદલાય છે. શબ્દ! અર્નેસ્ટને બાજુમાં મૂકીને સસલાની જેમ પહેલા નોબેલ જીતી લેનાર વિલિયમ ફૉકનર લખે છે: ‘ મને ખબર હતી કે આ શબ્દ બીજા શબ્દોની જેમ જ ...ખાલી-જગ્યા પૂરવા પૂરતો આકાર માત્ર છે!... ‘ આ વાત તેમણે પ્રેમ માટે લખેલી!

‘કદાચ એ લોકો સાચા હતા પ્રેમને ચોપડીઓમાં રાખવા માટે, કદાચ એ બીજે ક્યાંય ના જીવી શકત! ‘ શબ્દોના ભારથી અર્થનું ભારણ આપતા ફૉકનર અને હૅમિંગ્વે જોડે આ શબ્દની શક્તિ અને તેની રજૂઆત અંગે જાહેર મગજમારી રહેતી. અર્નેસ્ટનો વાચક ક્યારેય ડિક્ષનરી ખોલવાની જરૂરિયાત મહેસૂસ જ ના કરે અને ફૉકનર તેને જ નબળાઈ ગણાતા... ખેર! આખરે આ શબ્દકારણ પાછળ બંનેનો માણસ કે જીવનને સમજવાનો... સમજાવવાનો કર્મયજ્ઞ જ હતો. વારુ, શબ્દકોષ કે ભાષાકોષ એવું હોય પણ અર્થકોષ કે મર્મકોષ એવું થોડું હોય!

ફૉકનર ‘અબ્સલોમ અબ્સ્લોમ’માં કહે છે કેટલીક વસ્તુ હોય છે જેના માટે ત્રણ શબ્દો પણ બહુ બધા હોય છે અને ક્યારેક ત્રણ હજાર શબ્દો પણ ઘણા ઓછા હોય છે! મગજકારણ  ... !

‘ જાણવાની ક્રિયા યાદ રાખે તે પહેલા યાદદાસ્ત માની લે છે. સાંભરે તેનાથી પણ લાંબા સમય સુધી માને છે. ... જાણવાની ક્રિયા વિચરી શકે તેના કરતા લાંબા સમય સુધી...! ‘

લૅફ્ટ અને રાઇટ બ્રેઈનનો તફાવત અહીં છે ...કૉન્શ્યસ ...સબ-કૉન્શ્યસ માઇન્ડનો ભેદ અહીં છે! અને આ જ ફૉકનર ઍલાન કરે છે ‘ સ્મૃતિ જેવું કશું છે જ નહીં! મગજ એ જ સાંભરે છે જે સ્નાયુઓ ફાંફાફોસી કરીને શોધી કાઢે છે. અને તેનો પરિણામી સરવાળો સામાન્ય રીતે અચોક્કસ અને ખોટો હોય છે અને ફક્ત સ્વપ્નના નામ પૂરતો જ કામનો હોય છે! ‘....
ફૉકનર માથા પરથી ટોપી ઉતારે છે ‘ને સાકારનું ઘનફળ ટોપીમાંથી કાઢીને હાથમાં રમાડે છે અને કોઈ પ્રેક્ષકના ખિસ્સામાં મૂકી પાછો ગુમ કરી દે છે! સ્વપ્ન, ઓળખ અને શબ્દ!...."

" ઍક્સ ક્યૂઝ મી સર ...વુડ યુ લાઇક ટુ હૅવ સમથિંગ...? "

ઝિશાન જાગ્યો ! ફૂડ એન્ડ ડ્રિંક્સ ટ્રૉલીની પાછળ ઍર-હૉસ્ટેસ સ્માઇલ કરતી હતી.
" નો થેન્ક્સ ...આઈ ગોટ યૉર સ્માઇલ ..." ઝિશાનથી બોલાઈ જ ગયું!
ઍર-હોસ્ટેસ ખડખડાટ હસી પડી. સ્માઇલ! સ્માઇલ ઇઝ કન્ટેજિયસ!

“ સમયનો સાપેક્ષ ક્યાં ગયો? સાર્ત્રએ ફૉકનરની "ધ સાઉન્ડ એન્ડ ધ ફ્યૂરી" ઉપર જે ક્રિટિક લખેલ તેમાં કીધું હતું તે યાદ આવી ગયું ..." આ વર્તમાન સમયની પેલી બાજુ કશું જ નથી, કેમ કે ભવિષ્ય અસ્તિત્વ નથી ધરાવતું. વર્તમાન અજાણ્યા સ્ત્રોત્રોમાંથી આપણને ઉભા કરે છે અને બીજું કોઈ વર્તમાન ધકેલે છે..." સાલ્વાડોર ડાલિનું ઘડિયાળ રગડે છે...વહે છે પણ આ કથામાં ક્વેન્ટીન ઘડિયાળ તોડે છે! સમયમાં કે સમય સાથે કે પછી સમયને લઈને ચાલવાની વાત છે પરંતુ ઘડિયાળ વગર!... ક્લૉલેસનૅસ...! સાર્ત્ર સરવૈયું કાઢે છે....
‘ ફૉકનર અને ઘણા બધા લેખકો કેમ આ વિશિષ્ટ અસંગતતા ...એબ્સર્ડિટિ પસંદ કરે છે જે એકદમ નાવીન્યહીન અને અસત્ય છે? ‘
આ એબ્સર્ડ શબ્દ પણ ઍબ્સોલ્યુટ અને ઍબસ્ટ્રેક્ટની જેમ ઘણો વિચારસ્પદ રહેલો છે. સાર્ત્રની સાથે સિમોન યાદ આવે કે ના આવે ...અલગથી પણ, મગજ કામુનો ડેટા જરૂર ટેપ કરી લે! કામુ કહેતા કે " એબ્સર્ડ અનિવાર્ય વિભાવના છે અને સૌ પ્રથમ સત્ય છે ! ‘ કામુ એબ્સર્ડ સમજાવે છે– ‘માણસ સૂઝ-સમજહીનતાની સામે ઊભો રહે છે. તેની અંદરની સુખ અને સમજની ચાહની તેને અનુભૂતિ થાય છે. એબ્સર્ડ આ માનવીય જરૂરિયાત અને સૂઝ-સમાજ વગરની જગતની ચૂપકીદી વચ્ચેની લડાઈનું પરિણામ છે. ’ કામુ માને છે કે ‘ સમય જતા માણસને તેનો દુશ્મન કોણ છે તે ખબર પડી જાય છે ...'કાલ'! અને આ કાલને તે ચાહતો રહ્યો પણ તેની અંદરનું સર્વસ્વ આ કાલને નકારતું રહ્યું! શરીરની માંસ-પેશીઓનો આ બળવો એ એબ્સર્ડ છે! ‘

સાર્ત્ર આ જ વાત ફૉકનરમાં જુએ છે અને હકારે છે ‘ હું માનું છું કે આપણે વિવેક-સમર્થન માટે
આપણી વર્તમાન જિંદગીની સામાજિક પરિસ્થિતિમાં નજર નાખવી જોઈએ. ફૉકનરની તત્વમીંમાસા તેની નિરાશા પછી આવે છે. તેના માટે ...આપણા માટે જેમ છે તેમ જ ભવિષ્યનાં દ્વાર બંધ છે.
જે કાંઈ આપણે જોઈએ છે અને અનુભવીએ છે તે આપણને અંદરથી ફરજ પાડે છે..કહેવા ' આ નહીં ટકે.' ...છતાં બદલાવનાં બીજ પણ નથી રોપાતાં! ...સિવાય કે ઉત્પાતના સ્વરૂપમાં. આપણે અશક્ય ક્રાંતીઓના સમયમાં જીવીએ છીએ. ફૉકનર તેમની વિલક્ષણ કલાથી આપણું ગૂંગળામણ અને ...ઘડપણને કારણે મૃત્યુ પામતો સંસાર વર્ણવે છે. ‘ સાર્ત્ર ઉમેરે છે ‘મને આ કળા ગમે છે પરંતુ હું તેની તત્વમીંમાસામાં નથી માનતો. ભવિષ્ય બંધ હોય તો પણ એ ભવિષ્ય છે.’ ...

સાર્ત્રના હૈયે માર્ટિન હિડીગરની ‘બીઇંગ એન્ડ ધ ટાઈમ’ આવે છે. " માનવીની વાસ્તવિકતાની પાછળ કશું પણ ના હોય ...કે પછી તેનું ખાતું જ બંધ થઈ ગયું હોય ....તો પણ માનવીનું હોવું
એ પોતાની જાત વિશેનું પોતાનું અનુમાન નક્કી કરે છે...દાખલા તરીકે તમામ આશાઓ નો
વિનાશ પણ માણસની પાસેથી તેની શક્યતાઓનું વાસ્તવ નથી છીનવી લેતું. ‘

ટૂંકમાં કાલ છે...એ વાત પર પોતાનો પ્રશ્નાર્થચિન્હ મૂકો કે પૂર્ણવિરામ કે અલ્પવિરામ ...આજે! જેવી રીતે સાર્ત્ર અને કામુ ..ફૉકનર પર મળે છે તેમ આ ચિન્હોવાળી કાલ... આજમાં! શું છે આ ચિન્હો? માર્ગ યાદ કરવા માટેની અધાણી? ગુફાઓમાં આદિમાનવે લખેલું સાહિત્ય , ઇતિહાસ કે વિજ્ઞાન? આજના સાંપ્રતના એકમ બનતા જતા મૅસેજનો કોડ? માણસને બૃહદ મુઠ્ઠીમાં લેવું છે. ઓળખીને! ઇમોટિકૉનથી ડઘાઈ જતા વડીલો આપણી ભાષા પથ્થરયુગની ચિત્રલિપી બની જશે તેવું ભાખે છે! કણસાટ! આ બાજુ માણસને દરેક વસ્તુની સાકાર પરંતુ ન્યૂનતમ આઇડેન્ટિટિ જોઈએ છે. અર્થ અને અક્ષર વચ્ચે શ્વાચ્છોશ્વાસનો અવાજ કરતાં શબ્દો! અર્નેસ્ટ હૅમિંગ્વેના ‘શૅપ’!

ફૉકનરને જ્યારે પૂછાયું કે લેખક તરીકે તમારા વિષે તમે શું કહેશો ?
‘ જો હું ના હોત તો મને કોઈ બીજા એ લખ્યો હોત... હૅમિંગ્વે... દોસ્તોવૉસ્કી... અમારામાંથી બધા! .... કલાકાર મહત્વનો નથી. એણે જે સર્જન કર્યું છે તે મહત્વનું છે.... જયારે નવું કશું કહેવાપણું નથી. શેક્સપિયર, બાલ્ઝાક, હૉમર બધાંએ એકની એક જ વાતો ઉપર જ લખ્યું છે. જો એ લોકો હજાર કે બે હજાર વર્ષ વધુ જીવ્યા હોત તો પ્રકાશકોને આજ દિન સુધી બીજા કોઈની જરૂરત જ ના પડી હોત. ‘

નામ પણ એક શબ્દ જ છે! શેકસપિયરે પૂછ્યું હતું કે નામ માં શું છે? તેનો આ જવાબ છે! સે ચી... ઇઇઇ...ઝ! અલબત્ત, વૂડિ ઍલન ‘મિડ્નાઈટ ઇન પૅરિસ’માં ફૉકનરને જરાક મિસક્વૉટ કરે છે ત્યારે તેના પર કાનૂની ખટલો મંડાય છે! આવતી કાલ જેવું કશું નથી તેવું માનનારા કહે છે-
‘ ભૂતકાળ ક્યારેય મરતો નથી. અરે એ ભૂતકાળ છે જ નહીં! ‘ .....લાગે છે કે આખરે વ્યાકરણ જ રહી જાય છે , પેઢીઓ આવતી જતી રહે છે....

 

Comments  

Gaurang Amin
0 # Gaurang Amin 2013-04-28 03:27
આભાર :) !
Zazi.com © 2009 . All right reserved