|
Share મંુબઇ ના જાણીતા મ્યુઝીયમ ના એક ખુણા મા એક જુનું ચિત્ર વષોૅ થી લટકતું હતું. આ ચિત્ર લગભગ એંસી વરસથી અહીંયા હતુ. કોઇ એક અંગ્રજે એને ખરીદયું હતું. એ એના ઘરમા જયારે એકલો મરી ગયો ત્યારે એના ઘરની બધી વસ્તુ ઓને એના વીલ પ્રમાણે દાન કરી દેવામા આવી હતી. એક બે ચિત્રો જે હતા એને એ વખત ના જજે મુલ્યાવાન ગણી ને મ્યુઝીયમ મા આપી દિધા હતા. બસ ત્યારથી એ ચિત્ર ત્યાં હતું. ચિત્ર પાંચ ફુટ બાય ત્રણ ફુટ નુ હતું. ઓઇલ પેઇન્ટ હતું. નીચે દોરનાનર નુ નામ હતુ દોલત અને સાલ હતી ઓગણીસો ને પાંચ. ચિત્ર એક સ્ત્રી નું હતું. એ છોકરી નહતી. એ પ્રૌઢા નહતી. એ દેખાવે જાજરમાન અને સારા ઘરની હતી. એની આંખો મા ખુમારી અને આછો નશો હતો. એનું નાક લાંબુ અને અણી દાર હતું. એ એના દેખાવમા એનો ઠસ્સો વધારતું હતું. કપાળ મોટું અને દેખાઇ આવતું હતું. કપાળ પર મોટો લાલ રંગનો ચાંલ્લો લગાવ્યો હતો. ચાંલ્લાની બરાબર ઉપર સેંથી પાડી ને વાળ ને ઓળયા હતા. લાંબા વાળ ને એકદમ ખેંચી ને બાંધેલા હતા. એ લાંબા વાળ ના ચોટલા નો એણે પછી અંબોડો વાળી ને એમા મોગરાની વેણી અને બે આછા ગુલાબી રંગ ના ગુલાબ લગાવ્યા હતા. સેંથી મા લાલ રંગ ભરપુર હતો. એ કોઇની પત્ની હતી એ દેખાઇ આવતુ હતું.
એની ડોક લાંબી ને સુડોળ હતી. ડોકમા એક સુ્રદર ગોળ મોતીની માળા હતી. એણે આછા ગુલાબી રંગનો બ્લાઉઝ પહેયોૅ હતો. એનો બ્લાઉઝ લાંબી બાંયો નો હતો જે કોણી સુધી આવતો હતો. એના છેડે આછા ભુરા રંગની બોડૅરમા સોનેરી દોરાથી જરી કામ કરેલુ હતુ. આખા શરીરે વિટળાઇ ને એણે આછા ભુરા રંગની સાડી ને પહેરેલી હતી, એનો એક હાથ ટેબલ પર હતો અને બીજા હાથે એણે જાપાનીઝ પંખો પકડેલો હતો. એ જાપાનીઝ પંખા મા એક સારસ ની જોડી ઉડી ને જતી હતી. એના પગની પાની દેખાતી હતી. એની પાની મહેદી ના રંગમા રંગાયેલી હતી. એને એ મહેદી નો રંગ છેક એના હોઠ મા છલકાતો હતો. એના ભરાવદાર માંસલ દેહ ને એના સ્તન અને કેડ નો આકાર સાક્ષાત મેનકાનો ભાષ આપતા હતા. પણ જો એના મો સામે જોઇયે તો એક પ્રકારની કરુણા સાથે ચિત્ર દોરનાર ચિત્રકાર સામે જોતિ હોય તેમ લાગતુ હતું. આજ દિન સુધી આ ચિત્ર કોનુ છે એ ખબર નહતી પડી, અને દોલત એ કોણ ચિત્રકાર થઇ ગયો એ કોઇ જાણતુ નહતુ. એ ચિત્ર નો એક ચાહક હતો. મ્યુઝીયમ મા લોકોને ગાઇડ કરવાનુ કામ કરતો સુધાકર , સુધાકર લગભગ વીસ વરસથી આ મ્યુઝીયમ મા કામ કરતો હતો. એને એક જાત નો પ્રેમ હતો પેલી સ્ત્રી સાથે. એક દિવસ એણે નકિક કરી લીધુ કે એ શોધી ને રહેશે કે આ સ્ત્રી કોણ હતી. એણે શરુ આત પેલા અંગ્રેજ થી કરી. રજાના દિવસો મા એણે જુના થોથા અને એની વસીયતની કોપિ ને મ્યુઝીયમ માથી શોધી. એમા ની નોંધ પ્રામાણે એ મુંબઇના રેલ્વે ખાતામા હતો. એનુ મોટા ભાગનુ કામ મુંબઇ માજ હતુ. એ મોટાભાગે બહાર જતો નહતો. એટલે શકયાતા હતી કે એણે એ ચિત્ર કોઇની પાસે થી ખરીદેલુ. જોકે એક દિવસ સુધાકર ની શોધખોળ પછી જાણવા મલ્યુ કે એ અંગ્રજ ની એક મહિના માટે વીરમગામ પાસેના નાનકડા રજવાડા મા બદલી થઇ હતી. વિગતો એમ કહેતી હતી કે અંગ્રજનું મુખ્ય કામ એ નાનકડા રજવાડાને એમના સસરાના રજવાડા સુધી રેલ્વે નાખવાનો એસ્ટીમેટ આપવાનો હતો. એટલે શકયાતા છે કે આ ચિત્ર કોઇ રજવાડાની મહીલાનું હશે..? અને એ આ અંગ્રજે ખરીદિ લીધું હશે.? પણ એ વખત ના રજવાડાની મહીલાઓ એકલા ચિત્રો ના દોરાવે અને જો એ ચિત્ર એકલા દોરાવ્યુ હોય તો આમ કોઇ અંગ્રેજ ના હાથમા ના જાય. સુધાકર ને લાગતુ હતું એનાથી વધારે રસપ્રદ એ મહિલાનું ચિત્ર લાગ્યું. એણે બધી જાણકારી ભેગી કરી ને મ્યુઝીયમ ના ડાયરેકટરને જણાવી. ડાયરેકટર ડો. દેસાઇ માની ગયા અને સુધાકર વીરમગામ પાસ ે ના એ નાનકડા રજવાડા રાજપુર જવા ઉપડી ગયો. વીરમગામ પહોચી ને એક દિવસ એ ત્યાં રોકાયો. શહેરમા લોકો સાથે ફરી ને એણે રાજપુર જવાની અને ત્યાંની જુની વાતો ભેગી કરી. બીજા દિવસે એક છકડાને ભાડે કરી ને સુધાકર રાજપુર પહોંચ્યો. નાનકડુ ગામ લાગતુ હતું. દુરથીજ ખખડધજ હવેલી દેખાતી હતી. રાજપુર મા ઉતરી ને સીધો હવેલી તરફ ગયો. હવેલી ના કેટલાક રુમ હોટલ તરીકે વપરાતા હતા. હોટલ નો મેનેજર ગેમાવત સુધાકરની રાહ જોઇને બેઠો હતો. સુધાકર ખાલી એજ નાની બેગ લઇને આવેલો એટલે ખાસ કોઇ સામાન ઉચકવાનો નહતો, ગેમાવત સુધાકરનું નામ સરનામુ વગેરે ની નોંધ કરી ને અને ઉપલા માળે એક રુમ તરફ દોરી ગયો. મોટી મોટી બારી માથી આવતો તડકો રુમના સફેદ કલરને વધારે તેજસ્વી બનાવતો હતો. એક પલંગ એક મોટી જુના જમાનાની ખુરશી ને એક ટેબલ હતા. જે સ્ત્રી ની શોધ હતી તે કદાચ આ હવેલી મા રહેતી હશે.? કોણ હશે..? શું એનો આત્મા હજી અહીં હવેલી મા ભટકતો હશે..? તરેહ તરેહ ના વિચારો ને સુધાકરે બ્રેક મારી જયારે ગેમાવતે એને જમવા માટે નીચે બોલાવ્યો. જમતી વખતે સુધાકરે પેલા ચિત્ર ની વાત કાઢી. ગેમાવત સુધાકર ની સામે જોવા લાગ્યો , પછી બોલ્યો તેમ શું નામ કીધું પેલા ચિત્રકાર નું..? દોલત, ચિત્ર પર દોલત એમ લખ્યું હતું. જુવો ભાઇવાત જુની છે અને એવા તો કેટલાય ચિત્રકારો થઇ ગયા, પણ તમે જે નામ કિધુ અને જેવું ચિત્ર મા પંખા ની અને અંગ્રજ અને રેલ્વે ના પાટા નાખવાની વાત કરી તે પરથી મને મારા દાદ એ કહેલી એક વાત યાદ આવી ગઇ. ઓ સરસ, મને કહો કદાચ કોઇ વાત નીકળે ને મને ખબર પડે કે આ ચિત્ર કોનું છે.? હા હા કેમ નહી બીજુ કરવાનું શું છે આ રાજપુર મા જુની વાતો સીવાય. ઓકે જુવો સુધાકરજી.. અરે મને ખાલી સુધાકર કહો. હા તો સુધાકર વાત એમ છે કે રાજપુર ના રાજાસાહેબે એક અંગ્રેજ ને મુંબઇ થી રેલ્વે નાખવા બોલાવ્યો હતો. રેલ્વે રાજપુર થી માણેકપુર સુધી નાખવાની હતી. લગભગલ પસાચ કીલોમીટર નું અંતર હતું. મહીના નું કામ હતું. આ અંગ્રજ ને આ હવેલી માજ ઉતારો આપ્યો હતો. હવે રાજાસાહબે તો અંગ્રજ સાથે કામે લાગી ગયા તે શીકાર પણ કરતા જાય ને રસ્તામા રેલ્વે નાખવાનો રસ્તો જોતા જાય, કોઇની જમીન આવતી હોય તો એનો મામલો પતાવતા જાય એમ કરતા કરતા મહિને એ લોકો એ આખો રુ ટ નકિક કરી નાખ્યો. હવે રાજાસાહેબ જયારે પેલા અંગ્રજ સાથે હતા ત્યારે કારભાર રાજાસાહેબ ના શાળા કનકસિંહ સંભાળતા. કનકસિંહ થોડો રંગીલો ખરો પણ રાજ કારભાર મા ભારે બાહોશ. રાજાસાહેબ ને ખોટ મા ના જવાદે. અને રાજા સાહેબ ને પણ કનકસિંહ પર ભારે માન. પણ એક દિવસ વાત એમ બની કે રાણીબાને પોતાનુ ચિત્ર દોરાવવાની કમત સુઝી. અવે એ જમાના મા બૈરા માણસો કોઇ મુફલીસ ની સામે ઉભા ના રહે કે ચિત્ર દોરાવે ,પણ રાણીબા એ વળી આ દોલત ને એક રાતે પોતાનુ ચિત્ર દોરવા બોલાવ્યો. દોલત રાણી બા ને જોઇ ન ે ગાંડો થઇ ગયો. દોલત ચિત્ર દોરવા આવ્યો તો એ રાણી ને ખબર , દોલતને ખબર અને રાણી ની એક દાસી ને ખબર. તે એ દાસી જ પેલા દોલતને શોધી ને લાઇ હતી . આમતો રાણી નો કોઇ બદ ઇરાદો નહી તે તો રાજાસાહેબ ને ભેટ આપવા માટે એમ કરેલુ. હવે રાજાસાહેબ પાછા અવયા ત્યારે એમણે રાણીસાહેબ નું ચિત્ર જોયું, રાજાસાહબે રાણી ને બહુજ ધમકાવ્યા, રાણી બા એ ઝેર પીધુ. અને ચિત્ર અપશુકનીયાળ છે એમ ગણી ને રાજાસાહેબે એ ચિત્ર પેલા અંગ્રજ ને આપી દિધુ. કનકસિંહે પેલા દોલત ને પકડી ને તમામકરી નાખ્યો. રાણીબા નિદોૅષ , સતી , પોતાના પુરુષ ને ખુશ કરવા ગયા અને પછી એક નાનકડી બોલાચાલી મા રાણી બા ને લાગી આવ્યુ અને રાણી બા એ આપઘાત કરી ને મરી ગયા. વાત સાંભળી ને સુધાકર બીચારો દુખી થઇ ગયો. જમવાનુ પતાવી ને સુધાકર રુમ મા જઇ ને જરા આડો પડયો. પછી લગભગ ચાર વાગે એ હવેલી ની બહાર નીકળયો. એને થયું લાય ને લોકો ને પણ પુછી જોઇયે? રાજપુર મા ફરતા ફરતા એ એક નાનકડી ચાની કીટલી પાસે ગયો. ત્યાં એક ઘરડો કાકો બેઠો હતો. સુધાકરે એને પેલા ચિત્રની અને પંખાની વાત કરી. કાકો સુધાકરની સામે જોવા લાગ્યો. પછી બોલ્યો , ઇ વાત ને જવાદો સાહેબ, ઇ મા કાંઇ માલ નથી. એટલુ હમજી લો કે ઇ દિ પછી રાજપુરના લોકો માણેક પુરની છોડી ની સાથે લગન નથી કરતા હા રખાતુ રાખવા ના રજવી શોખ હોય ઇ બધા લોકો માણકપુરની છોડી ઓ ને લઇ આવે. હા , ઇ રાણી ને દોલત હાથે આંખો મળી ગઇ હતી , તે રોજ રાતે એ દોલત ને તયાં જતી ને સવાર પહેલા પાછી આવી જતી. પેલો દોલત રોજ એનુ ચિત્ર નીકાળતો. તે રાજા મહિનો નહતા તે બધુ બરોબર ચાલ્યુ પણ જેવા રાજા પાછા આયા પેલા અંગ્રજની સાથે રાણી એ રુપ બદલ્યુ, પોતે પકડાઇ જશે અને આબરુ ના ચિથરા ઉડશે અ હિસાબે એણે છેલ્લે પાછા ફરતી વખતે ઇનો પંખો દોલત ને ત્યાં મુકી ને આઇ. રાજા સાહેબ પાછા આયા ને રાણી એ પંખો ખોવાણો છે એ ની વાત કરી , તે રાજા એ કનકસિંહ ને કામ સોંપ્યુ, કનકસિંહ એકે એક નું ઘર ફેંદિ વળયો ને જયારે દોલત ને તંયાંથી પંખો મલ્યો તે ચતુર દોલત પંખો લઇને રાજપુરથી ભાગી ગયો. હવે કનકસિંહે જોયુ કે દોલતના ઘરમા રાણી નું ચિત્ર છે તે એને એની બેનબાની આખી વાતો ખબર પડી ગઇ અને બેન ને રાજાસાહેબ ની આબરુ બચાવવા એણે એ ચિત્ર પેલા અંગ્રેજ ને આપી દિધુ. થોડા દિવસ પછી પેલો પંખો પોરબંદરના ચોર બજાર મા વેચાતો જોવા મલ્યો હતો. કોઇ વાણીયા એ એની બૈરી માટે ખરીદી ને લઇ ગયો હતો. હવે કનકસિંહે જયારે રાણીબાને દોલત ની વાતો કરી તો રાણી કનકસિંહને સામે થઇ ને જેમતેમ બોલવા લાગી. એક તો મુફલીસ સાથે નાતરા કરતી હતી અને ઉપરથી મા જણેલા ભાઇ ને સામે થઇ તો રજપુત નુ લોહી ઉકળી ઉઠયુ, રાજાસાહેબ નો વફાદાર કનકસિંહે મા જણેલી બેન નું માથુ ધડથી અલગ કરી દિધુ. પછી રાજાસાહેબ ના લગન કનકસિંહ ની નાની બેમ સાથે થયા અને પેલી વાત ને પડદા પડી ગયા. પણ ભાઇ ચોરી ની વાતો છાપરે જઇને વાગે તે પેલો દોલત દરુ પી પી ને આખા પોરબંદરમા પોતાના ભવાડાની વાતો કરતો તે ઇ વાતો અહીં રાજપુર પણ આવી , તે દી ને આજનો દાહડો રાજાસાહેબ ને નવી રાણીબા બધુ મુકીને વિલાયત જતા રહયા તેકયારેય પાછા ના ફયૉ. સ્ુાધાકર એક ધ્યાનથી વાતો સાંભળતો રહયો. પછી ધીમે થી બોલ્યો પણ ગેમાવતે તો મને બીજી જ વાત કરી હતી. કાકો બોલ્યો ઇ ગેમાવત ઇ પેલા કનકસિંહ ની પેઢી નો તે હજી ખોરડાની આબરુ ને હાચવે છે ભાઇ. સુધાકર ચા પીને પાછો હવેલી પર આયો. ગ્ેામાવત ને એણે કાકા પાસે સાંભળેલી વાત કરી. ગ્ેામાવત કશું બોલ્યો નહી. સ્ુાધાકર રાતે સુઇ ગયો અને બીજા દિવસે સવારે મુંબઇ જવા નીકળી ગયો. મુંબઇ પહોંચી ને સુધાકરે ગેમાવત ની અને પેલા કાકની વાત ડો. દેસાઇ ને કરી. ડો. દેસાઇ બોલ્યા એક કામ કર સુધાકર બંન્ને વાત લખ ને પછી આ ચિત્ર ને આગળ ના ભાગ મા મુકી દે,લોકોને બંન્ને વાતો વાંચવા દે , અને પછી લોકો ને બોલવાદે કે આ ચિત્ર શું કહે છે..? સ્ુાધાકર કે જે ચિત્ર ના પ્રેમ મા હતો એતો બીચારો એની એક ની એક માસુકા ને ગુમાવી ચુકયો હતો. એને હવે કશો ફરક નહતો પડતો. Share
|
Comments
Karave Nit A Kamo Anghad Ne Vichitra.
RSS feed for comments to this post.