|
લઘુ નવલિકા -
ઉઝરડા
|
|
આના લેખક છે ચિરાગ ઝા “ઝાઝી”
|
|
શનીવાર, 10 એપ્રીલ 2010 20:52 |
|
Share નગરશેઠ આજે જરા દુખી હતા. સતત ચોથુ વરસ હતુ અને આખા નગર મા અને નગરની આજુબાજુ દુકાળ હતો. પાણી ની અછત , અન્ન ની અછત અને ઉપરથી મંદ થઇ ગયેલા ધંધા પાણી. શેઠ ના બે વહાણ હજી આફ્રિકાથી પાછા નહતા ફયૉ , શેઠ બીચારા ચિંતા મા હતા. કહેવાય છે કે નગરશેઠ ના નામે જાવા સુમાત્રા સુધી હુંડી ચાલતી. શેઠ ના સિકકા પર ઇસ્તમબુલ મા પણ પૈસા મલી જ તા. પ્ૈાસા ટકે બહુ કમી નહતી પણ આવનારા દિવસો જો સારા ના થાય તો પછી પૈસા ખુટવા લાગશે એ ની શેઠ ને ચિંતા હતી.
આ નગરશેઠ એટલે ખંભાત નું જાણી તુ નામ સુમનરાય ગોકુળદાસ મહેતા. સ્ુામનરાય સત્તર વરસના થયા અને એમના લગન ગોકુળદાસે કંચનગૌરી સાથે કરી દિધા. કંચનગૌરી એ વખતે માંડ પંદર વરસ ના હતા. સત્તર વરસના સુમનરાય અને પંદર વરસના કંચનગૌરી ને જેટલી લગન જીવન વિશે ખબર હતી એ બધી રીતે જીવતા હતા. લગન ના બે મહિને કંનગૌરી ને ગભૅ રહયો અને સાતમા મહિને કંચન ગૌરી એ એક નબળા બાંધાના બાળક ને જન્મ આપ્યો. બાળક ને જન્મ આપી ને થાકી ગયેલી કંચનગૌરી પાછી ઉભી ના થઇ. અઢાર વરસે સુમનરાય વિધુર થયા. નવુ જન્મેલુ બાળક કંચનગૌરી ના બાપને ત્યાં નડીયાદ મોટુ થવા ગયું. દુખી થયેલા સુમનકુમાર ને બાપે વહાણ પર ચઢાવી દિધા ને રંગુન ભેગા કરી દિધા. અઢાર વરસે રંગુન ઉતરેલા સુમનકુમારે બાપ નો ધંધો સંભાળી લીધો. ચોખા અને લાકડા ના ધંધા મા સારુ એવુ કામ કરી ને સુમનરાય ઘડાવા લાગ્યા હતા. જે સમજ એમને સત્તર વરસે નહતી એ બધી સમજો બમૉ મા સીખવા લાગ્યા. જે નજરે એ કંચનગૌરી ને નહતા જોતા એ નજરે એ બમૉ ની છોકરી ઓ ને જોવા લાગ્યા. પણ વાણીયા ની જાત અને પારકો દેશ એટલે ખારવા ઓ જેટલી હિંમત નહતા કરી શકયા. લગભગ તેવીસ વરસે એ રંગુન થી પાછા આવ્યા. કંચન ગૌરી ને તો કયારનાય ભુલી ગયા હતા. પાછા ખંભાત આયા અને શહેરમા વાત ફેલાઇ તે એમના માટે લગન ના માગા આવવા લાગ્યા. શહેર ના એ વખતના કાશી ના જોષી પાસે જોષ બતાવી ને અમદાવાદના શેઠ હરીકીરણ ની દિકરી કુંજબાળા સાથે લગન થયા. કુંજબાળા વીસ વરસની હતી. અમદાવાદ ની એવખતની હવા અને સુધારા ની વાતો મા એક બે ચોપડી ભણેલી હતી. આમ તો ઓરમાન માં થવાનુ હતુ તે કુંજબાળા ને નહતુ ગમેલુ પણ એ વખતે એના બાપા ને છોકરી ની જવાબદારી કરતા ધંધાની વધારે પડેલી તે કુંજબાળા સુમનરાય સાથે પરણી ને ખંભાત રહેવા આવી ગઇ. નવી માં આવેલી છે એ જાણ કંચનગૌરી ના પીયરે કરી ને સુમનરાયે એમના એકના એક સંતાન વલ્લભ ને ખંભાત બોલાવી લીધો. એ વખતે વલ્લભ ની ઉંમર પાંચ વરસની હતી. કુંજબાળા એ છોકરા ને ખોળા મા બેસાડી ને ખીર ખવડાવી ને આખા ખંભાત મા લોકો વાતો કરવા લાગ્યા કે નવી વહુ કુંજબાળા બહુ સારી એક નજર મા છોકરા ને પોતાનો કરી દિધો. એ વાત ને આજે વીસ વરસ થયા, કુજબાળા એ એક પણ સંતાન ને જણવા ના દિધું. રખે ને એનામા ઓરમાન માં જાગે અને વલ્લભ ના ભાગ અને ભાગ્યા ને ઠોકર વાગે. આખુ ખંભાત નગરશેઠ ની વહુ ને સારી નજરે જોતુ. પણ છેલ્લા ચાર વરસ થયા ને લોકો વાતો કરવા લાગ્યા. ધંધા પાણી મંદ થવા લાગ્યા હતા. શહેરની રોનક ઝાંખી લાગતી હતી. અને એ વખતે કહેવાય છે કે લોકો ને લાગતુ હતુ કે છેલ્લા વીસ વરસ થયા અને નગર શેઠ ના ઘર મા ચકલા ને ચણ ના મલે તો પછી શહેર નો ઉધ્ધાર કેમ નો થાય. ? વાત નગરશેઠ ના કાને ગઇ અને એટલેજ આજે નગર શેઠ થોડી વધારાની ચિંતા સાથે જોષી ને મલવા જતા હતા. આવો અવો સુમનરાય. કહેવડાયુ હોત તો હું આવી જતે ઘરે..? ના જોષી વાત ઘરે થાય એવી નથી. એવુ તો શું છે શેઠ? જોષી એ પોતાનુ અજ્ઞાન બતાવ્યું. જોષીજી લોકો ને વાત કરતા સાંભળયા છે કે શહેર મા જે ઉત્પાત ચાલે છે , ધંધા મા મંદિ છે તેમા મારો વાંક છે , કુંજબાળા ને છોકરા નથી તે ચકલા મારે ઘરે થી ભુખ્યા પાછા જાય છે , તે જોષી આ વાત શુ છે..? જુવો શેઠ , તમે રહયા મોટા માણસ, તમારા બે ના ચાર વહાણ થાય તો નગરનો વિકાસ થાય. ને લોકો કામે વળગે. પણ તમારા ગ્રહ હજી ફયૉ નથી. નવા છોકરા જન્મે તો પછી તમારા ગ્રહ ફરે અને એના માટે મહેતા ના ઘરમા છોકરા જન્મે એ જરુરી છે. પણ આ ઉંમરે,? અરે કયાં ઉમર વધી ગઇ છે..? હજી તો માંડ તેંતાલી થયા છે. હજી તો બીજા બે લગન થાય એમ છે. જોષી એ જવાબ આપ્યો.? પણ જોષી મને છોકરી આપે કોણ..? એની ફિકર ના કરો. મે એક છોકરી જોઇ રાખી છે. સોળ વરસની છે અને પગ મા પદમ છે. જેને ત્યાં જશે ત્યાં જશ ને લક્ષમી લઇ ને જશે. પગમા પદમ છે.? એટલે.? શેઠ બહુ ઓછાલોકો ને હોય છે. એ પગમા એવી નિશાની છે કે જયાં પગ મુકે ત્યાં જાહો ઝલાલી લાવે. પણ એવી છોકરી નો પગ તમે કયાં જોયો જોષી.? શેઠ આંખો ખુલ્લી રાખવી પડે. આ ગયે મહીને મેળો હતો તે મંદિરમા રબારી ના બૈરાઓ આયા હતા. એમા ભુરા રબારી ની છોકરી મેના નીચી નમી ને પગે લાગી તે એના પગની પાની મે જોઇ, શેઠ આવી પાની મે વારાણસી મા જયપુરના રાણીબાની જોઇ હતી તે આજે મેના ના પગ મા જોઇ. પણ રબારી ની જાત? વાણીયા મા છોકરી કેમ આપશે..? ને આમારી નાત શું કહેશે..? શેઠ તમે નગરશેઠ છો, ને આતો આખા નગરના ભલાની વાત છે. ને ભુરા ને તો હું સમજાવી દઇશ ને . થોડા રોકડા લાગશે પણ એમા તો તમારી કયાં ના છે હેં આખા નગરની વાત છે આતો. નગરશેઠ થોડા રોકડા જોષી ને આપી ને પાછા પોતાની હવેલી એ આવે છે. કુજબાળા પતી નો સત્કાર કરે છે અને પછી સુમનરાય જમવા બેસે છે. પ્ૈાસા લઇને જોષી ભુરા પાસે જાય છે. ભુરા ને ભરમાવે છે , ભુરા ને સમજાવે છે. ભુરા ને થોડાપૈસા આપી ને મનાવે છે. ભુરો માની જાય છે. બીચારો ભુરો આમેય નાત બહાર હતો, સમાજ મા મોટો દંડ ના ભરે ત્યાં સુધી એની સાથે કોઇનો વ્યવહાર નહતો. એટલે ભુરા એ પૈસા લઇ ને દંડ ભયોૅ અને મેના ના લગન નગરશેઠ સુમનરાય સાથે કરી આપવાની હા પાડી. જોષી મલકાતો મલકાતો પાછો ઘરે આયો. જોષી એ ચોપડા ઉથલાવી ને મુહૅરત જોઇ ને લગન નો દિવસ પણ નકિક કરી દિધો. એક મહિને ને ચોથા દિવસે ત્રીજ ને દિવસે લગન નકિક કરયુૅ. આ બાજુ સુમનરાય જમી ને ઉભા થયા અને પછી પેઢી પર ગયા. એક બે દિવસ પછી જોષી ના ચેલા એ આવી ને કુજબાળા પાસે ચાડી ખાધી. એ જોષી નો ચેલો અમદાવાદનો હતો અને કુંબાળા ના પીયર ના જોષી નો દુરનો સગો હતો. કુજબાળા એ એને થોડા પૈસા આપી ને રાજી કયોૅ અને કુંજબાળા સુમનરાય પર હસવા લાગી. એ રાતે વાળુ પતાવીને સુમનરાય હિંચકે બેઠા હતા અને કુંજબાળા એમને પંખો નાખતી હતી. થોડીવારે કુંજબાળા એ સુમનરાય ને પુછયું, સાંભળયું છે કે નગરશેઠ કોઇ સોળ વરસની પદમીણી ને પરણવાના થયા છે. તમને કોણે કીધું? આખા નગરમા વાત ફેલાઇ ગઇ છે. આતો મને જ નહતી ખબર. હા હા , જોષી એ એક છોકરી ને જોઇ છે. મને ખબર છે અને હું એન મળી ને પણ આવી છું. જુવો સાંભળો તમને અને મને બંન્ને ને ખબર છે કે પદમણી ને પરણશો તો પણ ચકલા નગરશેઠ ના ઘરમા ચણવા નથી આવવાના. આપણો વલ્લભ જુવાન છે તે એના લગન મેના સાથે કરાવી દો તો પછી એક સાથે બે કામ થાય , ઘરમા લક્ષમી આવે ને છોકરાના લગન થાય તો આપણે છોકરાના છોકરાને જોઇ લઇયે. સ્ુામનરાય કુજબાળા ની સામે જોતા રહયા. પછી એટલુજ બોલ્યા એટલે વલ્લભ એ મારું બસ , જો બોલ્યા છો તો તમને મારા સમ. તમે ફિકરના કરો, તમને પરણી ને આવી ને વસર થયુ હશે ને મને ખબર પડી ગઇ હતી. કંચનગૌરી છોકરો જણી ને ગયા અને વલ્લભ જેવો નગરશેઠ ખંભાત ને મલે એમા ખંભાતની ભલાઇ છે અને જો આ મેના ને લગન કરી ને મેનાવતી બનાવશે તો પછી નગર ની જાહોજહાલી જોઇ ને કાશી એ જઇશું. સ્ુામનરાય કુંજબાળા ને જોતા રહયા. Share
|