વિભાગ

અતિથી દેવો ભવ:

અમારે 8 મહેમાનો ઓનલાઈન

રમુજ


જયશ્રીને પ્રેમ કરવાનું તે છોડી કેમ દીધું?‘
‘કારણ કે તેની સાથે મારા લગ્ન થઈ ગયા.
તમારાં લગ્ન થઈ ગયા, હવે તમારે વીમો લઈ લેવો જોઈએ.
વીમા એજંટે કહયું.
ના ના, એ એટલી બધી ક્રૂર નથી.પતિએ કહયું.


સુચના

આજે ગુજરાત દિવસના પાવન અવસર પર આપને જણાવતા આનંદ થાય છે કે ઝાઝી.કોમ હવે યુનીકોડ ફોન્ટ માં ઉપલબ્ધ છે.

જુના વેબપેજ માટે અહીં કલીલ કરો….. (હિતાથૅ ફોન્ટ હોવા જરુરી છે.)

મદદ


 



 

ઘર લઘુ નવલિકા ઉઝરડા બાંકુરા
બાંકુરા પી.ડી.એફ. છાપો ઇ-મેલ
ઉપભોક્તાઓનુ મુલ્યાંકન: / 2
બેકારશ્રેષ્ઠ 
લઘુ નવલિકા - ઉઝરડા
આના લેખક છે ચિરાગ ઝા “ઝાઝી”   
શનીવાર, 10 એપ્રીલ 2010 20:49
Share

અમદાવાદ ઓગણીસો ઇકોતેર થી પંચોતેર વચ્ચે,

સીગરે ટ ના ધુમાડા પર ધુમાડા નીકળે જતા હતા. ચાર પાંચ ચાના દોર થઇ ચુકયા હતા. મહેશ અને એના બે ત્રણ ચમાચા ઓ સાથે બાંકુરા ના એક ટેબલ પર બેઠો હતો. બધા હીપ્પી હોવાનો દેખાવ કરી રહયા હતા. અને બધા કડકા બાલુસો હતા.

મહેશ યાર ભુખ લાગી છે. એક જણ બોલ્યો.

હા યાર, બે આમલેટ મંગાય ને યાર.

મહેશે બોરોટ ને ઇશારો કયોૅ , બારોટે બે આમલેટ નો ઓડૅર લઇ ને પરવીનના ખાતા મા લખી દિધુ. બે આમલેટ , મહેશ.

નવી નવી શેખઆદમ ની ગઝલો ને ગણ ગણ તો મહેશ અને અને તેના ચમચા ઓ પરવીનની રાહ જોતા હતા.

બે તારી પરવીન કેમ ના આવી.

ઓ લંગુર , શુક્ર કર કર તુ અહિંયા છે, પરવીન આવે કે તરત રફફુ થઇ જજે.

બારોટ બે આમલેટ લઇ ને આયો. મહેશ અને ચમચા લોકો એ આમલેટ ને પતાવી દિધી. મહેશ ની નજર કયારની દરવાજા પાસે હતી. હજી પરવી ન કેમ ના આવી. કોલેજ પતે તો બે કલાક થઇ ગયા, હજી ના આવી.

એક બે ચમાચા લોકોને ફુટાડી ને મહેશ એકલો બીજા ટેબલ પર જઇ ને બેઠો.

થોડી વારે બાંકુરાનો દરવાજો ખુલ્યો, પાતળી, સરસ, લાંબા વાળ વાળી, ખુબસુરત, ગોળ આંખો વાળી, મારકણી પરવીન દાખલ થઇ. એકદમ ટાઇટ લાલ રંગ નું પંજાબી, સફેદ હીલ વાળા સેન્ડલ અને ગોળ ગોગલ્સ ને માથા પર રાખી ને હાથમા એક નાનકડા કાળા રંગ ના પસૅ ને પકડી ને એ આવી.

પછી મહેશ ની સામે બેસી ને બોલી .. ઓ મહેશ સોરી વાર થઇ ગઇ..?

કયાં હતી..? બોલ શુ લઇશ.? કોફી. ક ટલેશ કે પછી બન અને ચા..?

મહેશ , આજે ટોસ્ટ અને ચા લઇશ. એક મીનીટ સાલા મારા ખાતા માથી મારે ખાવાનું ને ઓડૅર આપે મહેશ કુમાર, ખરો છે યાર તુ તો.

અરે પરવીન આ થોડાક દિવસો છે , ખરાબ છે ,એક વાર મુંબઇ મા સેટ થઇ જવા દે પછી જો જે. પણ એમ તો કહે કે તને વાર કેમ થઇ, પાછી કલાક થશે ને તુ કહિશ મારે પાછા જવુ પડશે. કેમકે લેડીઝ હોસ્ટેલ નો ઝાંપો બંધ થઇ જશે.

હા અલ્યા, તને ખબર છે તે દિવસે ડ્રઇવીન મા પિકચર જોઇને વાર થઇ હતી ને તે પછી મારી રેકટરે મને ઝાંપો કુદતા પકડી લીધી હતી. યાર પછી બહુ જફા થાય છે.

પણ તને અહીં આવતા વાર કેમ થઇ.?

જવાદે ને યાર પેલી મલ્લીકા સાથે જરા ટનાટન થઇ ગઇ હતી.

કે મ પાછુ શું થયું..?

યાર તને ખબર છે ને આજકાલ એ એનું દમણીયું લઇ ને આવે છે તે..?

દમણીયું..?

વચમા બારોટ ટોસ્ટ ને ચા મુકી ગયો.

અરે મહેશ , યાર ફીયાટ યાર.

ઓ , પણ એમા તને શંુ???

ના બસ હું પણ એક મંગાવી લેવાની છું. ઓકે,

ચલો, રીક્ષા થી બચી ગઇ.

હા મહેશ ડિયર, ચલ હવે હું જઉ. નહીતર પેલી ભદ્રા મારી ખેર નીકાળી નાખશે.

બાય લવલી.

મહેશ ને બાય કહી ને પરવી ન જતી રહી. એક દિવસ મહેશ પણ જતો રહયો. બાંકુરાના ખુરશી ને ટેબલ મહેશ અને પરવીન વગરના થઇ ગયા. બારોટ હજી ત્યાંજ હતો. જોકે બાંકુરા મા ચહલપહલ તો એટલીજ હતી. નાનકડી પણ મશહુર હોટલ. લોકો જમવા જાય અને પછી પિકચર જોવા માટે જાય , કે પછી પિકચર જોઇને જમવા માટે આવે.

વાતને લગભગલ ત્રીસ વસર થઇ ગયા. બધા ઘરડા થઇ ગયા. કેટલીય વાર બાંકુરાના ટેબલ અને ખુરશી ફરી ગયા. દિવાલો પર અરીસા અને પછી એમા સાચવી ને પિકચરના પોસ્ટરો ને મુકવામા આવ્યા. શોલે ના પોસ્ટર પાસે બેસી ને જમવાનુ અને સામે થી તમને રાજેશ ખન્ના ના પિકચર નું પ્રતિબિંબ પડતુ જોવા મલે. શોલે મા રાજેશ ખન્ના જેવુ થઇ જાય.

જોકે મશહુર લોકોની બાંકુરા ને કમી નહતી અને એક દિવસર પંદર છોકરા છોકરી ઓનું ટોળુ જમવા માટે બાંકુરા મા આવ્યુ. બધા નવા નવા કોલેજ મા આવ્યા હતા. કેટલાક પહેલા વરસમા હતા. કેટલાક છેલ્લા વરસમા હતા. નાટક કરી ને ઇનામ જીતી લાયા હતા. જીતેલા ઇનામ મા એ લોકો બાંકુરામા જમવા ગયા હતા.

એજ જગ્યા, કદાચ મહેશ વાળી . એજ જગ્યા કદાચ પરવીન વાળી , એજ જગ્યા કદાચ કયારેક ની મલ્લીકા વાળી.

નાજુક , ફુટડી કોલેજ ની છોકરી ઓ. નવા નવા ઉત્સુક કોલેજ ના છોકરા ઓ. બીડી પીતો ઘસાઇ ને લીસો થઇ ગયેલો એમના નાટક નો ડાઇરેકટર. એની જોડે છેલ્લા વરસામા ભણતો નાટક નો મેઇન હીરો અને પછી દુર બેઠેલી કે જે નાટક ની હેિરોઇન કે જે હિરો ની પરવીન હતી તે. બધા બાંકુરામા હતા. ફરી પાછા બાંકુરામા મહેશ હતો, પરીવીન હતી. બારોટ હતો. જમાવાનો દોર ચાલતો હતો.

બટર નાન નો ખુડદો બોલી ગયો હતો. મસાલા પાપડ પર પાપડ આવે જતા હતા. બટર ચીકન અને સીઝલર નો ધુમ મારો હતો. છોકરો ખુશ હતા. છોકરી ઓ ખુશ હતી.

બાંકુરા મા આવેલી નાની નાની બારી ઓ માથી પરવીન બધુ જોતી હતી. બાંકુરા મા આવેલી નાની નાની બારી ઓ માથી મહેશ બધુ જોતો હતો. બારોટ વારે વારે બહાર આવી ને જોઇ લેતો હતો.

બધા જમી ને થાકી ગયા. ડીશો કિશનીયો ચપો ચપ ઉપાડી ને લઇ ગયો. થોડી વારે નાની નાની વાડકી ઓમા ગરમ પાણી મુકી ગયો. પાણી મા લીંબુ ની ચીરિ હતી.

એક જણા એ હળવી મજાક કરી, હે હે પુલકીત મીઠુ ને ખાંડ હજી આવે છે. બધા હસવા લાગ્યા. મહેશ નાની બારી મા હસતો હતો. પરવીન નાની બારી મા હસતી હતી. બારોટ રસોડામા ખુશ હતો. પુલકીત ખીન્ન હતો. જેણે હળવી મજાક કરી હતી એ ચિરાયુ મલકાતો હતો. ચિરાયુ હિરોઇને જોતો હતો. હિરો હિરોઇન ને જોતો હતો. ડાઇરેકટર બીડી પીતો હતો. છોકરા છોકરી ઓ ધમાલ કરતા હતા. એક છોકરો પગ થી સામે ની છોકરી ને અડકતો હતો.

બાંકુરા મા બધા ખુશ હતા.

એક દિવસ હિરો નોકરી એ લાગી ગયો. હિરોઇન પરણી ને બરોડા જતી રહી. પુલકીત ભણતો હતો. ચિરાયુ બસ પકડવા દોડતો હતો. ડાઇરેકટર બીડી પીતો હતો.

પરવીન કશેક જીવે છે.
મહેશ કશેક જીવે છે.

બાંકુરા બંધ થઇ ગઇ છે.

અમદાવાદ ઓગણીસો નેવુ થી બાંણુ વચ્ચે.

Share
 

Add comment


Security code
Refresh

Zazi.com © 2009 . All right reserved feed-image Feed Entries