વિભાગ

અતિથી દેવો ભવ:

અમારે 18 મહેમાનો ઓનલાઈન

રમુજ

મિત્ર : હું તારે ઘેર સાંજે જમવા આવવાનો છું. તેની તારી પત્નીને ખબર છે ને?

િમત્ર : હા હા ખબર છે. એને માટે તો સવારે અમારી વચ્ચે એક કલાક ઝઘડો ચાલ્યો હતો.


સુચના

આજે ગુજરાત દિવસના પાવન અવસર પર આપને જણાવતા આનંદ થાય છે કે ઝાઝી.કોમ હવે યુનીકોડ ફોન્ટ માં ઉપલબ્ધ છે.

જુના વેબપેજ માટે અહીં કલીલ કરો….. (હિતાથૅ ફોન્ટ હોવા જરુરી છે.)

મદદ


 



 

ઘર લઘુ નવલિકા ઉઝરડા કોકવાર
કોકવાર પી.ડી.એફ. છાપો ઇ-મેલ
ઉપભોક્તાઓનુ મુલ્યાંકન: / 0
બેકારશ્રેષ્ઠ 
લઘુ નવલિકા - ઉઝરડા
આના લેખક છે ચિરાગ ઝા “ઝાઝી”   
શનીવાર, 10 એપ્રીલ 2010 20:48
Share

કાઇનેટીક ને પાકૅ કરી ને નૈનેશ અને માલા નાનકડા બંગલાના દરવાજા મા દાખલ થયા. માલા પોતના પીયર આવી હતી. સાથે એનો પતી નૈનેશ પણ હતો. અટલે તમને ખબર પડી ગઇ હશે કે નૈનેેશ એના સાસરે આયો હતો, કાઇનેટીક પર એની પત્ની માલા સાથે.

ડોર બેલ માયોૅ, ડોર બેલ નો અવાજ આયો, ભર બપોરે માલા ના પપ્પા , મમ્મી, માલા થી એક વરસ નાની કુંવારી બહેન અને માલા થી ત્રણ વરસ નાનો ભાઇ ઘરમા હતા પણ,કોઇને ડોર બેલ સંભળાયો નહી.

માલા એના કુટુંબ ના જણો ને ઓળખતી હતી એટલે એ ફરી ને પાછલા રુમની બારી પાસે જઇ ને બારી પર જોરથી હાથ ઠોકી ને એના નઘરોળ મા બાપ ને ઉઠાડયા.

આ સમગ્ર ઘટના ક્રમ મા નૈનેશ નો કોઇ ફાળો નહતો, એ મો ચઢાવી ને એના ચપ્પલ માંથી દેખાતા મેલા અંગુઠાના નખ ને જોતો હતો.

બારી પર થયેલા પ્રહાર ને સાંભળી ને માલા ની મા સરોજબેન જાગ્યા,

કોણ છે બાર..!!!!

મમ્મી હું છુ. માલા.

હાય હાય ભર બપોરે આ છોકરી શુ કામ આવતી હશે. આ ને અમદાવાદ ને અમદાવાદ મા પરણાવી ને ભુલ કરી છે. અને એનો પતી નૈનેશ નંગ છે. બૈરી થી બી ગયો છે. મોકલી આપી અમારા માથે ભર બપોરે.સરોજ બેન બપોરનો બળાપો કાઢી ને ઉભા થયા.

વિફરી ગયેલા માથા ના વાળ ને સહેજ સરખા કયૉ. મોટા બે માપ ના ગાઉન ને કેડથી ફીટ કરી ને પછી એ દરવાજા ને ખોલવા આગળ ના રુમ મા આયા.

અમદાવાદની ગરમી અને એની બપોરે માલા નો નાનો ભાઇ કે જે સરોજ બેન અને એમના પતી ભરતકુમાર ની છેલ્લી "મીસ્ટેક" તે નિહાર, ચડડી અને ગંજી મા એક ટાંટીયા ને મોટા તકીયા પર ટેકવી ને કઢંગી હાલતમા સુતો હતો.

મહારાષ્ટ્ર થી ઉત્તરપ્રદેશ જઉ હોય અને જો મધ્યપ્રદેશ માંથી પસાર ના થઉ હોય તો બિહાર થઇ ને જઉ પડે તેજ રીતે સરોજ બહેન એમના ચિરંજીવી, ઘડપણ ની લાઠી ને "બાયપાસ" કરી ને દરવાજા પાસે જઇને દરવાજા ને ખોલ્યો. સરોજ બેને દરવાજા પાસે જઉ પડે કેમકે એમનો દરવાજો "ઓટોમેટીક" નથી. તમારી જાણ ખાતર.

હાય હાય , માલા બોલતીય નથી ને કે નૈનેશકુમાર સાથે આયા છે. આવો આવો કુમાર,

ન્ૈાનેશકુ માર દિલીપકુમાર અને મનોજકુમાર ના વિકલન પછીના સંકલન ની જેમ ભરતકુમાર ના ઘર મા આવ્યા.

માલા અને એની મમ્મી સીધા રસોડા મા ગયા.

નૈનેશ કુમાર છેક નાગાલેન્ડ પાસે આવેલી નાનકડી ખુરશી મા બેઠા.

મધ્ય પ્રદેશ હજી તકિયા ને કઢંગી હાલતમા દબાવી ને સુતા હતા.

થોડિ વારે માલા ઠંડુ પાણી લઇને નૈનેશ ને છેક નાગાલેન્ડ પાસે જઇ ને આપી ને એની નાની બેન ના રુમ મા ગઇ. રસ્તામા એણે એક ઠુંસો મારી ને મધ્યપ્રદેશ ને જગાડયુ.ં નિહારે તરત ઝબકી ને જીજા ના દશૅન કયૉ.

જીજા એ પીધેલો ગ્લાસ એને આપી દિધો. નિહાર ગ્લાસ લઇને રસોડામા ગયો.

સરોજ બહેન થોડી વારે સાડી પહેરી ને આગળના રુમ મા આયા. બેાલો નૈેનેશકુમાર કેમ છો. હે હે હે હે હે

નૈેનેશ કુમારા છેક નાગાલેન્ડથી જોયું કે છેક કેરાલામા બેઠેલા એમના સાસુ ના દાંત નો પાયોરીયા હજી મટયો નથી. બાય ધી વે પાયોરીયા બીજે કશે બી થાય..? તમને ખબર હોય તો મારી જાણ ખાતર મને કહેજો.

બસ મમ્મી કાંઇ નવાજુની નથી. નૈનેશ કુમારે સાસુ ના પ્રશ્ન નો જવાબ આપ્યો.

હે હે હે, રોજ રોજ શુ હોય.

હા મમ્મી.

માલાની નાની બેન એટલે કે નૈનેશ કુમાર ની સાળી બહાર આવી.

હા નૈૈનુ ડાલીૅગ, કેમ છો..?

રોમા તને ના પાડી છે ને , મજાક ના કર. સરોજ બેને રોમા ને ટપારી.

રોમા એ નૈનેશ કુમાર સાથે બાંગ્લાદેશ જેટલુ અંતર રાખી ને બંગાળ પાસે ના સોફા પર બેઠી.

માલા બહાર આવી ને બિહારમા બેઠી.

બધા પછી ચુપ થઇ ને ભરતકુમાર ના ઘરને જોવા લાગ્યા.

નિહાર પછી બહાર આયો, સરોજબહેને નિહાર ને પપ્પા ને જગાડ વા માટે મોકલ્યો.

નિહાર પપ્પા ના રુમ મા ગયો. પપ્પાના ખભા પર ટપલી મારી ને બોલ્યો, પપ્પા ઉઠો, માલા અને નૈનેશ કુમાર આયા છે.

હેં,

નૈનેશ કુમાર આયા છે.

તો,

મમ્મી એ કિધુ કે પપ્પાને બહાર બોલાય.

આરતી ઉતારવાની છે.

મને ખબર નથી.

યાર રજાને દિવસે , બપોરે લોકો કેમ આવે છે. જા આવુ છુ.

બહાર આવો.

જા, આવુ છુ,

નિહાર બહાર આવ્યો. અને સમગ્ર મધ્ય પ્રદેશ ને કબ્જે કરી ને નીચે બેસી ગયો. અને પછી જીજા સામે ડોક ી ફેરવિ ને બોલ્યો, જીજા શુ લાગે છે વલ્ડકપ કોણ જીતશે.?

નિહાર યાર કઇ દુનિયા મા જીવે છે. વલ્ડકપ પતી ગયો. અને ઓસ્ટે્રલીયા જીતી ગયું.

નિહારે એની ડોક પછી માલા સામે ફેરવિ ને બોલ્યો , બેન તારા પતિ નું શું થશે.? યાર હું આવતા વલ્ડ કપની વાત કરુ છુ. અને પછી નિહાર એકલો હસવા લાગ્યો.

નૈનેશ કુમાર બારી ની બહાર જોવા લાગ્યા. દુર એમણે જોયું કે લાઇટના થાંભલા સાથે નિહાર ને દોરડા વડે બાંધી ને નૈનેશ કુમાર જોરજોર થી ઠુંસા મારી રહયા હતા.

સરોજ બેનન એમના નાના દિકરાની દુરંદેશી થી પ્રભાવિત થઇ ગયા અને પછી નિહાર ના નામના ટચાકડા એમના લમણાની બે બાજુ ફોડયા.

રોમા ને આ બધુ ના ગમ્યુ.

માલા ઘડિયાળ સામે જોતી હતી.

નૈનેશ કુમાર શુ લેશો.? સરોજ બેને આગ્રહ કયોૅ?

માલા એ જવાબ આપ્યો મમ્મી લીબુ નું સરબત બનાય ને બહુ ગરમી છે.

હા હા , નૈનેશકુમારે જવાબ આપ્યો.

નિહાર ને હજી કળ નહતી વળી.

સરોજબેન સરબત બનાવવા માટે રસોડામા ગયા.

રોમા માલા પાસે આવી ને બેઠી. પછી કાન મા બોલી..?

શું માલા ડી?

જાને રોમા ડી?

રોમા બોલી, માલ ડી બંધ કર. હા હા હા , અને માલા ને ટપલી મારી ને જતી રહી.

માલા રોમાની પાછળ હસતી હસતી રસોડામા ગઇ.

નિહાર ના પપ્પા એટલે ભરતકુમાર બહાર આયા.

કેમ છો નૈનેશ કુમાર.? આટલી ગરમી મા યાર કેમ બહાર આયા.

કેમ છો પપ્પા. બસ ચાલે છે.?

કુમાર શુ ચાલે છે.? નિહારે શબ્દ પ્રદશૅન કયુૅ.

ભરતકુમાર પછી મોટા ઉત્તર ભારત તરફ ના સોફા પર બેઠા.

થોડી વારે સરોજબેન, રોમા અને માલા રસોડામાથી લીંબુ ના સરબત સાથે બહાર આયા.

બધા ના હાથ મા લીંબુના સરબત ના ગ્લાસ હતા. બહાર ગરમી અને ગ્લાસ મા બરફની ઠંડક હતી. બપોરના ત્રણ થવા આવ્યા હશે અને માલા બોલી ચલો તો અમે નીકળીયે..?

માલા શુ કરે છે , બપોરે આવી છે તો હવે સાંજે જમી ને જજે..? સરોજબેને આગ્રહ કયોૅ.

ના મમ્મી આતો અમે લોકો અમસ્તાજ આવ્યા હતા.

ભરતકુમાર બોલ્યા મારી ઉંઘ ઉડાળવા આવ્યા હતા.

સરોજબેન બોલ્યા મને સાડી પહેરાવવા આવ્યા હતા.

નિહાર બોલ્યો મને બેસાડવા આવ્યા હતા.

રોમા બોલી મને ડિસ્ટબૅ કરવા આવ્યા હતા.

નૈનેશકુમાર બોલ્યો ના અમે ભરતવંશ ને જગાડવા આવ્યા હતા.

કોકવાર લોકોને ભરબપોરે ઢંઢોળવા જોઇયે.

Share
 

Comments  

 
0 # Zalodiya Suman 2011-06-03 11:30
Khub j saras. Ema pan je badha rajy nu varnan karelu chhe eto ati sundar.ha ha hah ha ha ha hah ha
Reply | Reply with quote | Quote
 
 
0 # Chirag Jha zazi 2011-06-03 21:45
Thank you Suman.
Reply | Reply with quote | Quote
 
 
-1 # chaudhariashok 2011-07-03 10:21
sabandh ni khabar pade
Reply | Reply with quote | Quote
 

Add comment


Security code
Refresh

Zazi.com © 2009 . All right reserved feed-image Feed Entries