વિભાગ

અતિથી દેવો ભવ:

અમારે 18 મહેમાનો ઓનલાઈન

રમુજ

આપણા લગ્નની પહેલી વર્ષગાંઠ આવી રહી છે તો આપણે તંદુરી ચિકન બનાવીને જમીએ? એક બીબીએ ખુશ થતાં થતાં તેના પતિ સરદારજીને પૂછયું.

સરદારજીએ તરત જ જવાબ આપ્યો ‘અરે હોય કંઈ! આપણે કરેલી ભુલ ની સજા બિચારી મરઘી શા માટે ભોગવે?


સુચના

આજે ગુજરાત દિવસના પાવન અવસર પર આપને જણાવતા આનંદ થાય છે કે ઝાઝી.કોમ હવે યુનીકોડ ફોન્ટ માં ઉપલબ્ધ છે.

જુના વેબપેજ માટે અહીં કલીલ કરો….. (હિતાથૅ ફોન્ટ હોવા જરુરી છે.)

મદદ


 
 

ઘર લઘુ નવલિકા ઉઝરડા આ યુગલ નકલી લાગે છે
આ યુગલ નકલી લાગે છે પી.ડી.એફ. છાપો ઇ-મેલ
ઉપભોક્તાઓનુ મુલ્યાંકન: / 13
બેકારશ્રેષ્ઠ 
લઘુ નવલિકા - ઉઝરડા
આના લેખક છે ચિરાગ ઝા “ઝાઝી”   
શનીવાર, 10 એપ્રીલ 2010 20:43
Share

માગીૅ જો આ બે સીટ છોડી ને બે જણા બેઠા છે જોયા?

હા, કેમ?

મને લાગે છે કે ઘરે થી ભાગી ને નીકળયા લાગે છે.

કે મ , તને કેમ એવુ લાગે છે.?

જોને છોકરી ના મો પર ઘભરાટ અને ખુશી બંન્ને છે. વળી છોકરો છોકરી ને મુકી ને જતો નથી.અમદાવાદ થી નીકળી ને ખેડા આયુ , પણ બે માથી એકે જણ નીચે ઉતરી ને ચા પીવા કે એકીપાણી કરવા માટે નીચે નથી ઉતયૉ. હું જયારે ખેડા થી પાણી લઇ ને બસ માં આયો ત્યારે છોકરાને જોયો હતો. જરા બીકણ લાગતો હતો.
જવાદે ને પ્રતીક હશે હવે. બીચારો છોકરી ને લઇને જાય છે એ પણ પહેલી વાર ધ્યાન તો રાખેજ ને. અને જો એ લોકો ઘર છોડી ને જતા હોય તો ગભરાયેલા તો હોય જ ને યાર. કયાં જશે? કયાં રહેશે.? શું ખાશે? શું પીશે..? યાર જીંદગીનનો સવાલ છે.

હા પણ જો એમ હોય તો પછી યાર આપડે એમને મદદ કરવી જોય.

બસ હોં પ્રતીક ભાઇ મારી જોડે તુ હોય ને ત્યારે લોકોની મદદ ના કરીશ. તુ મને મદદ કર ને એજ બસ છે. જવાદે ને પ્રતીક. મારી સાથે વાત કરે ને. કેટલા બધા દિવસે મલ્યા આપડે..? મને તો લાગે છે તુ પેલી છોકરી ને લાઇન મારે છે. મારી સાથે વાત નથી કરતો અને પેલા લોકોને જોયા કરે છે.

અરે યાર તારી સાથે વાત થાય એટલે તો આપડે બસ મા જઇેયે છીયે, નહીતર બધા જોડે કાલે ટેકસી મા નીકળી ના ગયા હોત. યાર કેટલા બધા બહાના બનાવવા પડયા આપડે. સાલો સમય મલતો નથી વાતો કરવાનો હવે.

હાપ્રતીક આપડુ હવે શું થશે..? તને ભવિષ્ય ની ચિંતા નથી થતી.

થાય છે ભાઇ , પણ શું કરીયે. મોંઘવારી અને પાછી એમા મારી નોકરી ના લોચા, અને ઉપરથી પાછી તે અમદાવાદ જવાની જીદ કરી , હંુ સુરત રહેવાની વાતો કરું. લાઇફ ની વાગી ગઇ છે.

હા બસ હવે પ્રતીક , મારે બીતો આગળનું જોવાનું ને. હું પછી કયાં સુધી રાહ જોયા કરું. મને કાંઇ થઇ જાય તો, એક વાર અમદાવાદ ડો. ને બાતાવી દેઇયે એટલે પછી શાંતી. અને શાંતી થઇ ગઇ ને , મને કાંઇ નથી.

હા માગીૅ બહુ શાંતી થઇ ગઇ. સાલી લાઇફ માંથી કુસુમતા જતી રહી છે.

ઓય પ્રતીક આ કુસુમતા શું છે..??

કેમ જેમ લાઇફ માં શાંતી હોય તો કુસુમતા કેમ ના હોય..?

અને માગીૅ અને પ્રતીક બંન્ને બસ મા ખડખડાટ હસવા લાગે છે.

પ્રાતીક ખરે ખર તો તારે ને મારે ગભરાયેલા હોવું જોઇયે , એને બદલે પેલી આગળ ની સીટ પર બેઠેલુ યુગલ ગભરાયેલુ લાગે છે..?
જો જો જોયું ને માગીૅ આખરે તારુ ધ્યાન પણ ત્યાંજ ગયુ ને.?

ના અવે, આ તો તે બતાવ્યું પછી મે ત્યાં જોવા નું શરુ કયુૅ.

શારુ હવે, મને તો લાગે છેકે આ લોકો ઘરે થી ભાગીને નીકળયા લાગે છે. મેને તો ત્યાં સુધી ખાતરી છે કે છોકરો પરણેલો છે અને આ કુંવારી છોકરી ને ભગાડી ને લઇ જાય છે.

બસ હોં પ્રતીક જેમ્સ બોન્ડ બનવાની કોઇ જરુર નથી. છોકરી ને ભગડીને લઇ જવા માટે તાકાત જોઇયે. જો પેલા છોકરાને જો સાવ માયકાંગલો છે. એ જાતે ભાગી શકે તેમ નથી.

માગીૅ તુ પેલા છોકરાને કહે છે કે મને.

હા હા મને હતુજ કે તુ આ ભાગાડી જવાની વાત તારા પર લઇ લઇશ. પણ તને કહુ હું નાની હતી ત્યારથી મને મનમા ભાગી જઇને લગન કરવાની ઇચ્છા હતી. મને લાગે છે મારી માસી પાસે થી મે આ સ્વપ્ન ઉછીનું લીધુ હતું. પણ તુ મને ભગાડી ને ના લઇ ગયો.

બસ , માગીૅ આ ભાગાડી જાવની વાતો ના કરીશ , પ્રતીક જરા ઢીલો થઇ ગયો.

બરોડા આવ્યુ અને પેલો છોકરો અને છોકરી નીચે ઉતયૉ. પ્રાતીક અને માગીૅ પણ નીચે ઉતરીને પેપ્સી ને થોડોક નાસ્તો લઇને આવી ગયા. પેલો છોકરો અને છોકરી પણ બસમા આવી ગયા. સાંજ પડી ગઇ હતી. માગીૅ થોડીક વાર માટે પ્રતીક ના ખભા પર માથુ મુકી ને સુઇ ગઇ. પ્રતીક પેલી છોકરી ને જોયા કરતો હતો. પ્રતીક ને એ છોકરા ની ઇષૉ થતી હતી. પ્રતીક ને એ છોકરો મદૅ લાગતો હતો. પેલી છોકરી ને છોકરો બન્ને ઝોકે ચઢયા હતા. બંન્ને જણ એક બીજા ને માથા ને સહારે સુતા હતા. થોડીક વારે પ્રતીક ની નજર માગીૅ પર પડી. માગીૅ ને પ્રતીક જોવા લાગ્યો. એનો હાથ પકડી ને પછી ધીમે ધીમે પંપાળ વા લાગ્યો. બસ ચાલે જતી હતી. થોડીક વારે માગીૅ જાગી ગઇ.

કયાં પહોંચી બસ,

બસ હવે સુરત આવ્યુ જ સમજો.

સુરત આવી ગયું.? પેલા લોકો છે કે ઉતરી ગયા?

માગીૅ લાગે છે કે એ લોકો ઘરે થી ભાગી ને સુરત આવી ને રહેવાના લાગે છે.

બીચારા લોકો ને સુરત મા કોણ ઓળખતું હશે.?

હવે મને શું ખબર..?

પ્રાતીક તને નથી લાગતું કે આપડે તેમને પુછવું જોઇયે કે એ લોકો ને કયાં જવું છે.?

અરે ગાંડી થઇ ગઇ છે કે શું? આતો રસ્તા મા ટાઇમ પાસ માટે બરાબર છે, આ લોકોને સામે જઇને મલીયે ને કાલે છાપા મા આવે કે એક અજાણ્યા યુગલે સુરતના ગેસ્ટ હાઉસમા આત્મહત્યા કરી છે તો પછી તારી ને મારી આવી બેન.

પ્રાતીક , ખરો છે તુ બી જા, સાવ ટાઇમ પાસ છે તુ. થોડક તો સીરીયસ થા. લાઇફ માં.

ઓકે માગીૅ ચલો હવે સુરત આવી ગયું. કોઇ જોઇલે કે આ લોકો આપણ ને બોલવે એ પહેલા ઉતરી જઇયે. ઓકે હું જઉ છું, કાલે સવારે ફોન કરીશ. જેટલો જલ્દી પહોંચી જઉ તેટલુ સારુ , આજે રાતે પુવીૅ ની જોબ જલદી પતી જવાની છે. પાછો એનો કકળાટ સાંભળી ને સુઇ જવુ પડશે. ઓકે માય લવ બાય.

પ્રાતીક સુરત ના મેઇન બસ સ્ટેન્ડ ને બદલે ચાર સ્ટેન્ડ આગળ ઉતરી ને પછી રીક્ષા કરી ને ઘરે જાય છે. માગીૅ બસ ની બહાર જોતી રહે છે. થોડીક વારે મેઇન સ્ટેન્ડ પાસે બસ આવી ને ઉભી રહે છે. માગીૅ એની બેગ લઇ ને નીચે ઉતરે છે. માગીૅ નો પતી કેયુર એની રાહ જોઇ ને ઉભો હોય છે. માગીૅ કેયુર ની સામે જોઇ ને હસે છે ને પછી એના સ્કુટરની પાછળ બેસી ને જાય છે.

થોડીક વારે પેલુ યુગલ બસ માંથી નીચે ઉતરે છે. એક નાનકડી બેગ લઇ બે જણ ઉભા હોય છે. થોડિક વારે એક રીક્ષા આવીને ઉભી રહે છે. રીક્ષા ચાલક કાનજી કાકા એના ભત્રીજા અને વહુ ને લઇ ને ઘરે જાય છે.

Share
 

Comments 

 
0 # rakesh 2012-07-22 06:49
nice story
 
 
+1 # Chirag Jha 2012-07-23 01:45
Thank you Rakesh
 
 
+2 # very good one 2012-09-06 09:02
I liked it, a novel idea. Yuo never know your fellow passengers.
 
 
+1 # Hitesh 2012-12-19 04:02
we are not seeing the world as the world is , we are seeing the world as we are. Nice story.
 
 
0 # મનસુખલાલ ગાંધી 2015-12-22 18:43
બહુ સુંદર વાર્તા છે.
 
Zazi.com © 2009 . All right reserved