વિભાગ

અતિથી દેવો ભવ:

અમારે 26 મહેમાનો ઓનલાઈન

રમુજ

છોટૂભા ના પત્ની એ sms કર્યો :    ક્યારે ઘેર આવો છો ?
છોટૂભા એ જવાબ લખ્યો :  અડધી કલાક પછી.આવુછું ..........જો હું એટલી વાર માં નો આવું તો SMS પાછો વાંચી લેજે.


સુચના

આજે ગુજરાત દિવસના પાવન અવસર પર આપને જણાવતા આનંદ થાય છે કે ઝાઝી.કોમ હવે યુનીકોડ ફોન્ટ માં ઉપલબ્ધ છે.

જુના વેબપેજ માટે અહીં કલીલ કરો….. (હિતાથૅ ફોન્ટ હોવા જરુરી છે.)

મદદ


 
 

ઘર લઘુ નવલિકા ઉઝરડા
ઉઝરડા


સતી સાવીત્રી નો પંખો પી.ડી.એફ. છાપો ઇ-મેલ
ઉપભોક્તાઓનુ મુલ્યાંકન: / 16
બેકારશ્રેષ્ઠ 
લઘુ નવલિકા - ઉઝરડા
આના લેખક છે ચિરાગ ઝા “ઝાઝી”   
શનીવાર, 10 એપ્રીલ 2010 20:54

મંુબઇ ના જાણીતા મ્યુઝીયમ ના એક ખુણા મા એક જુનું ચિત્ર વષોૅ થી લટકતું હતું. આ ચિત્ર લગભગ એંસી વરસથી અહીંયા હતુ. કોઇ એક અંગ્રજે એને ખરીદયું હતું. એ એના ઘરમા જયારે એકલો મરી ગયો ત્યારે એના ઘરની બધી વસ્તુ ઓને એના વીલ પ્રમાણે દાન કરી દેવામા આવી હતી. એક બે ચિત્રો જે હતા એને એ વખત ના જજે મુલ્યાવાન ગણી ને મ્યુઝીયમ મા આપી દિધા હતા. બસ ત્યારથી એ ચિત્ર ત્યાં હતું.

ચિત્ર પાંચ ફુટ બાય ત્રણ ફુટ નુ હતું. ઓઇલ પેઇન્ટ હતું. નીચે દોરનાનર નુ નામ હતુ દોલત અને સાલ હતી ઓગણીસો ને પાંચ. ચિત્ર એક સ્ત્રી નું હતું. એ છોકરી નહતી. એ પ્રૌઢા નહતી. એ દેખાવે જાજરમાન અને સારા ઘરની હતી. એની આંખો મા ખુમારી અને આછો નશો હતો. એનું નાક લાંબુ અને અણી દાર હતું. એ એના દેખાવમા એનો ઠસ્સો વધારતું હતું. કપાળ મોટું અને દેખાઇ આવતું હતું. કપાળ પર મોટો લાલ રંગનો ચાંલ્લો લગાવ્યો હતો. ચાંલ્લાની બરાબર ઉપર સેંથી પાડી ને વાળ ને ઓળયા હતા. લાંબા વાળ ને એકદમ ખેંચી ને બાંધેલા હતા. એ લાંબા વાળ ના ચોટલા નો એણે પછી અંબોડો વાળી ને એમા મોગરાની વેણી અને બે આછા ગુલાબી રંગ ના ગુલાબ લગાવ્યા હતા. સેંથી મા લાલ રંગ ભરપુર હતો. એ કોઇની પત્ની હતી એ દેખાઇ આવતુ હતું.

 
પદમ પી.ડી.એફ. છાપો ઇ-મેલ
ઉપભોક્તાઓનુ મુલ્યાંકન: / 8
બેકારશ્રેષ્ઠ 
લઘુ નવલિકા - ઉઝરડા
આના લેખક છે ચિરાગ ઝા “ઝાઝી”   
શનીવાર, 10 એપ્રીલ 2010 20:52

નગરશેઠ આજે જરા દુખી હતા. સતત ચોથુ વરસ હતુ અને આખા નગર મા અને નગરની આજુબાજુ દુકાળ હતો. પાણી ની અછત , અન્ન ની અછત અને ઉપરથી મંદ થઇ ગયેલા ધંધા પાણી. શેઠ ના બે વહાણ હજી આફ્રિકાથી પાછા નહતા ફયૉ , શેઠ બીચારા ચિંતા મા હતા.

કહેવાય છે કે નગરશેઠ ના નામે જાવા સુમાત્રા સુધી હુંડી ચાલતી. શેઠ ના સિકકા પર ઇસ્તમબુલ મા પણ પૈસા મલી જ તા. પ્ૈાસા ટકે બહુ કમી નહતી પણ આવનારા દિવસો જો સારા ના થાય તો પછી પૈસા ખુટવા લાગશે એ ની શેઠ ને ચિંતા હતી.

 
બાંકુરા પી.ડી.એફ. છાપો ઇ-મેલ
ઉપભોક્તાઓનુ મુલ્યાંકન: / 4
બેકારશ્રેષ્ઠ 
લઘુ નવલિકા - ઉઝરડા
આના લેખક છે ચિરાગ ઝા “ઝાઝી”   
શનીવાર, 10 એપ્રીલ 2010 20:49

અમદાવાદ ઓગણીસો ઇકોતેર થી પંચોતેર વચ્ચે,

સીગરે ટ ના ધુમાડા પર ધુમાડા નીકળે જતા હતા. ચાર પાંચ ચાના દોર થઇ ચુકયા હતા. મહેશ અને એના બે ત્રણ ચમાચા ઓ સાથે બાંકુરા ના એક ટેબલ પર બેઠો હતો. બધા હીપ્પી હોવાનો દેખાવ કરી રહયા હતા. અને બધા કડકા બાલુસો હતા.

મહેશ યાર ભુખ લાગી છે. એક જણ બોલ્યો.

હા યાર, બે આમલેટ મંગાય ને યાર.

 
કોકવાર પી.ડી.એફ. છાપો ઇ-મેલ
લઘુ નવલિકા - ઉઝરડા
આના લેખક છે ચિરાગ ઝા “ઝાઝી”   
શનીવાર, 10 એપ્રીલ 2010 20:48

કાઇનેટીક ને પાકૅ કરી ને નૈનેશ અને માલા નાનકડા બંગલાના દરવાજા મા દાખલ થયા. માલા પોતના પીયર આવી હતી. સાથે એનો પતી નૈનેશ પણ હતો. અટલે તમને ખબર પડી ગઇ હશે કે નૈનેેશ એના સાસરે આયો હતો, કાઇનેટીક પર એની પત્ની માલા સાથે.

ડોર બેલ માયોૅ, ડોર બેલ નો અવાજ આયો, ભર બપોરે માલા ના પપ્પા , મમ્મી, માલા થી એક વરસ નાની કુંવારી બહેન અને માલા થી ત્રણ વરસ નાનો ભાઇ ઘરમા હતા પણ,કોઇને ડોર બેલ સંભળાયો નહી.

માલા એના કુટુંબ ના જણો ને ઓળખતી હતી એટલે એ ફરી ને પાછલા રુમની બારી પાસે જઇ ને બારી પર જોરથી હાથ ઠોકી ને એના નઘરોળ મા બાપ ને ઉઠાડયા.

આ સમગ્ર ઘટના ક્રમ મા નૈનેશ નો કોઇ ફાળો નહતો, એ મો ચઢાવી ને એના ચપ્પલ માંથી દેખાતા મેલા અંગુઠાના નખ ને જોતો હતો.

બારી પર થયેલા પ્રહાર ને સાંભળી ને માલા ની મા સરોજબેન જાગ્યા,

કોણ છે બાર..!!!!

 
<< શરૂ કરવું < પહેલાનું 1 2 3 4 5 6 7 8 9 10 પાસેનું > અંત >>

પ્રુષ્ઠ 1 કુલ- 10
Zazi.com © 2009 . All right reserved feed-image Feed Entries