વિભાગ

અતિથી દેવો ભવ:

અમારે 30 મહેમાનો ઓનલાઈન

રમુજ

એક પોલીસવાળાએ પોતાના મિત્રને કહયું , સ્ત્રીઓ ગાડી એટલા માટે ધીમી ચલાવે છે કે દુઘર્ટના ન થાય .કારણ કે દુઘર્ટના થાય તો એની સાચી ઉંમર અખબારમાં છપાઈ જાય.


સુચના

આજે ગુજરાત દિવસના પાવન અવસર પર આપને જણાવતા આનંદ થાય છે કે ઝાઝી.કોમ હવે યુનીકોડ ફોન્ટ માં ઉપલબ્ધ છે.

જુના વેબપેજ માટે અહીં કલીલ કરો….. (હિતાથૅ ફોન્ટ હોવા જરુરી છે.)

મદદ


 
 

ઘર કવિતા યાયાવર
યાયાવરજુલાઈ 1998 થી એપ્રીલ 2010 સુધીના અંક વાંચવા અહીં ક્લીક કરો.વાતને સમજી લો પી.ડી.એફ. છાપો ઇ-મેલ
ઉપભોક્તાઓનુ મુલ્યાંકન: / 1
બેકારશ્રેષ્ઠ 
યાયાવર - સપ્ટેમ્બર 2011
આના લેખક છે ચિરાગ ઝા “ઝાઝી”   
સોમવાર, 05 સપ્ટેમ્બર 2011 03:24

પાનુ ફરે તે પહેલા વાતને સમજી લો
રવિ ઉગે તે પહેલા રાતને સમજી લો

ઈચ્છાઓનું કોલાજ બેકાબુ બની જશે
મનગમતી બે ત્રણ ભાતને સમજી લો

 
જોયો સાવ એકલો દરિયો... પી.ડી.એફ. છાપો ઇ-મેલ
ઉપભોક્તાઓનુ મુલ્યાંકન: / 1
બેકારશ્રેષ્ઠ 
યાયાવર - સપ્ટેમ્બર 2011
આના લેખક છે રેખા શુક્લ   
શનીવાર, 03 સપ્ટેમ્બર 2011 19:24

અમારી ટચુકડી બારીએથી માનવીઓના મધુવનમાં
જોયો સાવ એકલો દરિયો...

ચેહરાઓના વનમાં અમારો આસપાસનો રસ્તો
નાના-મોટા પગલાંથી પંથ એક ફૂટ્યો...

સમી સાંજની હરિયાળીમાં ભૂરા આકાશની આશામાં
લઈ તડકાનું ચોસલું..બે બટકાં ભરી લંઉ...

 
હું વફા પીતો રહ્યો પી.ડી.એફ. છાપો ઇ-મેલ
ઉપભોક્તાઓનુ મુલ્યાંકન: / 2
બેકારશ્રેષ્ઠ 
યાયાવર - સપ્ટેમ્બર 2011
આના લેખક છે મોહમ્મદઅલી ભૈડુ'વફા'   
શનીવાર, 03 સપ્ટેમ્બર 2011 19:04

શબ્દની વણઝારમાં હું વફા પીતો રહ્યો,
અર્થની તકરારમાં હું વફા પીતો રહ્યો.

ને કદી પી વાય ગૈ કો છલકતી આંખોથી,
ને કદી અણસારમાં હું વફા પીતો રહ્યો.

રણ મહીં પીધી કદી તો કદી વગડાઓ મહિ,
ઝાંઝવાના પ્યારમાં હું વફા પીતો રહ્યો.

 
ઈશ્વરને આપણી વચ્ચે પી.ડી.એફ. છાપો ઇ-મેલ
યાયાવર - સપ્ટેમ્બર 2011
આના લેખક છે કિંજ્લ્ક વૈદ્ય   
શનીવાર, 03 સપ્ટેમ્બર 2011 18:57

ઈશ્વરને આપણી વચ્ચે જે અંતરો છે
દિલને દિમાગ વચ્ચેના મતમતાંતરો છે

શ્રધ્ધાની શકિત જોવા આ દાખલો છે પુરતો
આરોપવાથી પળમાં પૂજાય પથ્થરો છે

 
જોયા કરો તમે પી.ડી.એફ. છાપો ઇ-મેલ
ઉપભોક્તાઓનુ મુલ્યાંકન: / 5
બેકારશ્રેષ્ઠ 
યાયાવર - ઓગસ્ટ 2011
આના લેખક છે ચિરાગ ઝા “ઝાઝી”   
મંગળવાર, 16 ઓગસ્ટ 2011 16:14

શાંત વહેતી નદિને જોયા કરો તમે  
કંઈ મળ્યાનો ભાવ જોયા કરો તમે

નિત નવા અનુભવો થશે જીવનમાં
સારા નરસા તમાશા જોયા કરો તમે

 
ટહુકા પર મોરપીંછાની પી.ડી.એફ. છાપો ઇ-મેલ
ઉપભોક્તાઓનુ મુલ્યાંકન: / 6
બેકારશ્રેષ્ઠ 
યાયાવર - ઓગસ્ટ 2011
આના લેખક છે રેખા શુક્લ   
સોમવાર, 08 ઓગસ્ટ 2011 00:32

ટહુકા પર મોરપીંછાની ઓઢણી ઓઢી,
કોયલ બેઠી આંબલિયાની ડાળ....

ઝબુકે છે વીજળી ને ગર્જે છે વાદળું,
વર્ષારાણીની રૂડી આગાહી વાદળું...

ધરતી ની મીઠી સોડમ મેહકાવે વાદળું,
મનગમતાં મોરલા ટહુકાવે વાદળું...

 
<< શરૂ કરવું < પહેલાનું 1 2 3 4 5 6 7 8 9 10 પાસેનું > અંત >>

પ્રુષ્ઠ 10 કુલ- 15
Zazi.com © 2009 . All right reserved feed-image Feed Entries