વિભાગ

અતિથી દેવો ભવ:

અમારે 23 મહેમાનો ઓનલાઈન

રમુજ

પિતા દીકરીના પ્રેમીને કહે : હું નથી ચાહતો કે મારી દીકરી આખી જિંદગી એક ગધેડા સાથે વિતાવે.

પ્રેમી : એટ્લા માટેજ તો હું એને અહીંથી લઈ જવા માગું છું.


સુચના

આજે ગુજરાત દિવસના પાવન અવસર પર આપને જણાવતા આનંદ થાય છે કે ઝાઝી.કોમ હવે યુનીકોડ ફોન્ટ માં ઉપલબ્ધ છે.

જુના વેબપેજ માટે અહીં કલીલ કરો….. (હિતાથૅ ફોન્ટ હોવા જરુરી છે.)

મદદ


 
 

ઘર કવિતા યાયાવર
યાયાવરજુલાઈ 1998 થી એપ્રીલ 2010 સુધીના અંક વાંચવા અહીં ક્લીક કરો.કાચના મકાન પી.ડી.એફ. છાપો ઇ-મેલ
ઉપભોક્તાઓનુ મુલ્યાંકન: / 2
બેકારશ્રેષ્ઠ 
યાયાવર - નવેમ્બર 2011
આના લેખક છે મુહમ્મદઅલી’વફા’   
સોમવાર, 07 નવેમ્બર 2011 09:11

જિંદગીના જામ એતો કાચનાં મકાન
આપણા સૌ ગામ એતો કાચનાં મકાન

ઝાંઝવા કાંઠે તુ કયાં ભૂલો પડયો ભલા
તૃષાને દે લગામ એતો કાચના, મકાન.

સંશયની કાંકરીથી તૂટી એ જશે
કાળજાના ધામ એતો કાચનાં મકાન.

સમયની આંધી ઉડાવી રેત એ જશે
આ તમારા નામ એતો કાચનાં મકાન.

 
ઘેરાતો કેમ નથી...?? પી.ડી.એફ. છાપો ઇ-મેલ
ઉપભોક્તાઓનુ મુલ્યાંકન: / 1
બેકારશ્રેષ્ઠ 
યાયાવર - નવેમ્બર 2011
આના લેખક છે સુનિતા દિક્ષિત   
સોમવાર, 07 નવેમ્બર 2011 08:19

ચારેકોર લાગણીઓના વમળ,
કોઈ પ્રેમરૂપી કિનારો જણાતો કેમ નથી...??

ઘૂમી રહી છું ગલીઓ ગલીઓ,
એનો ઓળો હજી મને દેખાતો કેમ નથી....??

 
શબ્દથી કોશિશ કર પી.ડી.એફ. છાપો ઇ-મેલ
યાયાવર - નવેમ્બર 2011
આના લેખક છે દક્ષેશ કોન્ટ્રાકટર ‘ચાતક’   
બુધવાર, 02 નવેમ્બર 2011 10:18

શૂન્યતા તારી ચિતરવા શબ્દથી કોશિશ કર,
વેદના ક્ષણમાં વિસરવા સ્મિતથી કોશિશ કર.

જિંદગીના મર્મને જો જાણવો હો પળમહીં,
તો જરા રોકીને તારા શ્વાસથી કોશિશ કર.

તું કોઈની લાગણીથી ના પલળ તો ચાલશે,
કમ-સે-કમ અહેસાસ કરવા સ્પર્શથી કોશિશ કર.

 
રેખા શુકલ પી.ડી.એફ. છાપો ઇ-મેલ
યાયાવર - નવેમ્બર 2011
આના લેખક છે રેખા શુકલ   
બુધવાર, 02 નવેમ્બર 2011 08:31

સંબંધોના રહસ્યોની ગાંઠ ખોલતી ગઈ...
મા'ણા ના તાંતણા ને વલોપાત ના જાળા...!!!

હલાવ્યા હાથપગ ને સગપણ નીકળી પડયા..
આળસ મરડીને બેઠાં થયા ત્યાં ભણતર પુરા થયા..!!

ઝાંઝવાના જળ ને માયા-જાળના તંતુ વધ્યા...
રુંધાતા જીવડાને અક્ષરજ્ઞાન ને ચિત્રજ્ઞાન થયા...!!

 
લાગણીના નામ પર પી.ડી.એફ. છાપો ઇ-મેલ
યાયાવર - નવેમ્બર 2011
આના લેખક છે કિંજ્લ્ક વૈદ્ય   
બુધવાર, 02 નવેમ્બર 2011 00:00

જાત આખ્ખી વેંચવી છે, લાગણીના નામ પર
મુલ્ય એનું લાગણી છે, લાગણીના નામ પર

એમની અનુપસ્થિતિ, સંજોગને આધિન છે
યાદ એથી સાચવી છે, લાગણીના નામ પર

શું ગુમાવ્યું? મેળવ્યું શું? માંડવો હિસાબ ક્યાં?
બસ ક્ષણોને માણવી છે, લાગણીના નામ પર

 
ઝળહળતી દીવડીઓના તારલાની યાદો પી.ડી.એફ. છાપો ઇ-મેલ
ઉપભોક્તાઓનુ મુલ્યાંકન: / 2
બેકારશ્રેષ્ઠ 
યાયાવર - ઓક્ટોબર-2011
આના લેખક છે રેખા શુક્લ   
સોમવાર, 24 ઓક્ટોબર 2011 00:21


સ્મૃતિપટના પ્રાંગણે સંસ્કૃતિની યાદો...
ચણે મોતીડા આંગણે એ મોરલાની યાદો...

થાતી રહે પ્રદક્ષિણા તુલસીની યાદો...
પ્રેમધાગા સુતરના જોઉ વડલે યાદો...

આસોપાલવના લીલા તોરણોની યાદો...
ને લીપેલા આંગણે રંગોળીઓની યાદો...

મંદિરના ઘંટનાદે આરતીની પ્રગટે યાદો..
ઝળહળતી દીવડીઓના તારલાની યાદો...

રેખા શુક્લ(શિકાગો)

 
<< શરૂ કરવું < પહેલાનું 1 2 3 4 5 6 7 8 9 10 પાસેનું > અંત >>

પ્રુષ્ઠ 9 કુલ- 15
Zazi.com © 2009 . All right reserved feed-image Feed Entries