વિભાગ

અતિથી દેવો ભવ:

અમારે 45 મહેમાનો ઓનલાઈન

રમુજ

તારી પત્ની બોલકણી છે, જાણે સાંભળ્યા જ કરીએ.

હું પણ સાંભળ્યા જ કરું છું, પતિએ જવાબ આપ્યો.


સુચના

આજે ગુજરાત દિવસના પાવન અવસર પર આપને જણાવતા આનંદ થાય છે કે ઝાઝી.કોમ હવે યુનીકોડ ફોન્ટ માં ઉપલબ્ધ છે.

જુના વેબપેજ માટે અહીં કલીલ કરો….. (હિતાથૅ ફોન્ટ હોવા જરુરી છે.)

મદદ


 
 

ઘર કવિતા યાયાવર
યાયાવરજુલાઈ 1998 થી એપ્રીલ 2010 સુધીના અંક વાંચવા અહીં ક્લીક કરો.સંધ્યા ઢળે ને આપણે પી.ડી.એફ. છાપો ઇ-મેલ
ઉપભોક્તાઓનુ મુલ્યાંકન: / 1
બેકારશ્રેષ્ઠ 
યાયાવર - માર્ચ 2012
આના લેખક છે મુહમ્મદઅલી વફા   
રવિવાર, 11 માર્ચ 2012 03:14

સંધ્યા ઢળે ને આપણે મળતાં રહીશું દોસ્ત,
પીળું થતાં આ પાંદડું ખરતા રહીશું દોસ્ત.

મળશે કદી કો યાદ મીઠી સુની મંઝીલે,
અશ્રુ બની આંખો થકી ઢળતા રહીશું દોસ્ત.

મેળાવડો તો એ હશે બે ચાર દિનનો બસ,
ને તે પછી સ્મરણ ખરલ ઘસતા રહીશું દોસ્ત.

 
ચીસ પી.ડી.એફ. છાપો ઇ-મેલ
યાયાવર - માર્ચ 2012
આના લેખક છે પ્રસાદ આર. માહુલીકર   
રવિવાર, 11 માર્ચ 2012 03:03

ખેંચીલો પુષ્પો સઉ વ્રુક્ષો નાં
તોય,
એ ચીસતું નથી
પરંતુ અર્થ એવો નથી
કે, એને કંઈ દુખતું નથી. ..૧

મૌનનાં શબ્દો ભેદીને
આવે
એકલતાની કારમી ચીસ.  ..૨

મૌનનાં સામ્રાજ્યમાં
શબ્દોને અવકાશ નથી
કેમકે
અહીં ચીસ પડઘાતી નથી.  ..૩

પ્રસાદ આર. માહુલીકર, મણીનગર, અમદાવાદ

 
મટકું..!! પી.ડી.એફ. છાપો ઇ-મેલ
યાયાવર - માર્ચ 2012
આના લેખક છે રેખા શુક્લ   
રવિવાર, 11 માર્ચ 2012 03:00

તરફડાટ ને તરફડાટ માં થૈયા થૈયા ગાગર
રાધીકા ની રંગભીની પાનીનું થાંઉ ઝાંઝર...

કાનુડો રમેલ જ્યાં રાસ ધુળની થાંઉ રજકણ
ઉઝરડાથી શબ્દોમાં પ્રવેશે આગ મણ મણ..

ચમક્યું ચણોઠીના ઢગલે ઝાંઝરિયું પળ પળ
સ્વપ્નાં ન ખરે ડરું છું મારું ન મટકું પળ પણ..

રેખા શુક્લ (શિકાગો)

 
દોસ્ત મળતો જજે પી.ડી.એફ. છાપો ઇ-મેલ
ઉપભોક્તાઓનુ મુલ્યાંકન: / 1
બેકારશ્રેષ્ઠ 
યાયાવર - ફેબ્રુઆરી-2012
આના લેખક છે ચિરાગ ઝા “ઝાઝી”   
રવિવાર, 12 ફેબ્રુઆરી 2012 12:57

નગરમાં તું આવે દોસ્ત મળતો જજે
હજી મોડું ક્યાં થયું છે લડતો જજે

રમત પડતી મૂકી દોડી જ્યાં તું ગયો
નવું સરનામું હવે તો લખતો જજે

ખબર છે પેલી લખોટી રમતા હતા
જુની ગબ્બીની જગા તું ભરતો જજે

 
તારા સત્કારમાં….!!!! પી.ડી.એફ. છાપો ઇ-મેલ
યાયાવર - ફેબ્રુઆરી-2012
આના લેખક છે રેખા શુક્લ   
રવિવાર, 12 ફેબ્રુઆરી 2012 12:36

ખડકી ખોલીને બેઠી હું દ્વારે …તારા સત્કારમાં
મોસમનું નામ ખાલી,હ્રદયકુંજે ઝુમું… તારા સત્કારમાં

ફુલોની ફોરમનો લાવી ખજાનો… તારા સત્કારમાં
ઉરમાં મિલનની લાગી એક અગન… તારા સત્કારમાં

રૂમઝુમ રેલાયો નટખટ અંધકાર …તારા સત્કારમાં
મનનો મોરલો ગાયે મધરાતે મલ્હાર… તારા સત્કારમાં

તમરાં તો બોલે તરુવરપુંજમાં …તારા સત્કારમાં
આભ વીંટળાયું અવની ના અંગે… તારા સત્કારમાં

 
આ ગઝલ ના બને પી.ડી.એફ. છાપો ઇ-મેલ
યાયાવર - જાન્યુઆરી 2012
આના લેખક છે ચિરાગ ઝા “ઝાઝી”   
રવિવાર, 01 જાન્યુઆરી 2012 17:26

એકલા ચાલવું આ ગઝલ ના બને
લઈ બધું રાખવું આ ગઝલ ના બને

હોય જો  સાથ આ કાફલા નો પછી
દૂર જઈ રાચવું આ ગઝલ ના બને

 
<< શરૂ કરવું < પહેલાનું 1 2 3 4 5 6 7 8 9 10 પાસેનું > અંત >>

પ્રુષ્ઠ 7 કુલ- 15
Zazi.com © 2009 . All right reserved feed-image Feed Entries