વિભાગ

અતિથી દેવો ભવ:

અમારે 54 મહેમાનો ઓનલાઈન

રમુજ

રામુ શાકભાજી લેવા ગયો એ સમયે શાકભાજીવાળો ભાજી પર પાણી છાંટી રહ્યો હતો. ઘણીવાર થઈ.રામુ કંટાળ્યો. અંતે તે રાહ જોઈને થાક્યો અને બોલ્યો : ‘ઓ શાકભાજીવાળા, ભાજી ભાનમાં આવી હોય તો એક કિલો તોલી આપ !’


સુચના

આજે ગુજરાત દિવસના પાવન અવસર પર આપને જણાવતા આનંદ થાય છે કે ઝાઝી.કોમ હવે યુનીકોડ ફોન્ટ માં ઉપલબ્ધ છે.

જુના વેબપેજ માટે અહીં કલીલ કરો….. (હિતાથૅ ફોન્ટ હોવા જરુરી છે.)

મદદ


 
 

ઘર કવિતા યાયાવર
યાયાવરજુલાઈ 1998 થી એપ્રીલ 2010 સુધીના અંક વાંચવા અહીં ક્લીક કરો.માળા..... પી.ડી.એફ. છાપો ઇ-મેલ
યાયાવર - સપ્ટેમ્બર 2012
આના લેખક છે રેખા શુક્લ   
બુધવાર, 03 ઓક્ટોબર 2012 12:19

જીન્દગીની રાત પુનમ થઈ ખીલી ગઈ
અચાનક સ્નેહથી જોઈ પાગલ થઈ ગઈ

મુહબ્બતના નામની થોડી જીક્ર થઈ ગઈ
એકબીજામાં ડુબવાની આદત થઈ ગઈ

 
તો કરું કવિને અર્પણ... પી.ડી.એફ. છાપો ઇ-મેલ
યાયાવર - સપ્ટેમ્બર 2012
આના લેખક છે રેખા શુક્લ   
શનીવાર, 08 સપ્ટેમ્બર 2012 17:20

હીરાનો પારખનાર મળે સાચો જો ઝવેરી
નવા નગરનું નિર્માણ અહીં તો થાય રૂપેરી

પ્રાર્થના ને ધૈર્ય ભરી સાધના એ ઉડવા મળ્યું આકાશ
આવેશ ને આતશ માં ભળે બુધ્ધિનો સરવાળો

સંગંત ના સુફળે અહીં થાય સ્વપ્ન સિધ્ધિ
અટ્પટાં સવાલોના જડબાંતોડ જવાબોમાં

 
ધરતીનો સહવાસ છે પી.ડી.એફ. છાપો ઇ-મેલ
યાયાવર - સપ્ટેમ્બર 2012
આના લેખક છે આકાશ ઠક્કર   
શનીવાર, 08 સપ્ટેમ્બર 2012 16:58

ઊગી ગયું છે હાથમાં તે ઘાસ છે
ઝાંખી થયેલી મેંદીનો ઈતિહાસ છે.

સૂના પડ્યા છે ટેરવે વસતા નગર
લકવો પડેલા સ્પર્શ તો ચોપાસ છે.

 
તાર ક્યાંથી લાવીએ પી.ડી.એફ. છાપો ઇ-મેલ
યાયાવર - સપ્ટેમ્બર 2012
આના લેખક છે મુહમ્મદઅલી વફા   
શનીવાર, 08 સપ્ટેમ્બર 2012 16:52

આપણે એ પ્યાર ક્યાંથીલાવીએ
વેદનાનો ભાર ક્યાંથી લાવીએ

તૂટવાનો એ હતો તૂટી ગયો,
લાગણીનો તાર ક્યાંથીલાવીએ

મેં કહી દીધું સરળ શબ્દો મહીં,
સૂરનો સંસાર ક્યાંથીલાવીએ

 
હું ને તું... પી.ડી.એફ. છાપો ઇ-મેલ
યાયાવર - ઓગસ્ટ 2012
આના લેખક છે રેખા શુક્લ   
રવિવાર, 19 ઓગસ્ટ 2012 00:40

ગુજરાતીનુ ભાવતું ભોજન કવિતાનુ...
વીણો હ્રદયના ટુકડા કવિતાનુ બનવાનું ,
અને શબ્દોનું લોહી ટપક -ટપક સરી જવાનું,
મળે ટુક્ડે ટુકડે મા.....નવી બની જવાનું,
લાગે કે સંગે ભગવાન જ ભળી જવાનું

શું કવિતાનું સ્પંદને સજે સગપણનું
કે કવિતાની કેડીનું ગાંડપણ વગોવાનૂં,
કવિતાની સાંકડી શેરીએ રમવાનું,
વાંકડીયા વાળ નું સુંવાળુ સ્પર્શવાનું,

વક્ષ ચઢાણ ને ઉતરાણ ઉદર પ્રિયતમાનું
મુંઝાવી દે ગુંગળાવી દે શ્વાસ કવિતાનું,
ચાહકનું ચુંબન ને આશિકોનું બિછાનું,
લૈ ઢળે ખભે માથું એ કવિતાનું,

 
એવો નથી પી.ડી.એફ. છાપો ઇ-મેલ
યાયાવર - ઓગસ્ટ 2012
આના લેખક છે ચિરાગ ઝા “ઝાઝી”   
રવિવાર, 19 ઓગસ્ટ 2012 00:24

જો તપાવીને, ગળું એવો નથી

કેવી રીતે હું હવાને ના કહું?
ભેજ છું બાકી ભળું એવો નથી

પાપ મેં પણ એક કર્યું છે સખી
બાકી કોઈથી ડરું એવો નથી

 
<< શરૂ કરવું < પહેલાનું 1 2 3 4 5 6 7 8 9 10 પાસેનું > અંત >>

પ્રુષ્ઠ 6 કુલ- 15
Zazi.com © 2009 . All right reserved feed-image Feed Entries