વિભાગ

અતિથી દેવો ભવ:

અમારે 49 મહેમાનો ઓનલાઈન

રમુજ

મગન :આજે કઇ તારીખ છે, છગન?

છગન :મને ખબર નથી દોસ્ત.

મગન :પણ તારા હાથમાં અખબાર છે. એમાં જોઈને કહે ને કે કઈ તારીખ છે?

છગન :અખબાર તો છે પણ આજનું નથી. એ તો ગઈકાલનું છે.


સુચના

આજે ગુજરાત દિવસના પાવન અવસર પર આપને જણાવતા આનંદ થાય છે કે ઝાઝી.કોમ હવે યુનીકોડ ફોન્ટ માં ઉપલબ્ધ છે.

જુના વેબપેજ માટે અહીં કલીલ કરો….. (હિતાથૅ ફોન્ટ હોવા જરુરી છે.)

મદદ


 
 

ઘર કવિતા યાયાવર
યાયાવરજુલાઈ 1998 થી એપ્રીલ 2010 સુધીના અંક વાંચવા અહીં ક્લીક કરો.માણસ છે એ પી.ડી.એફ. છાપો ઇ-મેલ
ઉપભોક્તાઓનુ મુલ્યાંકન: / 2
બેકારશ્રેષ્ઠ 
યાયાવર - ડિસેમ્બર 2012
આના લેખક છે .ચિરાગ ઝા “ઝાઝી”   
બુધવાર, 19 ડિસેમ્બર 2012 09:21

માણસ છે એ જીભાજોડી તો કરવાનો!
એકલપંડી જિવ્હાથી થોડી રમવાનો?

ધારીલો કે મેં ધારા ધોરણ તોડ્યા છે!
ને જો તોડ્યા છે તો કોનાથી ડરવાનો?

પ્રેમી પાગલ થઈ બેઠો છે ઘરની સામે
ને દરવાજે ઊભા થાકેલા દરવાનો!

 
શંકર - શંકર પી.ડી.એફ. છાપો ઇ-મેલ
યાયાવર - ડિસેમ્બર 2012
આના લેખક છે મેહુલ એ ભટ્ટ   
બુધવાર, 19 ડિસેમ્બર 2012 09:18

ધબકારા છે ઉપ્પર - ઉપ્પર,
ભીતર ભીતર પથ્થર- પથ્થર !

ઉજળાં તન ને ઉજળાં વસ્તર,
મન તો કાળું ભમ્મર - ભમ્મર !

ભેટી પડવા તત્પર- તત્પર,
હાથે - હાથે ખંજર - ખંજર !

હણહણવાંની રમત્યું રમતાં,
મ્હોરા પ્હેરી ખચ્ચર - ખચ્ચર !

ખોટી વાત્યું બોદી બોલે,
સાચો પડઘો નક્કર- નક્કર !

દીધેલું જ મળે છે પાછું ,
ધરતી ફરતી ચક્કર - ચક્કર !

ટીપું ઝેર નિહાળી શોધે ,
ક્યાં છે ? ક્યાં છે ? શંકર - શંકર ?
- મેહુલ એ ભટ્ટ , આદિપૂર

 
ચાલો મળીને જોઇએ, પી.ડી.એફ. છાપો ઇ-મેલ
ઉપભોક્તાઓનુ મુલ્યાંકન: / 1
બેકારશ્રેષ્ઠ 
યાયાવર - ડિસેમ્બર 2012
આના લેખક છે જૈમિન ઠક્કર “પથિક”   
બુધવાર, 19 ડિસેમ્બર 2012 09:10

કોઇપણ કારણ વિના ચાલો મળીને જોઇએ,
દૂધમાં સાકર ભળે એમજ ભળીને જોઇએ.

જિન્દગાનીમાં કશે નફરત સમું દેખાય છે,
ચલ પ્રણયમાં આપણે પણ ઓગળીને જોઇએ.


સૂર્ય સળગીને જગત પર રાજ કરતો હોય છે,
આપણે પણ મીણ માફક પીગળીને જોઇએ.

 
આ આખરી દીદાર છે પી.ડી.એફ. છાપો ઇ-મેલ
યાયાવર - ડિસેમ્બર 2012
આના લેખક છે મુહમ્મદઅલી વફા   
બુધવાર, 19 ડિસેમ્બર 2012 09:03

આ આંખ અશ્રુ ધાર છે
ભીના કફનના તાર છે
ને મૌનની દીવાર છે
ક્યાં તે  હવે રણકાર છે
આ  આખરી દીદાર છે

દિલ મોત પર તારા રડે
ને અશ્રુનાં   જામો ભરે
બસ યાદના  દીપક જલે
જો મોતનો અસવાર છે
આઆખરી દીદાર છે

 
ચિત્રમાં પી.ડી.એફ. છાપો ઇ-મેલ
યાયાવર - ડિસેમ્બર 2012
આના લેખક છે રેખા શુક્લ   
બુધવાર, 19 ડિસેમ્બર 2012 08:51

રોજ તુટે તારલિયા
રોજ ખુટે ચાંદલિયા
શ્વાસ ના એકાંતમાં
છલકતુ, મલ્કતુ ગભરાતું શરમાતું વલખાતું ચંચળ મન પરોઢમાં

ધક ધક વહે યાદોમાં
કેવો નશો છે લતમાં
બેબસ છે હાલાતમાં
ક્ષણમાં માંગે શેને માંગે વેદના મળી છલકાય આંખો શબ્દ ચિત્રમાં

 
ખળ ખળમાં પી.ડી.એફ. છાપો ઇ-મેલ
યાયાવર - નવેમ્બર-2012
આના લેખક છે મુહમ્મદઅલી વફા   
ગુરુવાર, 29 નવેમ્બર 2012 07:58

મુકદ્દરની લકીરો પણ હતી આડી જરા કળમાં,
અમારી પ્યાસ પણ છીપી નહીં, રે’વાં છતાં જળમાં

અમે દર્દો વિના કૈં પણ અહીં વ્હેંચી નહીં શક્યાં,
અમારી જિંદગી પૂરી થઈ રંગીન સહુ છળમાં

 
<< શરૂ કરવું < પહેલાનું 1 2 3 4 5 6 7 8 9 10 પાસેનું > અંત >>

પ્રુષ્ઠ 5 કુલ- 15
Zazi.com © 2009 . All right reserved feed-image Feed Entries