વિભાગ

અતિથી દેવો ભવ:

અમારે 67 મહેમાનો ઓનલાઈન

રમુજ

દર્દી :ડોકટર સાહેબ, ઓપરેશન પહેલાં તો તમે કહ્યું હતું કે દસ હજારનો ખર્ચ થશે. હવે બાર હજાર કેમ માંગો છો?

ડોકટર :વાસ્તવમાં વાત એમ છે કે તમારું ઓપરેશન કરતી વખતે મારું પાકીટ તમારા પેટમાં રહી ગયું છે. એમાં બે હજાર રૂપિયા હતા.


સુચના

આજે ગુજરાત દિવસના પાવન અવસર પર આપને જણાવતા આનંદ થાય છે કે ઝાઝી.કોમ હવે યુનીકોડ ફોન્ટ માં ઉપલબ્ધ છે.

જુના વેબપેજ માટે અહીં કલીલ કરો….. (હિતાથૅ ફોન્ટ હોવા જરુરી છે.)

મદદ


 




 

ઘર કવિતા યાયાવર
યાયાવર



જુલાઈ 1998 થી એપ્રીલ 2010 સુધીના અંક વાંચવા અહીં ક્લીક કરો.



દશાનો ભાર મનમાં છે પી.ડી.એફ. છાપો ઇ-મેલ
ઉપભોક્તાઓનુ મુલ્યાંકન: / 1
બેકારશ્રેષ્ઠ 
યાયાવર - જુલાઈ-2013
આના લેખક છે નરેશ સોલંકી   
ગુરુવાર, 04 જુલાઈ 2013 04:33

ખબર પણ ના પડે એવી દશાનો ભાર મનમાં છે
વગાડ્યાવીણ વગડે એ વીણાનો તાર મનમાં છે.

છે પાણીપત સમુ ભેંકાર ભીષણ યુધ્ધ ભીતરમાં
મરી ચુકેલ ઇચ્છાનો ઘણો સંહાર મનમાં છે

 
હાસિલ -એ -ગઝલશેર - શ્રી અનંત રાઠોડ 'અનંત' પી.ડી.એફ. છાપો ઇ-મેલ
ઉપભોક્તાઓનુ મુલ્યાંકન: / 2
બેકારશ્રેષ્ઠ 
યાયાવર - જુલાઈ-2013
આના લેખક છે મુકેશ દવે   
ગુરુવાર, 04 જુલાઈ 2013 04:25

"લઈને ...... અગિયારમી દિશા"માંથી

આજે અને અંતે શ્રી અનંત રાઠોડ 'અનંત'ની દસેય ગઝલના મારી દૃષ્ટિએ "હાસિલ -એ -ગઝલશેર" પ્રસ્તુત કરુ છું ("લઈને ...... અગિયારમી દિશા"ને લગતી મારી દરેક પોસ્ટને ભાવ-પ્રતિભાવ આપવા બદલ સૌ ભાવકોનો આભારી છું.)
(૧)
બહુ મોટી થતી એ જાય છે દિવસે ને દિવસે તો,
વ્યથાને કોઈ ઠેકાણે હવે પરણાવવી પડશે.
(૨)
કદી પલળી ગયાં છે તો કદી દાઝી ગયેલાં છે,
નથી હું જાણતો કે ટેરવાં કોને અડેલાં છે.
(૩)
તસવીરને જોતી રહી વરસી ગયેલી આંખ,
તસવીરમાંની એક નદી નાસી ગયેલ છે.
(૪)
તું જઈ અને કરી દે પ્રથમ કેદ સૂર્યને,
એના પછી કરીશું એ તાપણાનું ખૂન.
(૫)
દરરોજ એ વળાંક પર ઊભી રહે છે આંખ,
શાનો હશે અભાવ મારી જાણ બ્હાર છે.

 
બોલ પી.ડી.એફ. છાપો ઇ-મેલ
યાયાવર - જુલાઈ-2013
આના લેખક છે મુહમ્મદઅલી વફા   
ગુરુવાર, 04 જુલાઈ 2013 04:21

બોલ! ક્યારે જબાં આ ખોલશે?.
બોલ ! ક્યારે તુ સાચું બોલશે?.

બોલ! માણસની ય કીમત ખરી?
બોલ! ક્યાં જઈ તુ લોહી ઢોળશે?.

બોલ!કોઈ ધરમ તારો ખરો?
બોલ!કોઈ કરમ તારો ખરો?

 
મહેફીલ પી.ડી.એફ. છાપો ઇ-મેલ
યાયાવર - જુલાઈ-2013
આના લેખક છે પ્રસાદ આર. માહુલિકર   
ગુરુવાર, 04 જુલાઈ 2013 04:12


ચાલો અહીંથી ક્યાંક દૂર જઈ રહીએ
કે મહેફીલનો નશો નૂર લઈ જઈએ

જલાવે છોને હજારો દીપક રોશનીના
મહેફીલનો સારો ઉજાસ લઈ જઈએ

 
મોતી પી.ડી.એફ. છાપો ઇ-મેલ
યાયાવર - જુલાઈ-2013
આના લેખક છે રેખા શુક્લ   
ગુરુવાર, 04 જુલાઈ 2013 04:08

દાદા ના દાંત નું પડવું
આવ્યું હતું બોખું હસવું
દાઢ આવે હાથનું મુજથી
દાદા ને જઈ કેહવું...!
આવે તોયે દુઃખે જાયે તોય દુઃખે ....
આવી ગઈ છે 'ટેકનો' હવે "ફેક" લગાવો
કંઈ ના દુઃખે ચબરાક ચીકુ નું કેહવું
વાંછરડી ને લઈ ને જાતી સંતુડી
નું જા જા કહી ને ખસવું
શેરડી કાપી દાંતે ને હસવું
દાડમડી ના દાણા મોતી
દાણા દાણા હસ્યાં પ્રકાશી

રેખા શુક્લ

 
"હાસિલ -એ -ગઝલશેર"-શ્રી મોહસીન મીર પી.ડી.એફ. છાપો ઇ-મેલ
ઉપભોક્તાઓનુ મુલ્યાંકન: / 2
બેકારશ્રેષ્ઠ 
યાયાવર - જુન - 2013
આના લેખક છે મુકેશ દવે   
મંગળવાર, 18 જુન 2013 08:13

"લઈને ...... અગિયારમી દિશા"માંથી
આજે શ્રી મોહસીન મીરની દસેય ગઝલના મારી દૃષ્ટિએ "હાસિલ -એ -ગઝલશેર" પ્રસ્તુત કરુ છુ.

(૧)
આમ તો કેવળ ખરેલું પાન છું
એક ઝરણું આગળ લઈ ગયું મને.

(૨)
ભમરાની લાગણીના ફૂરચા ઉડી ગયા,
ફૂલોયે જોને કેવું બેફામ બોલે છે.

(૩)
વિધવા જ મૂલ જાણતી રંગોળીનું ખરું,
એથી જ ભાત રોઈને ભીની કરી લીધી.

(૪)
એક છેડે હર્ષ ને બીજી તરફ સંઘર્ષ છે,
બેઉની વચ્ચે લટકતી લાશ જેવો પ્રેમ છે.

(૫)
એના મરકતા હોઠ પર જાઓ ન દોસ્તો,
હૈયે ઘણાયે ઘાવ છે અલ્લાહ બચાવીલો.

 
<< શરૂ કરવું < પહેલાનું 1 2 3 4 5 6 7 8 9 10 પાસેનું > અંત >>

પ્રુષ્ઠ 3 કુલ- 15
Zazi.com © 2009 . All right reserved feed-image Feed Entries