વિભાગ

અતિથી દેવો ભવ:

અમારે 96 મહેમાનો ઓનલાઈન

રમુજ

મગન : ‘બધા હવે મને ભગવાન માને છે.’

છગન : ‘તને કેવી રીતે ખબર પડી ?’

મગન : ‘કાલે હું બગીચામાં ગયો હતો તો ત્યાં બેઠેલા બધા એકી સાથે બોલી ઊઠ્યાં – ‘હે ભગવાન, તું પાછો આવ્યો ?’


સુચના

આજે ગુજરાત દિવસના પાવન અવસર પર આપને જણાવતા આનંદ થાય છે કે ઝાઝી.કોમ હવે યુનીકોડ ફોન્ટ માં ઉપલબ્ધ છે.

જુના વેબપેજ માટે અહીં કલીલ કરો….. (હિતાથૅ ફોન્ટ હોવા જરુરી છે.)

મદદ


 




 

ઘર કવિતા યાયાવર
યાયાવર



જુલાઈ 1998 થી એપ્રીલ 2010 સુધીના અંક વાંચવા અહીં ક્લીક કરો.



દિવસ પુરો થયો ને રાત થઈ પી.ડી.એફ. છાપો ઇ-મેલ
ઉપભોક્તાઓનુ મુલ્યાંકન: / 2
બેકારશ્રેષ્ઠ 
યાયાવર - સપ્ટેમ્બર 2010
આના લેખક છે સુધીર પટેલ   
સોમવાર, 06 સપ્ટેમ્બર 2010 19:31












દિવસ પુરો થયો ને રાત થઈ, સારું થયું;
ઉજાગર આપમેળે જાત થઈ, સારું થયું!

 
નારી તું નારાયણી પી.ડી.એફ. છાપો ઇ-મેલ
ઉપભોક્તાઓનુ મુલ્યાંકન: / 33
બેકારશ્રેષ્ઠ 
યાયાવર - મે 2010
આના લેખક છે અમિત ત્રિવેદી   
રવિવાર, 18 એપ્રીલ 2010 00:09

પૃથ્વી  પર   ઈશ્વરને   નિમંત્રણ  આપે, નારી તું નારાયણી
તારા  થકી  તો  ઈશ્વર  ઘરમાં  આવે, નારી  તું  નારાયણી

અજવાળાં સૂરજ અઢળક છો રેલાવે પણ  ઘરમાં હો અંધારૂ
તારા  વિના  તો  સૂરજ  પણ ના ફાવે, નારી  તું નારાયણી

તારા આ સરજેલા દેવળમાં વસવાની કોની  ઈચ્છા ના હો ?
તારે  ખોળે તો જીવન  કીર્તન  પામે  નારી   તું  નારાયણી

નારીના  હૈયે    ઊછળતાં  ઉમંગો  જોઈને   દરિયો  બોલે , 
આખે આખો દરિયો  તું  તો   છલકાવે, નારી  તું નારાયણી

મારા  મનની  પાગલ  ઝંઝાઓને કોણ આવી  ને સમજાવે?
એ શમશે   તું  જો  આવે  આ  દરવાજે, નારી તું નારાયણી

 
દિલની વસંત પી.ડી.એફ. છાપો ઇ-મેલ
ઉપભોક્તાઓનુ મુલ્યાંકન: / 2
બેકારશ્રેષ્ઠ 
યાયાવર - મે 2010
આના લેખક છે રચના ઉપધ્યાય કમરાટા   
રવિવાર, 18 એપ્રીલ 2010 00:03

દિલની એક અંધારી બારીએ દઈ ગયું ટકોરા કોઈ,    
અચકાતાં ખોલી જોયું તો લાગ્યું મારું અજનબી કોઈ   
ખુલ્લી આંખે મળ્યું આંધળા અંધારાને ઈજન કોઈ   
ચુંદડી ખસી ને શરમથી ઝુકી ગઈ આંખોયે કોઈ   
દિલથી ઊંડો લીધો એણે જ્યાં શ્વાસ ભીનો કોઈ     
પંચમી મ્હોરી ઉઠી રૂંવે રૂંવે નવેલી વસંતની કોઈ   
મારામાં પરોવી એણે પાગલ દોર સંબંધની કોઈ   
એક હુંફાળી શાલ “રચના” થઈ વિંટળાઈ ગઈ કોઈ

 
<< શરૂ કરવું < પહેલાનું 11 12 13 14 15 પાસેનું > અંત >>

પ્રુષ્ઠ 15 કુલ- 15
Zazi.com © 2009 . All right reserved feed-image Feed Entries