જિન્સ જેવો હોય માણસ છાપો
ઉપભોક્તાઓનુ મુલ્યાંકન: / 0
બેકારશ્રેષ્ઠ 
યાયાવર - સપ્ટેમ્બર - 2013
આના લેખક છે ચિરાગ ઝા “ઝાઝી”   
શુક્રવાર, 27 સપ્ટેમ્બર 2013 00:00
Share

વાત કરતો આસમાની, જિન્સ જેવો હોય માણસ
ધૂળ પગમાં આવવાની, જિન્સ જેવો હોય માણસ

ક્યાંક પાક્કી, ક્યાંક ફિક્કી, જિંદગીની એજ હાલત,
ફેડ જીવી નાખવાની, જિન્સ જેવો હોય માણસ

શ્વાસ લેતું, સાવ જાણે અંગ મારું થઈ એ મળતું
સંગ સોબત માણવાની, જિન્સ જેવો હોય માણસ

જાત જેવું હોય જેને, ખાસ ધોવા જાય ગંગા,
ક્યાં નિચોવી રાખવાની?, જિન્સ જેવો હોય માણસ

આ બ્લુ કોલર નોકરીમાં એક જેનો સાથ ઝાઝી,
શનિ રવીમાં માણવાની, જિન્સ જેવો હોય માણસ....ચિરાગ ઝા “ઝાઝી”

(છંદ: ગાલગાગા ગાલગાગા ગાલગાગા ગાલગાગા)

Share