યાયાવર -
ઓગસ્ટ - 2013
|
આના લેખક છે ચિરાગ ઝા “ઝાઝી”
|
રવિવાર, 18 ઓગસ્ટ 2013 02:02 |
Share થોડી ઘણી પરખાય ત્યાં સુધી, બસ વારતા વરતાય ત્યાં સુધી.
આંખો મને લાગે બનાવટી, શબ્દો બધા તરડાય ત્યાં સુધી.
મન, લાગણીનું છીછરાપણું, છાલક બની ખરડાય ત્યાં સુધી.
બાળક બની રમતો રહે પિતા, પુત્રને રમત સમજાય ત્યાં સુધી.
ગળપણ કદી ફાવે નહીં મને, ને બોલવું અકળાય ત્યાં સુધી. .....ચિરાગ ઝા “ઝાઝી”
Share
|