યાયાવર -
ઓગસ્ટ - 2013
|
આના લેખક છે મુહમ્મદઅલી વફા
|
રવિવાર, 18 ઓગસ્ટ 2013 01:59 |
Share ભટકી રહ્યાં પ્યાસા હરણ, આ દેશ ક્યાં આઝાદ છે? ચારો તરફ વેરાન રણ , આ દેશ ક્યાં આઝાદ છે?
વરસો થકી હું શોધમાં છું કે અમનનું ફળ મળે, લોહી રડે મારા ચરણ, આ દેશ ક્યાં આઝાદ છે?
પાણી તણા પૂરો નહી, શોણિત તણી ધારા વહે, છે કેટલું સસ્તું મરણ, આ દેશ ક્યાં આઝાદ છે?
ભૂખ મહી, દુ:ખો મહીં,જો તરફડે છે ભારતી, ખાવા નથી એકેય કણ, આ દેશ ક્યાં આઝાદ છે?
માનવ તણી હોડી બધી, લોહી મહીં તરતી રહી, ઊજડી ગયા એકેક જણ ,આ દેશ ક્યાં આઝાદ છે?
જે પોષતું એ મારતું નો દુ:ખદ મહિ માં છે ‘વફા’, લેવું હવે કયાં જઈ શરણ?આ દેશ ક્યાં આઝાદ છે?
-મુહમ્મદઅલી વફા બ્રામપ્ટન , ટોરેન્ટો, કેનેડા
Share
|