કાગળ ની હોડી તારાવજો છાપો
ઉપભોક્તાઓનુ મુલ્યાંકન: / 0
બેકારશ્રેષ્ઠ 
યાયાવર - ઓગસ્ટ - 2013
આના લેખક છે તેજસ દવે   
રવિવાર, 18 ઓગસ્ટ 2013 01:55
Share

તમે સુરજમાં બાકોરું પાડી ને રણ વચે
અમને કીધું કે હરાવજો
તમે ઝાંઝવાનો આખો વિસ્તાર દઈ કીધું કે
કાગળ ની હોડી તારાવજો

અમે સમઝણ ના દરિયા ને અધવચે છોડી ને
માછલીની જેમજ તરફડીએ
તમને પંખો આપી ને પછી ખાલી આકાશ જોઈ
ઉડવાની જીદે શું ચડીએ ?

તમે ટમટમતા દીવાને મારીને ફૂક પછી કીધું
કે અજવાળું લાવજો
તમે ઝાંઝવાનો આખો વિસ્તાર દઈ કીધું કે
કાગળ ની હોડી તારાવજો

અમે માળો બાંધ્યો ને પછી એવું થયું કે તમે
સોદામાં માંગ્યું તું ઝાડ
તમને છાંયો આપીને પછી ધોમ ધોમ તડકામાં
તોય અમે પડી ના રાડ

તમે દરવાજો તોડીને બાન્ધીતી ભીત પછી કીધું કે
અમને મનાવજો
તમે ઝાંઝવાનો આખો વિસ્તાર દઈ કીધું કે
કાગળ ની હોડી તારાવજો

-તેજસ દવે
અમદાવાદ, ગુજરાત


 

Share