તો કરું કવિને અર્પણ... છાપો
ઉપભોક્તાઓનુ મુલ્યાંકન: / 0
બેકારશ્રેષ્ઠ 
યાયાવર - સપ્ટેમ્બર 2012
આના લેખક છે રેખા શુક્લ   
શનીવાર, 08 સપ્ટેમ્બર 2012 17:20
Share

હીરાનો પારખનાર મળે સાચો જો ઝવેરી
નવા નગરનું નિર્માણ અહીં તો થાય રૂપેરી

પ્રાર્થના ને ધૈર્ય ભરી સાધના એ ઉડવા મળ્યું આકાશ
આવેશ ને આતશ માં ભળે બુધ્ધિનો સરવાળો

સંગંત ના સુફળે અહીં થાય સ્વપ્ન સિધ્ધિ
અટ્પટાં સવાલોના જડબાંતોડ જવાબોમાં

પાલખી માં બેસી ને આવી જો વાધણ...
ત્યાગની ઉત્કટ ભાવના ને કપરું કર્તવ્યપાલન

અનોખી મળે સજા સૌજન્યની કરે સુરક્ષા
કલમ કિતાબ ને કારાવાસે વસે નિર્ભય નરવીર

ઇન્સાફે પરોપકારનું પ્રદર્શન તો ન હોય
સ્વદેશ સ્વાધિનતા જ સર્વોત્તમ સંપત્તિ

સ્વાશ્રયનો સબક દેખાડી લૈ ભાષાની ખુમારી
કવિતાનું કૌવત લઈ કર અનોખો કરિયાવર

ગરવી ગુરૂદક્ષિણા જ સહાનુભુતિની સરવાણી
સાહિત્ય સેવાના વ્રતધારી ને દંઉ પ્રસંશાની પુષ્પાંજલિ

થાય ચૈતન્યનો ચમત્કાર તો કરું કવિને અર્પણ...

...રેખા શુક્લ, શિકાગો, યુ એસ એ

 

Share