વાતને સમજી લો છાપો
ઉપભોક્તાઓનુ મુલ્યાંકન: / 1
બેકારશ્રેષ્ઠ 
યાયાવર - સપ્ટેમ્બર 2011
આના લેખક છે ચિરાગ ઝા “ઝાઝી”   
સોમવાર, 05 સપ્ટેમ્બર 2011 03:24
Share

પાનુ ફરે તે પહેલા વાતને સમજી લો
રવિ ઉગે તે પહેલા રાતને સમજી લો

ઈચ્છાઓનું કોલાજ બેકાબુ બની જશે
મનગમતી બે ત્રણ ભાતને સમજી લો

ભડકે બળશે લાશ રાખ થઈ ઉડી જશે
થોડ્યા બચ્યા દિન જાતને સમજી લો

નથી દેખાતું  છતાં અનુભવ કરી શકો
જીદ્દિ નાન્યતરની લાતને સમજી લો

“ઝાઝી” આવી બેસ સાંભળ મારી વાત
અંત આવે ત્યારે શરુઆતને સમજી લો

Share