વિભાગ

અતિથી દેવો ભવ:

અમારે 6 મહેમાનો ઓનલાઈન

રમુજ

ડોકટર : તમે બાબાને દવા તો બરાબર આપો છોને?

શીલા : ના, હજુ તો મને એ નથી સમજાતું કે એક ગોળી ત્રણ વાર કઈ રીતે આપી શકાય?


સુચના

આજે ગુજરાત દિવસના પાવન અવસર પર આપને જણાવતા આનંદ થાય છે કે ઝાઝી.કોમ હવે યુનીકોડ ફોન્ટ માં ઉપલબ્ધ છે.

જુના વેબપેજ માટે અહીં કલીલ કરો….. (હિતાથૅ ફોન્ટ હોવા જરુરી છે.)

મદદ


 



 

ઘર કવિતા યાયાવર
યાયાવર



જુલાઈ 1998 થી એપ્રીલ 2010 સુધીના અંક વાંચવા અહીં ક્લીક કરો.



છેલ કરો કેમ છમકલું રે... પી.ડી.એફ. છાપો ઇ-મેલ
યાયાવર - એપ્રિલ-2013
આના લેખક છે રેખા શુક્લ   
મંગળવાર, 09 એપ્રીલ 2013 17:25

પિયુજી છે મોગરો પ્રિત તમારી ભાળુ રે
શરમના શેરડે મરી મરી જાંઉ રે
છેલ કરો કેમ છમકલું રે...

પ્રેમ પીયુષ તો પાષાણે પ્રાણ પુરે
ચાંદલિયો કરે ટહુકા રે કાનમાં રે
મનડામાં ગીતડાં પ્રગટાવે રે
છેલ કરો કેમ છમકલું રે...

 
અનિર્ણિત શબ્દયુદ્ધ પી.ડી.એફ. છાપો ઇ-મેલ
યાયાવર - એપ્રિલ-2013
આના લેખક છે મુકેશ દવે   
મંગળવાર, 09 એપ્રીલ 2013 17:20

રોજ રાત્રે
અધખૂલી આંખે
પથારીમાં પડુ છું
ને મન
શબ્દ-સંગ્રામગ્રસ્ત
થઈ જાય છે.
કેટલાંય શબ્દોનું આક્રમણ,
ઘડીક કતારબંધ ગોઠવાય
તો ફરી એકબીજાને હડસેલે,
કેટલાય ઘાયલ થાય,મરે
અને મેદાન છોડી ભાગે પણ ખરાં.
કલાકો સુધી ચાલે આ ઘમસાણ

 
વસંતનું આગમન પી.ડી.એફ. છાપો ઇ-મેલ
યાયાવર - માર્ચ-2013
આના લેખક છે મુહમ્મદઅલી વફા   
સોમવાર, 11 માર્ચ 2013 00:19

વસંતની ચમનમાં અઝાં થઈ રહી છે
હવે ડાળખીઓ જવાં થઈ રહી છે

બરફના પહેરણ હવેતો ફગાવો
ગરમ આ હ્ર્દયની ધરા થઈ રહી છે

બધા પાંદડા પર વહેછે જવાની
નસેનસ ગુલોની શમાં થઈ રહી છે

 
છાતીને એ, ખોખું કે’છે!. પી.ડી.એફ. છાપો ઇ-મેલ
યાયાવર - માર્ચ-2013
આના લેખક છે ચિરાગ ઝા “ઝાઝી”   
સોમવાર, 11 માર્ચ 2013 00:14

છાતીને એ, ખોખું કે’છે!.
કાલે ખોલી, જોશું કે’છે!.
કોઈ બોલ્યું ધીમે ધીમે,
છાનું માનું રોયું કે’છે.
મળશે કોઈ, વનરાવનમાં,
કોને કોને, ગોતું કે’છે!.
નટખટ નાચે રાધા સંગે,
તારાઓનું, ટોળું કે’છે!
જ્યારે જ્યારે મળવા આવે!,
છાતી પર શું દોરું કે’છે!.

 
મળશે નહીં પી.ડી.એફ. છાપો ઇ-મેલ
ઉપભોક્તાઓનુ મુલ્યાંકન: / 1
બેકારશ્રેષ્ઠ 
યાયાવર - ફેબ્રુઆરી-2013
આના લેખક છે મુહમ્મદઅલી વફા   
સોમવાર, 25 ફેબ્રુઆરી 2013 03:47

માનવ તણી આંખમાં જો કૈં દયા મળશે નહીં.
આ નગરના બાગમાં તાજી હવા મળશે નહીં.

જો બધા આંગણ હશે રંગીન માનવ રક્ત થી,
પ્રેમનાં રાગો તણી કોઈ સદા મળશે નહીં.

વેદનાનો ભાર લૈ ભટકી રહી ઇન્સાનિયત,
છે બધા શાહી તબીબ કોઈ દવા મળશે નહીં.

 
ખોજ ચપટી આશિષ રોજ પી.ડી.એફ. છાપો ઇ-મેલ
યાયાવર - ફેબ્રુઆરી-2013
આના લેખક છે રેખા શુક્લ   
સોમવાર, 25 ફેબ્રુઆરી 2013 01:04

રેહમત અટારીએ વાટુ જો'તી ચપટી ખોજ
માલિક ભવને ચપટી ચપટી મોજે ખોજ
ગિરતી વિજળી લકીરે મળતી આશિષ રોજ
હોય દિલે કશ્મકશ ભળતી આશિષ ખોજ
શબ્દ-કુંડળીએ ભાગ્ય-ભસ્મ બળતી રોજ

 
<< શરૂ કરવું < પહેલાનું 1 2 3 4 5 6 7 8 9 10 પાસેનું > અંત >>

પ્રુષ્ઠ 1 કુલ- 12
Zazi.com © 2009 . All right reserved feed-image Feed Entries