વિભાગ

અતિથી દેવો ભવ:

અમારે 23 મહેમાનો ઓનલાઈન

રમુજ

મિત્ર : તારી પત્નીને જે પત્રો લખે છે તેની નકલ સાચવવાની શી જરુર? એકની એક વાત ફરી લખાઈ ન જાય એ માટે?

મિત્ર : ના રે ના. વિરોધાભાસી કંઈ લખાઈ ન જાય એ માટે.


સુચના

આજે ગુજરાત દિવસના પાવન અવસર પર આપને જણાવતા આનંદ થાય છે કે ઝાઝી.કોમ હવે યુનીકોડ ફોન્ટ માં ઉપલબ્ધ છે.

જુના વેબપેજ માટે અહીં કલીલ કરો….. (હિતાથૅ ફોન્ટ હોવા જરુરી છે.)

મદદ


 ઘર કવિતા મુશાયરો
મુશાયરોઉષા ઢેબર પી.ડી.એફ. છાપો ઇ-મેલ
કવિતા - મુશાયરો
આના લેખક છે ઉષા ઢેબર   
રવિવાર, 11 એપ્રીલ 2010 21:24

આપણા સંબધનું નામ
એટલે
કેલેન્ડરમાંથી
તમે ફાડી નાંખેલું
અને મેં
વાળીને રાખેલંુ પાનું


...
તમે તો ધકકો માયૉ વગર જ
છૂટુ પડી ગયેલું વાદળું
વરસ્યા વગર જ સૂકાઇ જાવને?


...


 
ઉષા ભટટ (ડો.) પી.ડી.એફ. છાપો ઇ-મેલ
કવિતા - મુશાયરો
આના લેખક છે ઉષા ભટટ (ડો. )   
રવિવાર, 11 એપ્રીલ 2010 21:23


અંગ અંગ નાચત રંગ
રંગતરંગ આવત સંગ
ખીલત, ખેલત, રેલત રંગ
ઉર ઉમટે ઉમટે અંગ
લલિત લતા લચકેત સંગ
લળી લળી ઝુકી કરે ત્રિભંગ
ભાન ભૂલી જાણે ભંગ
મસ્ત મધુર મલય સંગ
છોડે છબીલું જો માયાનું શૃંગ
બાજત ના પછી કાળ મૃદંગ
બની ચૂકે ચિરંજીવી એ રંગ
ગાન મહિ કદિ તહિં નભંગ


...

 
આકૃતિ વોરા પી.ડી.એફ. છાપો ઇ-મેલ
ઉપભોક્તાઓનુ મુલ્યાંકન: / 1
બેકારશ્રેષ્ઠ 
કવિતા - મુશાયરો
આના લેખક છે Administrator   
રવિવાર, 11 એપ્રીલ 2010 21:22


મમ્મી પપ્પાએ આપ્યું આકૃતિ
અને સહેલીઓએ ક્રિતિ
શિક્ષણશાસ્ત્રીઓએ આકૅિટેકટ
અને મિત્રોએ કવયિત્રી
મારે પોતે
હજી મને શીષૅક આપવાનું બાકી છે.


...
પગરવોમાં દદૅ રેલાવે અભાવ
ભીંત પર સ્મૃતિ બની આવે અભાવ
હું બચેલી ક્ષણને પીવા જાઉં ત્યાં
શૂન્યતાનો હાથ ફેલાવે અભાવ
આંખમાં પોલાણ વધતું જોઇને
બીજ ખાલીપાનું લઇ આવે અભાવ
આગમનનું સ્વપ્ન ચોંકે એકદમ
યાદની સાંકળને ખખડાવે અભાવ
ટેરવે બ્રહમાંડ ખાલીખમ હતું
ને વિરહની પાંખ ફફડાવે અભાવ
કોરી કોરી આંખ જેવા ઓરડે
કંઇક ભીનું ભીનું પ્રસરાવે અભાવ


...

 
અનિલા જોષી પી.ડી.એફ. છાપો ઇ-મેલ
કવિતા - મુશાયરો
આના લેખક છે અનિલા જોષી   
રવિવાર, 11 એપ્રીલ 2010 21:20રાચ્યો કુંજગલીમાં શ્યામ
નાચ્યો ગલી ગલી એ શ્યામ
શ્યામ તો ટહુકે ટહુકે મોયોૅ
શ્યામને મોરપીચ્છથી કોયોૅ
છલકયો નયનગલીમાં શ્યામ
રાચ્યો કુંજગલીમાં શ્યામ
શ્યામ તો બુંદ બુંદ મા ચમકે
શ્યામ તો વસરી રહયો ઉમકળે
રાત બનીને નીતયોૅ શ્યામ
દિવસ બનીને નિખયોૅ શ્યામ
શ્યામ તો યાદ બનીને છટકયો
શ્યામ તો સાદ થઇને અટકયોં
શમણે જઇ પુરાયો શ્યામ
શ્ર્વાસ શ્ર્વાસમાં મલકયો શ્યામ


...

 
<< શરૂ કરવું < પહેલાનું 1 2 3 4 5 6 7 8 9 10 પાસેનું > અંત >>

પ્રુષ્ઠ 2 કુલ- 38
Zazi.com © 2009 . All right reserved feed-image Feed Entries