વિભાગ

અતિથી દેવો ભવ:

અમારે 27 મહેમાનો ઓનલાઈન

રમુજ

મારી પત્ની બહુ કરકસરવાળી છે ! તેના ડ્રેસમાંથી મારું શટૅ બનાવ્યું .

મારી પત્ની એથીય કરકસરવાળી છે. મારા શટૅમાં થી તેણે નાઈટી બનાવી.


સુચના

આજે ગુજરાત દિવસના પાવન અવસર પર આપને જણાવતા આનંદ થાય છે કે ઝાઝી.કોમ હવે યુનીકોડ ફોન્ટ માં ઉપલબ્ધ છે.

જુના વેબપેજ માટે અહીં કલીલ કરો….. (હિતાથૅ ફોન્ટ હોવા જરુરી છે.)

મદદ


 ઘર કવિતા મુશાયરો
મુશાયરોસરુપ ધ્રુવ પી.ડી.એફ. છાપો ઇ-મેલ
કવિતા - મુશાયરો
આના લેખક છે સરુપ ધ્રુવ   
રવિવાર, 11 એપ્રીલ 2010 19:43


Sarup Druv

કળ વળી ગઈ ?ધૂળ વાળી?ને ઉપર પથરો મુક્યો?
દોસ્ત,ખતરો છે અહીં –સપના મહીં પૂળો મૂક્યો.

...

આજે તો મને એય યાદ નથી આવતું
કે મારે ચશ્માના કાચ
અંદરથી લૂછવાના છે કે બ્હારથી?


...
ભમરડે વિંટળેલ દોરીની માફક
કહે, કોણ છુટું પડે વારેઘડીયે


...
ઘર કરીને આપણે રહેવું નથી
કયાંક ઇચ્છાની પરી પેંધી જશે


...
પળ પછીની પળ તો કાચી ઇંટ છે
હાથમાં જકડી કે પટ બટકી જશે


...
ઘટનાનો સરવાળો છું
પરવડતી જંજાળો છું
ઘર ભૂલી પાંખોને માટે
વાદળ વચ્ચે માળો છું
અડતાંમાં અળગાં અજવાળાં
પડછાયો છું , કાળો છું
લગભગ છું ને કાયમ છું
કહે છે કે વચગાળો છું
અટકળ આગળ, પાછળ હું
અટકી જઉં તો તાળો છું


...

 
સુચેતા ભાડલાવાળા પી.ડી.એફ. છાપો ઇ-મેલ
કવિતા - મુશાયરો
આના લેખક છે સુચેતા ભાડલાવાળા   
રવિવાર, 11 એપ્રીલ 2010 19:43


જીવતા જાણ્યું નહી ને આજ મરવાના પછી
ના કરો ફૂલો થકી મારા કફનની છેડતી

આ જગતને પણ કહી દો કે આમારા બાદ પણ
ના કરે યાદી આમારી કે કથનની છેડતી!


...

 
સુહાસ ઓઝા પી.ડી.એફ. છાપો ઇ-મેલ
કવિતા - મુશાયરો
આના લેખક છે સુહાસ ઓઝા   
રવિવાર, 11 એપ્રીલ 2010 19:42


અચાનક
કંઇ થાય છે
જળ શું જળ
થનગને છે, ધસે છે, ઊંચે ચડે છે.
જુએ છે વિશાળ આકાશ
અહા અનંતતા
એક ઉત્તુંગ ઉછાળ, એક ભવ્ય ફાળ
ઝીલી સૂરજનો ચંડપ્રકાશ
વરાળ બની નિશેષ થવા
તલપી રહે છે, તરસી રહે છે
નીચી પડે છે
એક વતુૅલમાં
ઠંડાગાર ને સ્વસ્થ
તેય પત્થરના!


...

 
સુધા બક્ષી પી.ડી.એફ. છાપો ઇ-મેલ
કવિતા - મુશાયરો
આના લેખક છે સુધા બક્ષી   
રવિવાર, 11 એપ્રીલ 2010 19:41


શ્રાવણની મધરાતે છો ને
નીંદર લીધી તાણી
હર સિંગારની મ્હેક મેં તો ભાઇ
મન ભરી ને માણી.
શોભે શુચિ સુગંધે કેવો આ
ભગવો ભીનો રંગ!
ઝાકળભીના ફૂલની ચાદર
સોહે ધરતી અંગ
વાયુ હિંડોળે ઝૂલતી આવે
આનંદની સરવાણી


...

 
<< શરૂ કરવું < પહેલાનું 1 2 3 4 5 6 7 8 9 10 પાસેનું > અંત >>

પ્રુષ્ઠ 9 કુલ- 38
Zazi.com © 2009 . All right reserved feed-image Feed Entries