વિભાગ

અતિથી દેવો ભવ:

અમારે 24 મહેમાનો ઓનલાઈન

રમુજ

‘મારા પુત્રના બંને લગ્ન નિષ્ફળ નીવડયાં.’

‘કેવી રીતે?’

‘તેની પહેલી પત્ની કોઈકની સાથે ભાગી ગઈ - અને બીજી કોઈની સાથે ભાગી જતી નથી!’


સુચના

આજે ગુજરાત દિવસના પાવન અવસર પર આપને જણાવતા આનંદ થાય છે કે ઝાઝી.કોમ હવે યુનીકોડ ફોન્ટ માં ઉપલબ્ધ છે.

જુના વેબપેજ માટે અહીં કલીલ કરો….. (હિતાથૅ ફોન્ટ હોવા જરુરી છે.)

મદદ


 ઘર કવિતા મુશાયરો
મુશાયરોહરીન્દ્ર દવે પી.ડી.એફ. છાપો ઇ-મેલ
ઉપભોક્તાઓનુ મુલ્યાંકન: / 1
બેકારશ્રેષ્ઠ 
કવિતા - મુશાયરો
આના લેખક છે હરીન્દ્ર દવે   
રવિવાર, 11 એપ્રીલ 2010 19:47પાન લીલું જોયું ને તમે યાદ આવ્યાં
જણે મોસમનો પહેલો વરસાદ ઝીલ્યો રામ
એક તરણું કોળયું ને તમે યાદ આવ્યાં

કયાંક પંખી ટહુકયું ને તમે યાદ આવ્યાં
જાણે શ્રાવણના આભમાં ઉઘાડ થયો રામ
એક તારો ટમકયો ને તમે યાદ આવ્યાં

જરા ગાગર છલકી ને તમે યાદ આવ્યાં
જાણે કાંઠા તોડે છે કોઇ મહેરામણ રામ
સ્હેજ ચાંદની છલકી ને તમે યાદ આવ્યાં

કોઇ ઠાલું મલકયું ને તમે યાદ આવ્યાં
જાણે કાનુડાના મુખમાં બ્રહમાંડ દીઠું રામ
કોઇ આંખે વળગ્યું ને તમે યાદ આવ્યાં

કોઇ આંગણ અટકયું ને તમે યાદ આવ્યાં
જાણે પગરવની દુનિયામાં શોર થયો રામ
એક પગલું ઊપડયું ને તમે યાદ આવ્યાં


...
ચાલ, વરસાદની મોસમ છે, વરસતાં જઇયે
ઝાંઝવાં હો કે હો દરિયાવ, તરસતા જઇયે
મોતના દેશથી કહે છે કે બધાં ભડકે છે
કૈં નથી કામ, છતાં ચાલ, અમસ્તાં જઇએ
તાલ દેનારને પળ એક મુંઝવવાની મઝા
રાગ છેડયો છે રુદનનો, છતાં હસતાં જઇયે


...
જાણીબૂઝીને અમે અળગાં ચાલ્યાં
ને છતાં પાલવ અડકયાનો મને વ્હેમ છે
સાવ રે સફાળા તમે ચોંકી ઊઠયાં
ને પછી ઠીક થઇ પૂછયું કે કેમ છે!

આટલા અબોલા પછી આવો સવાલ
કહો, કેમ કરી ઊતરવું પાનું?
મૂંગા રહીએ તો તમે કારણ માનો, ને
હોઠ ખોલીએ તો બોલવાનું બ્હાનું


...
આંસુ ને પી ગયો છું, મને ખ્યાલ પણ નથી
એક રણ તરી ગયો છું, મને ખ્યાલ પણ નથી
તમને ભુલી જવાના, પ્રયત્નોમા આજકાલ
તમને ભુલી ગયો છું, મને ખ્યાલ પણ નથી
મારુ સ્વમાન રક્ષવા જાતા કદિ કદિ
હું કરગરી ગયો છું, મને ખ્યાલ પથ નથી
વાતાવરણ મા ભાર છે મિત્રો ના મૌન નો
હું શું કહી ગયો છું, મને ખ્યાલ પણ નથી


...

 
સ્વાતિ સોપારકર પી.ડી.એફ. છાપો ઇ-મેલ
કવિતા - મુશાયરો
આના લેખક છે સ્વાતિ સોપારકર   
રવિવાર, 11 એપ્રીલ 2010 19:46


પ્રશ્નોના ઢગ
અને ઢગ ઉપર ઢગ
અને ઢગનો એ ડુંગર
અને ડુંગર પર પણ ઢગ
માત્ર ઢગ
નીચે દબાઇ ગયેલી હતી
અને છે
હજી પણ સળવળતી
અને બ્હાર આવવા મથતી
શું હજીય ન પારખે એ મારી રગ?


...

 
સંસ્કૃતિરાણી દેસાઇ પી.ડી.એફ. છાપો ઇ-મેલ
કવિતા - મુશાયરો
આના લેખક છે સંસ્કૃતિરાણી દેસાઇ   
રવિવાર, 11 એપ્રીલ 2010 19:45

કીડીઓની કતારની કતાર, સીધી ચાલીને સૂયૅ સુધી
પહોંચી ગઇ એક સાંજે
ને આખોય આખો ઢાંકી દીધો સૂયૅને
કીડીઓથી ખદબદતો સૂયૅ ફેરવાઇ ગયો મધપૂડામાં


...
મારી એકલતાને ઓઢીને બેઠેલ હું
વાસ્તવિકતામાં પગ લંબાવવા પ્રયત્ન કરું છું
પણ મારા શરીર ઉપરની અતીતની ધૂળ
મને જકડી રાખે છે
હજી આજેય કોઇ આવ્યું નથી.
મને કાળમીંઢ પત્થર તો નથી સમજી બેઠાંને?

...

 
સુધા ભટટ પી.ડી.એફ. છાપો ઇ-મેલ
કવિતા - મુશાયરો
આના લેખક છે સુધા ભટટ   
રવિવાર, 11 એપ્રીલ 2010 19:44

સુગંધને છાતીમાં છૂપાવીને છમકલાં કરતો પવન
એના પાલવમાં બાંધીને ભીનાં ઉપવન
સાગરની સરિતાની સોડમાં સંતાઇને
સાક્ષાત સુરભિનો રસથાળ પીરસતો પવન!
પવનની પાંખોના અલગારા ઉડડયનથી
સમય સંધાતો સચવાઇને સાંકળથી
સ્મૃતિની સોય થકી ટેભાં લઇને
હ્રદયથી હ્રદયમાં ફૂંકાતો પવન!


...

 
<< શરૂ કરવું < પહેલાનું 1 2 3 4 5 6 7 8 9 10 પાસેનું > અંત >>

પ્રુષ્ઠ 8 કુલ- 38
Zazi.com © 2009 . All right reserved feed-image Feed Entries